ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / શાદી ડોટ કોમથી મિત્રતા, લગ્નની લાલચ આપી હવસ સંતોષી, વડોદરાના વેપારીનો અભદ્ર કાંડ
Last Updated: 06:46 PM, 11 November 2024
ADVERTISEMENT
સુરતના વેસુ વિસ્તારની મહિલાને લગ્નની લાલચ આપી વડોદરાના કાપડના વેપારીએ શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવી છે. આટલું જ નહીં, આરોપી કાપડના વેપારીએ મહિલા પાસેથી રૂપિયા 64 લાખની રકમ પણ પડાવી લીધી હતી. જ્યારે મહિલાએ લગ્નની વાત કરી ત્યારે વેપારીએ ઇનકાર કરી દીધો હતો અને મહિલાને અભદ્ર શબ્દો બોલ્યા હતા. આ સમગ્ર મામલે મહિલાએ વેપારી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT

SHAADI.COM પર મિત્રતા કરવી ભારે પડી
ADVERTISEMENT
સુરતના વેસુ વિસ્તારમાં રહેતી મહિલાએ વેસુ પોલીસ મથકમાં વડોદરાના વેપારી વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે છેલ્લા ત્રણ વર્ષથી પતિ વિના એકલવાયું જીવન જીવતી હતી. જેથી તેણીએ SHAADI.COM પર લગ્ન માટે સંપર્ક કર્યો હતો. જ્યાંથી મહિલાએ સુરેશ મોહનદાસ લેડવાણીના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે ટેલીફોનિક માધ્યમ દ્વારા વાતચીત થયા બાદ ફિઝિકલ રિલેશન બંધાયા હતા. સુરેશ દ્વારા મહિલાને લગ્નની લાલચ આપી મુંબઈની હોટેલ અને તેણીના ઘરે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. મહિલાનો વિશ્વાસ અને ભરોસો કેળવી રૂપિયા 64 લાખ જેટલી રકમ પણ પડાવી લીધી હતી. જે બાદ મહિલાને તરછોડી દેવામાં આવી હતી.

ADVERTISEMENT

ADVERTISEMENT
પોલીસે આરોપીની કરી ધરપકડ
મહિલા દ્વારા લગ્નની વાત કરતા ઉડાઉ જવાબ આપી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. મહિલા વારંવાર તેને કોલ કરતા તે કોલ પણ ઉપાડતો ન હોતો. આમ મહિલાને ધમકીઓ પણ આપવામાં આવતી હતી. આમ યૌન શોષણનો ભોગ બનેલી મહિલાએ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સુરેશ મોહનદાસ લેડવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ