બ્રેકિંગ ન્યુઝ
આજકાલ લોકો રીલ્સ બનાવવાના ચક્કર અને સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે કઈ પણ કરતા હોય છે, ક્યારેક રસ્તા વચ્ચે ઉભા રહીને ડાન્સ કરવા લાગે છે, તો ક્યારેક ટ્રેનમાં તો ક્યારેક ટ્રેનના પાટા પર ઉભા રહીને રીલ્સ બનાવતા હોય છે. ક્યારેક વાયરલ થવાના ચક્કરમાં જીવ જોખમમાં મૂકી દે છે તો ક્યારેક લાખોનું નુકસાન કરી દે છે. ત્યારે તાજેતરમાં એક છોકરીએ પણ આવું જ કર્યું છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર શેર કરવામાં આવેલ વીડિયોમાં એક TikTok યુઝર જાહેરમાં રીલ બનાવવા માટે ત્યાં પાર્ક કરેલી લેમ્બોર્ગિનીની છત પર ડાન્સ કરવા તૈયાર છે. તે કારની સામેથી દોડીને આવે છે અને વિન્ડશિલ્ડ પર પગ મૂકીને કારની છત પર ચઢી જાય છે. તેના પર પગ મૂકતા જ વિન્ડશિલ્ડ તૂટી જાય છે, પરંતુ છોકરી તેને અવગણીને તેનો ડાન્સ કરે છે.
MC dances on top of car and breaks the windshield 🤦♂️
byu/EthanthegamerGD inImTheMainCharacter
ADVERTISEMENT
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- 'લોકો માત્ર વ્યૂ અને લાઈક્સ મેળવવા માટે આવું કેમ કરે છે?' વીડિયોની ચોક્કસ તારીખ અને સ્થળ વિશે જાણકારી નથી. અગાઉ પણ આ TikTok યુઝર @snowbunnyjelly તરીકે ઓળખાતી મહિલાએ કાર પર કાદવ ફેંકતા, તેની છત પર કૂદકો મારતા અને તેમના પર ચામાચીડિયા ફેંકતા અનેક વીડિયો શૂટ કર્યા છે.
ADVERTISEMENT
વીડિયોની કોમેન્ટમાં એક યૂઝરે લખ્યું- આટલી મોંઘી લક્ઝરી કારનો સત્યાનાશ કરી દીધો અને નિશ્ચિંત થઈને ડાન્સ કરી રહી છે. ઘણા લોકોએ આટલી સરળતાથી કાચ તૂટવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે કદાચ આ સંપૂર્ણપણે સ્ક્રિપ્ટેડ છે.
વધુ વાંચો: જવાનના ડાયરેક્ટરનો ડાન્સ જોઈ રણવીર સિંહનો પરસેવો છૂટી ગયો, Video જોઈ ફેન્સ પણ ચોંકી ઉઠ્યા
ADVERTISEMENT
એક યુઝરે લખ્યું- છોકરીએ એટલી મોંઘી કારની વિન્ડશિલ્ડ એવી રીતે તોડી દીધી છે કે જાણે કંઈ થયું જ ન હોય. એક યુઝરે લખ્યું - આટલી મોટી ગરબડ કર્યા પછી કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ રેકોર્ડિંગ બંધ કરી દેશે અને નુકસાનની ભરપાઈ કરશે. આ તો વિચિત્ર છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.