બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 pm modi mohammed shami success pakistani link religion hatred on india

World Cup 2023 / આ પાકિસ્તાનીઓ ક્યારેય નહીં સુધરે...: મહોમ્મદ શમીના શાનદાર પ્રદર્શનને ધર્મ સાથે જોડી સોશ્યલ મીડિયામાં ફેલાવી રહ્યા છે નફરત

Arohi

Last Updated: 10:04 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: ICC વનડે વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી છે. શમીના આ દમદાર પરફોર્મન્સના કારણે જ ભારતીય ટીમે શ્રીલંકાને ફક્ત 55 રનોના સ્કોર પર ઢેર કરી નાખી.

  • વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પરફોર્મન્સ
  • પાકિસ્તાની ફેન્સે શમીના પ્રદર્શનને ધર્મ સાથે જોડ્યું
  • સોશ્યલ મીડિયામાં ફેલાવી રહ્યા છે નફરત

મોહમ્મદ શમીની શાનદાર બોલિંગથી આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાએ સતત 7મી વખત જીત મેળવી. ભારતીય ટીમે શ્રીલંકાને 302 રનોના મોટા અંતરથી હરાવી અને ઓફિશ્યલ રીતે સેમીફાઈનલમાં પહોંચનાર ટીમ બની. 

બોલિંગમાં ટીમ ઈન્ડિય માટે શમીએ 5 ઓવરમાં ફક્ત 18 રન આપીને 5 વિકેટ પોતાના નામે કરી. શમીએ આ દમદાર પરફોર્મન્સથી આખા દેશને ખુશ કરી દીધો છે. પરંતુ પડોસી દેશના લોકો શમીની આ સફળતાને નથી પચાવી શકતા અને તેને ધર્મની સાથે જોડીને ભારત અને પીએમ નરેન્દ્ર મોદીના વિરૂદ્ધ ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ
હકીકતે સોશિયલ મીડિયા પર સેફ નામના એક યુઝરે શમીનો વીડિયોને શેર કરતા લખ્યું, "મોહમ્મદ શમી પાંચ વિકેટ લીધા બાદ સજદા કરવા માંગતા હતા. પરંતુ તેમણે તરત પોતાને રોકી લીધો. કારણ કે જે દેશ માટે તે રમી રહ્યા છે ત્યાંના ફેંસમાં ઈસ્લામોફિયા છે. આ મોદીના અધીન આજના ભારતનું સટીક પ્રતિનિધિત્વ કરે છે."

સેફના આ ટ્વીટને પાકિસ્તાનના પૂર્વ મંત્ર ફવાદ ચૌધરીએ રી-ટ્વીટ કરતા લખ્યું, "પ્રઉડ મોમેન્ટ મોહમ્મદ શમી." જોરે સેફે જે વીડિયો શેર કર્યો છે તેમાં તેમાં ક્યાંય પણ એવું નથી લાગી રહ્યું કે તે સજદા કરવા માટે ઘુટણ પર બેઠા છે. શમી સેલિબ્રેશન કરવા નીચે બેઠા હતા. જેના બાદ બાકી ખેલાડી તેની પાસે આવી ગયા. તેના ઉપરાંત શમીને ક્યારેય ક્રિકેટ મેદાન પર સજદા કરતા નથી જોવામાં આવ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ