બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / With the help of two daughters, removed the husband's waste, buried the pack in plastic; Then you will be shocked to know the train accident conspiracy

સુરત / બે દીકરીઓની મદદથી પતિનું કાસળ કાઢી નાંખ્યું, પ્લાસ્ટિકમાં પેક કરી દાટી દીધો; પછી રેલ દુર્ઘટનાનું એવું કાવતરું રચ્યું કે જાણીને ચોંકી જશો

Vishal Khamar

Last Updated: 03:57 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે પત્નીએ બે દીકરીઓની મદદથી પોતાના જ પતિને ઉતારી દીધો મોતને ઘાટ અને નજીકની ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકના કોથળામાં બાંધી ફેંકી દીધો અને બાદમાં ઓરિસ્સા રેલવે અકસ્માતમાં પતિનું મોત થયું હોવાનું ષડયંત્ર રચ્યું.

  • માંગરોળનાં પીપોદરા ગામે પત્નિએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો
  • બે દિકરીઓની મદદથી પતિને મોતને ઘાટ ઉતાર્યો
  • ઓરિસ્સા રેલવે અકસ્માતમાં પતિનું મોત થયું હોવાનું રચ્યું ષડયંત્ર

 સુરત જિલ્લામાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને હત્યાના બનાવો હવે સામાન્ય થઈ ગયા છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ઉમંગ રેસીડેન્સીમાં રહેતા 50 વર્ષીય નરેશ તુષ્ટિ નાયકને તેઓની પત્નીએ પોતાની બે દીકરીઓની મદદ લઈને જ મોતને ઘાટ ઉતારી દીધો,અને પ્લાસ્ટિકના કોથળામાં ભરી દોરડીથી મૃતદેહ બાંધી ઘર નજીક રહેલ ખુલ્લી જગ્યામાં ઊંડો ખાડો ખોદી ડાટી દીધો અને બાદમાં વતન ઓરિસ્સામાં રહેતા સાસરિયાઓને અને બાજુમાં રહેતા પાડોશિયોને ગુમરાહ કરી બન્ને દીકરીઓને લઈને હત્યારી પત્ની ભાગી ગઈ.

હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો
હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવા પત્નીએ શેતાની દિમાગ વાપર્યું હતું. તેઓએ પાડોશીને જણાવ્યું હતું કે અમને વતનમાં જવાની ટીકીટ કરાવી આપો મારા સસરાનું મોત થઈ ગયું છે. પતિ નરેશ વહેલી સવારે ઓરિસ્સા જવા નીકળી ગયા છે. અમારે પણ જવું પડશે અને બાદમાં ઓરિસ્સા જઈને સાસરિયાઓને હત્યારી પત્નીએ જણાવ્યું કે તાજેતરમાં થયેલ ઓરિસ્સા રેલવે દુર્ઘટનામાં તેમના પતિ નરેશનું મોત નિપજ્યું છે તેવું જણાવ્યું.

લાશ મળી આવી તે જગ્યા

નરેશનો મૃતદેહ મળતા સમગ્ર વિગત પ્રકાશમાં આવી
પીપોદરા ગામે ઉમંગ રેસીડેન્સી પાસેની ખુલ્લી જગ્યામાં માથું ફાડી નાખી તેવી દુર્ગંધ આવતા સ્થાનિકોએ તપાસ કરતા એક મૃતદેહ મળી આવ્યો સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને તપાસ હાથ ધરતા આ મૃતદેહ નરેશનો હોવાનું જાણવા મળ્યું અને પોલીસે આજુબાજુના રહીશોના નિવેદનો લેતા હત્યારી પત્ની અને તેઓની બે દીકરીઓનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસ તેઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

બી.કે વનાર (સુરત ગ્રામ્ય ડી.વાય.એસ.પી.)

મર્ડર કર્યા બાદ મરણ જનારની પત્નિ તેમજ બે દિકરીઓ ભાગી ગયેલ છેઃ બી.કે વનાર
આ બાબતે સુરત ગ્રામ્ય ડી.વાય.એસ.પી. બી.કે.વનારે જણાવ્યું હતું કે મરણ જનારને તેની પત્નિ સવિતાબેન, સોનિયા તેમજ પીંકલ  દ્વારા કોઈ બોથડ પદાર્થ અથવા ગળું દબાવીને મર્ડર કરવામાં આવેલું છે.  અને મર્ડર કર્યા બાદ ઓરિસ્સા પોતાનાં વતનમાં નાસી ગયેલ છે. અને સવિતાબેને તેમનાં પતિની ડેડ બોડી કોથળામાં પેક કરી ઉમંગ રેસીડન્સીની કંપાઉન્ડ વોલ પાછળ ખાડો કરીને દાટવામાં આવ્યું હતું. નરેશભાઈની ડેડ બોડી મળી આવતા તેની ઓળખવિધિ કરવામાં આવ્યા બાદ નરેશ તૃષ્યિ નાયકનું તેનાં પરિવાર દ્વારા મર્ડર કરવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ