ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાસી સમોસા આરોગતા પરિવાર ફૂડ પોઈઝનિંગની ઝપેટમાં, માતાનું મોત, દીકરો-દીકરી સારવાર હેઠળ

વલસાડ / વાસી સમોસા આરોગતા પરિવાર ફૂડ પોઈઝનિંગની ઝપેટમાં, માતાનું મોત, દીકરો-દીકરી સારવાર હેઠળ

Last Updated: 10:15 AM, 18 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડનાં અબ્રામા વિસ્તારમાં ફ્રૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી હતી. પરિવારે સમોસા ખાધા બાદ ફ્રૂડ પોઈઝનિંગ થયું હતું. સારવાર દરમ્યાન એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે પરિવારનાં બે સભ્યો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ADVERTISEMENT

વલસાડનાં અબ્રામા વિસ્તારમં શ્રમિક પરિવારે ગઈકાલે વાસી સમોસા ખાધા બાદ ફ્રૂડ પોઈઝનિંગ થયું હતું. જે બાદ પરિવારનાં સભ્યોની તબીયત લથડતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન માતાનું મોત નિપજ્યું હતું. જ્યારે મહિલાના દીકરા અને દીકરી સારવાર હેઠળ છે.

પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

સમોસા ખાધા બાદ પરિવારનાં ત્રણેય સભ્યોનો ઉલટી થઈ હતી. ઉલટી બંધ થવા માટે રિવાઈટેન નામની દવા શ્રમિક પરિવારનાં ત્રણ સભ્યોએ ખાધી હતી. જે બાદ પણ તેઓની તબીયતમાં કોઈ સુધારો ન થતા પરિવારનાં ત્રણેય સભ્યોને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન 35 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસે પરિવારજનોનાં નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોત

સતવીરકોર ગિરુદીપસિંહ ભટ્ટી (ઉં.વ.35)

સારવાર હેઠળ

અસ્મિતકોર ભટ્ટી (ઉં.વ.14)

રબજીતસિંહ ભટ્ટી (ઉં.વ.13)

108 મારફતે સારવાર અર્થે ખસેડાયા

વલસાડનાં અબ્રામા વિસ્તારમાં રહેતા પંજાબી પરિવાર દ્વારા વાસી સમોસા ખાધા બાદ તેઓની તબીયત લથડી હતી. જે બાદ તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિવારનાં સભ્યોની પૂછપરછ કરતા જેઓએ જણાવ્યું હતું કે, ગઈકાલ રાતે સમોસા ખાધા બાદ છાતીમાં દુઃખાવો થવા લાગ્યો હતો. જે બાદ મહિલા તેમજ તેના બે બાળકો દ્વારા રિવાઈટેન નામની ગોળી ખાધી હતી. જે બાદ પરિવારજનોને 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વધુ વાંચોઃ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી શરૂ, અમદાવાદમાં પ્રથમવાર નોંધાયું 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન, અહીં કોલ્ડવેવની આગાહી

મામલતદાર દ્વારા પરિવારજનોનું નિવેદન નોંધ્યું

મળતી માહિત મુજબ સારવાર દરમ્યાન 35 વર્ષીય મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. તેમજ મહિલાનાં બાળકો હજુ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સમગ્ર બાબતે હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વલસાડ મામલતદાર દ્વારા સિવિલ હોસ્પિટલ પહોંચી પરિવારજનોનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

food poisoning Valsad News , mother death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ