બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / વિશ્વ / Woman in China gives birth in lift, dumps newborn in dustbean

કળયુગી માનું કારસ્તાન, / માની મમતા મરી ! લિફ્ટમાં જન્મ આપીને બાળકને કચરાપેટીમાં ફેંક્યું, વીડિયો થયો વાયરલ

Hiralal

Last Updated: 09:56 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં લિફ્ટમાં જન્મ આપીને બાળકને કચરાપેટીમાં ફેંકવાની ઘટના પ્રકાશમાં આવી છે. માએ કઈ મજબુરીમાં આવું કર્યું તે ચર્ચાનો વિષય બન્યું છે.

  • ચીનનો ચોંકાવનારો કિસ્સો 
  • માએ મમતાને મારી
  • લિફ્ટમાં જન્મ આપીને કચરાપેટીમાં ફેક્યું બાળક 

ચીનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યાની ગણતરીની મિનિટોમાં જ કચરાપેટીમાં ફેંકી દીધું હતું. મહિલાનો વીડિયો જોઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. મહિલાએ એલિવેટરમાં બાળકને જન્મ આપ્યો હતો અને થોડા જ સમયમાં બધું સાફ કરી બાળકને ડસ્ટબિનમાં ફેંકી દીધું હતું. આ ઘટના 21 ઓગસ્ટના રોજ બની હોવાનું કહેવાય છે. સીસીટીવી ફૂટેજમાં મહિલા ચોંગકિંગમાં એક રહેણાંક સમુદાયની લિફ્ટમાં સામાન લઈ જતી જોવા મળી રહી છે. થોડા સમય પછી, સ્ત્રી તેના પેન્ટની નીચેથી બાળકને કાઢતી જોવા મળી હતી. ત્યારબાદ મહિલાએ ટીશ્યુ પેપરથી ફ્લોર પર રહેલા બાળક, કપડાં અને લોહી લૂછ્યું હતું.

વૃદ્ધ મહિલાને શંકા પડતા મામલાનો ખુલાસો 
ત્યારબાદ મહિલા લિફ્ટમાંથી બહાર આવી અને બાળકને નજીકની ડસ્ટબિનમાં ફેંક્યું હતું. એક વૃદ્ધ મહિલાની નજર આ મહિલા પર પડી અને તેને તેના વર્તન પર શંકા ગઈ. પરંતુ મહિલા ડસ્ટબીનમાં ગઇ ન હતી અને થોડા સમય બાદ ત્યાંના રહીશોને ડસ્ટબીનમાં બાળક હોવાની જાણ થઇ હતી, જેને તેઓ હોસ્પિટલ લઇ ગયા હતા. આ મહિલા એક ટૂર ગ્રુપનો ભાગ હતી જે ચોંગકિંગની યાત્રા પર હતી. તે ટૂર ગાઇડ સાથે બાળકોને લેવા હોસ્પિટલ આવી હતી. આ મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો હતો, જ્યારે મહિલાના આવવાની જાણકારી સામે આવી તો પોલીસ અધિકારીઓ પણ મહિલાનું નિવેદન લેવા માટે પહોંચી ગયા. જો કે મહિલાએ બાળકને ડસ્ટબિનમાં કેમ ફેંકી દીધું તે હજુ સ્પષ્ટ થયું નથી. સાથે જ આ કેસમાં મહિલાને કોઇ પણ પ્રકારની સજા આપવામાં આવશે કે નહીં તે પણ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર લોકો આ મહિલાના વીડિયો પર ખૂબ જ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકો મહિલાને કળીયુગી મા' કહી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું છે કે, કેટલાક લોકો આખી જિંદગી બાળક માટે તલપાપડ રહે છે અને એક એવી માતા પણ છે જેણે લિફ્ટમાં બાળકને જન્મ આપીને થોડીવારમાં જ ડસ્ટબિનમાં ફેંકી દીધો. 

વાયરલ થયો વીડિયો 
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે, જેમાં મહિલા લિફ્ટમાં ઉતરીને બાળકને ડસ્ટબિનમાં ફેંકતી જોઈ શકાય છે. રાત્રે લગભગ 8.47 વાગ્યે લિફ્ટ બંધ થઈ ત્યારે મહિલા તેના બાળક સાથે બહાર દોડી ગઈ. પછી તે તેના બાળકને લિફ્ટની લોબીના ડસ્ટબિનમાં ફેંકી દે છે અને તેના પર ટિશ્યુ પેપર મૂકે છે. આ પછી તે તેના જૂતા પરના લોહીના નિશાન સાફ કરે છે અને જતી રહે છે. રહેણાંક મકાનમાં રહેતા કેટલાક લોકોએ બાળકને કચરાપેટીમાં પડેલો જોયો, ત્યારબાદ તેઓએ તેને સુરક્ષિત રીતે બચાવ્યો અને તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા. બાળકીની હાલત હાલ સ્થિર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની માતા બાળકને હોસ્પિટલમાંથી લઈ ગઈ હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને મહિલા પાસેથી જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે આવું શા માટે કર્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ