બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / અજબ ગજબ / વિશ્વ / Without going to the office, sitting at home, whatever you want to do, you will get huge money! Learn how

OMG / ઑફિસ ગયા વગર, ઘરમાં બેઠા જે કરવું હોય કરો તોય મળશે જોરદાર પૈસા! જાણો કઈ રીતે

MayurN

Last Updated: 03:15 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પાઈડલાઈફ એક રિયલ ટાઈમ રિયાલિટી પ્લેટફોર્મ છે, જેમાં વ્યક્તિ પોતાનું જીવન દુનિયાને લાઈવ બતાવે છે.જેમાં લોકો બીજાની પર્સનલ લાઈફ નજીકથી જાણી શકે છે.

  • તમારું જીવન પણ બિગ બોસ જેવુ બની શકે છે 
  • ઈટાલિયન પ્લેટફોર્મ સ્પાઈડલાઈફ એ ડેવલોપ કરી એક એપ 
  • આ એપથી લોકોને બીજાના જીવનની ઘટનાઓ નજીકથી જોવા મળશે 


કામ ફક્ત 24X7 લાઈવ રહેવાનું  
કલ્પના કરો કે તમારે ઓફિસ કે કામ પર જવાની જરૂર નથી, ઘરે બેસી રહેવાનું, મિત્રો સાથે વાતો કરો ગપ્પાં મારો કે મોજ કરો પણ તમને પૈસા મળતા જ રહે છે. તમે આખો દિવસ જે પણ કરો તે ફક્ત લાઇવ સ્ટ્રીમ કરવાનું. ના ખબર પડી, અરે તમે બિગ બોસ અને લોક અપ જેવા શો જોયા હશે. તેમને જોઈને તમારા મનમાં એક વાર તો વિચાર આવ્યો જ હશે કે કાશ મારી લાઈફ પણ આવા રિયાલિટી શો જેવી બને અને બદલામાં પૈસા મળે તો કેટલી મજા પડી જાય. આ એક સપના જેવું લાગે પરંતુ તે હવે વાસ્તવિક છે. એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મે એક સુવિધા શરૂ કરી છે જ્યાં તમે તમારા જીવનને 24X7 લાઈવ સ્ટ્રીમ કરી શકો છો અને તેમાંથી પૈસા કમાઈ શકો છો. 


તમારું અંગત જીવન વેબકેમ વડે લાઈવ શૉ થશે
ઓડિટી સેન્ટ્રલ વેબસાઈટમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, આ પ્લેટફોર્મ ઈટાલિયન પ્લેટફોર્મ સ્પાઈડલાઈફ દ્વારા આ સુવિધા આપવામાં આવી રહી છે. પ્લેટફોર્મ તમને તમારા ઘરે વેબકેમની મદદથી અઠવાડિયાના સાતેય દિવસ અજાણ્યા લોકો સામે તમારા અંગત જીવનને લાઇવસ્ટ્રીમ કરવા મંજૂરી માંગશે. એટલે કે આ પ્લેટફોર્મની મદદથી તમારું જીવન પણ બિગ બોસ જેવું બની શકે છે. 

ચેટ રૂમ પર દર્શકોને મળી શકો છો.  
એટલું જ નહીં, સ્પાઈડલાઈફ સ્ટ્રીમર્સ માટે ચેટ રૂમ પણ પ્રદાન કરાવ્યો છે જેની મદદથી તમે તમારા દર્શકોના સંપર્કમાં રહી શકો છો અને તમારી ચેનલની લોકપ્રિયતા પણ જાણી શકો છો. અને અહીં સૌથી સારી વાત એ છે કે આ પ્લેટફોર્મ સ્ટ્રીમર્સને પૈસા પણ આપે છે. 

દર મહિને 1 કરોડ યુઝર્સ 
તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્લેટફોર્મના દર્શકોની સંખ્યા દર મહિને 1 કરોડ છે. મારિયો સેકો સ્પાઈડલાઈફના કાસ્ટિંગ ડિરેક્ટર છે. તેણે ઓડિટી સેન્ટ્રલને કહ્યું કે આ પ્લેટફોર્મે દુનિયાભરના લોકોને આકર્ષ્યા છે. તેમણે કહ્યું કે સ્પાઈડલાઈફ એવું પ્રથમ પ્લેટફોર્મ છે જે વ્યક્તિની અગંત પળો સિવાયનું બધુ જ જીવન દર્શાવી નવા રિવાજો અને સંસ્કૃતિઓને સમજવાની તક પૂરી પાડે છે. 

ઇટાલીના લોકોમાં પોપ્યુલર હવે બહારના લોકો પણ જોડાશે 
આ પ્લેટફોર્મ પર કેટલાક એવા સભ્યો છે જેઓ બાર અથવા ક્લબના માલિક છે. દેખીતી રીતે, આવા લોકો માટે તેમની કંપની અથવા ઉત્પાદનને મફતમાં પ્રમોટ કરવાની આ એક સરસ રીત છે. જો કે તેના મોટાભાગના દર્શકો સામાન્ય લોકો છે જેઓ તેમના કંટાળાજનક જીવનમાં થોડી મજા માણવા અથવા પૈસા કમાવવા માટે લાઇવ સ્ટ્રીમનો વિચાર અપનાવે છે. સ્પાઈડલાઈફના મોટાભાગના સભ્યો ઈટાલીના છે. કારણ કે આ પ્લેટફોર્મ ઇટાલીનું છે અને હવે આમાં ઈટલીની બહારથી પણ ઘણા લોકો જોડાઈ રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ