બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ranveer Singh and Atlee Kumar groove to bollywood songs at Aishwarya shankar wedding

મનોરંજન / જવાનના ડાયરેક્ટરનો ડાન્સ જોઈ રણવીર સિંહનો પરસેવો છૂટી ગયો, Video જોઈ ફેન્સ પણ ચોંકી ઉઠ્યા

Vidhata

Last Updated: 10:19 AM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસ શંકરની પુત્રીનાં લગ્નમાં રણવીર સિંહ અને એટલી બોલિવૂડના ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રણવીર સિંહ એટલીને ડાન્સ કરતા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

પ્રખ્યાત ડિરેક્ટર એસ શંકરની પુત્રી ઐશ્વર્યાના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઐશ્વર્યા શંકર-તરુણ કાર્તિકેયનના લગ્નથી એટલી કુમાર અને રણવીર સિંહનો એક ધમાકેદાર ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રણવીર સિંહ અને 'જવાન'ના ડિરેક્ટર એટલી કુમારનો જબરદસ્ત અને ચોંકાવનારો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બોલિવૂડ એક્ટર રણવીર એવા કલાકારોમાંથી એક છે જે હંમેશા ડાન્સ કરવા માટે તૈયાર હોય છે, પછી તે ફિલ્મમાં હોય કે રિયલ લાઈફમાં. ત્યારે ડિરેક્ટર એસ. શંકરની દીકરી ઐશ્વર્યાના લગ્નમાં રણવીરે એટલી સાથે મળીને ધમાલ મચાવી દીધી. 

એટલી કુમાર અને રણવીર સિંહે કર્યો ધમાકેદાર ડાન્સ

પ્રખ્યાત નિર્દેશક એસ. શંકરની પુત્રીના લગ્નમાં, રણવીર સિંહ અને એટલીએ ડાન્સ ફ્લોર પર ધૂમ મચાવી દીધી હતી અને ઘણા હિટ ગીતો પર ડાન્સ કરીને મહેમાનોના દિલ જીતી લીધા હતા. રણવીર સિંહ અને એટલીએ 'અપ્પડી પોડુ', 'તત્તડ તત્તડ' અને 'લુંગી ડાન્સ' જેવા ગીતો પર ધમાકેદાર ડાન્સ કર્યો છે. જયારે 'જવાન'ના ડાયરેક્ટર એટલી કુમારે આ પાર્ટીમાં ધૂમ મચાવીને ખૂબ જ વાહવાહી મેળવી. આનો પુરાવો આ વાયરલ વીડિયો છે જેમાં 'સિંઘમ' એક્ટર રણવીર સિંહ એટલીનો ડાન્સ જોઈને અટકી જાય છે અને તેને આશ્ચર્યથી જોવા લાગે છે.

એટલી સામે ફિક્કો પડ્યો રણવીર સિંહનો ચાર્મ 

એસ શંકરની પુત્રી ઐશ્વર્યાના લગ્ન માટે રજનીકાંત, કમલ હાસન, સૂર્યા, વિક્રમ અને નયનથારા સહિત ઘણા મોટા સ્ટાર્સ ચેન્નઈ પહોંચ્યા હતા. લગ્નમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પણ હાજર રહ્યા હતા. તેમણે શંકરને તેમની પુત્રીના લગ્ન માટે શુભેચ્છા પાઠવી હતી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં આમિર ખાન બાદ રણવીર સિંહનો એક ફેક વીડિયો સામે આવ્યો છે. આ સિવાય રણવીર સિંહ અને કૃતિ સેનન વારાણસીના નમો ઘાટ પર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કરતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો: રિલીઝ પહેલા જ Pushpa 2ના કલેક્શને ઈન્ડસ્ટ્રી ધ્રુજાવી નાખી, 500 કરોડ કમાઈ લીધા

રણવીર સિંહની આગામી ફિલ્મ

'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની સફળતા પછી, રણવીર સિંહ આ દિવસોમાં તેના આગામી પ્રોજેક્ટ 'ડોન 3' માટે ચર્ચામાં છે જેનું નિર્દેશન ફરહાન અખ્તર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફરહાન અખ્તરે 'ડોન 3: ધ ફાઈનલ ચેપ્ટર'ના ટીઝરમાં રણવીર સિંહને નવા ડોન તરીકે રજૂ કર્યો હતો. રણવીર સિંહ 'સિંઘમ 3'માં પણ જોવા મળવાનો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Aishwarya Shankar Wedding Atlee Kumar Bollywood Entertainment Ranveer singh entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ