બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / world earthquake in sourthern iran india after japan

ધરતીકંપે ધરા ગજવી / હવે ઇરાનમાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતા, જાપાનમાં તો 20 લાખ ઘરોમાં વીજળી ગુલ

Dhruv

Last Updated: 09:46 AM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ હવે ઇરાનની ધરતી પણ ધરતીકંપથી હલબલી ઉઠી. ઇરાનમાં રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતા નોંધાઇ હતી.

  • જાપાન બાદ ઇરાનમાં પણ ભૂકંપથી ધરા ધ્રુજી ઉઠી
  • ઇરાનમાં 6 રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા નોંધાઇ
  • બુધવારે રાત્રે ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

જાપાન બાદ હવે ગુરુવારનાં રોજ વહેલી સવારે દક્ષિણ ઈરાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. આ ભૂકંપની તીવ્રતા 6 રિક્ટર સ્કેલ પર માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. જો કે ઈરાનમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યાં. આ પહેલાં બુધવારે જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતાં. તેમની તીવ્રતા 7.1 માપવામાં આવી હતી.

જાપાનમાં આવેલા ભૂકંપના કારણે 20 લાખ ઘરોમાં વીજળી ગુલ

મીડિયા રિપોર્ટના જણાવ્યાં અનુસાર, જાપાનમાં બુધવારે રાત્રિના 8:06 કલાકે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે ટોક્યોથી 297 કિમી દૂર હતું. ટોક્યો ઈલેક્ટ્રિક પાવર કંપનીના હવાલાથી કહેવામાં આવ્યું કે, જાપાનમાં આવેલા આ ભૂકંપના કારણે દેશના અંદાજે 20 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ભૂકંપના આંચકા એટલાં જોરદાર હતાં કે બાદમાં સુનામીનું એલર્ટ પણ જાહેર કરી દેવાયું.

અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયાં છે તો 90થી વધુ લોકો ઘાયલ

જાપાનમાં આવેલા આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયાં છે તો 90થી વધુ લોકો ઘાયલ હોવાનું સામે આવ્યું છે. આ ભૂકંપના કારણે જાપાનના શિરોઈશીમાં બુલેટ ટ્રેન પણ પાટા પરથી ઉતરી ગઈ હતી. 2011ની દુર્ઘટનાને 11 વર્ષ પૂર્ણ થયાના થોડા દિવસો બાદ આ ભૂકંપ આવ્યો. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું કે, હવે સુનામીનો ખતરો નથી. જો કે, જાપાનના હવામાન વિભાગે ઓછા જોખમની ચેતવણી જાહેર કરી છે. ટોક્યો સહિત પૂર્વ જાપાનમાં પણ આ જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

ભારતમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા

એ સિવાય બુધવારે રાત્રે ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભારતમાં ભૂકંપના આંચકા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી 119 કિમી ઉત્તરમાં રાત્રે લગભગ 9:40 વાગ્યે લોકોએ અનુભવ્યા હતાં. જેની 4.2ની તીવ્રતા નોંધાઇ હતી. જો કે જાનમાલને કોઇ પણ પ્રકારનું નુકસાન થયા અંગેની માહિતી સામે નથી આવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ