બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / With the canal in 5 villages of Panchmahal in dilapidated condition, the farmers made this demand

બેદરકારી / લાખોનો ખર્ચ છતાં પંચમહાલના 5 ગામની કેનાલ શોભાના ગાંઠિયા સમાન, ખેડૂતો સ્થળાંતર કરવા મજબૂરz

Malay

Last Updated: 11:21 AM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલના ઘોધંબા તાલુકામાં 20 વર્ષ પહેલાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને બનાવવામાં આવેલી કેનાલ શોભાના ગાંઠિયા સમાન બની છે. ત્યારે સ્થાનિક ખેડૂતોએ તાત્કાલિક કેનાલમાં પાણી આપવાની માંગ કરી છે.

 

  • ધોધંબામાં બનાવેલી કેનાલ બની શોભાના ગાંઠિયા
  • કેનાલમાં 20 વર્ષથી નથી અપાયું પાણી
  • લાખોનો ખર્ચ અને પરિણામ શૂન્ય

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગોયાસુંડલ, કાંટાવેડા, ભોજપુરા સહિતના પાંચ ગામમાં સિંચાઈની સુવિધા માટે બનાવવામાં આવેલી કેનાલ આજે શોભાના ગાંઠિયા સમાન બની છે. તરવારીયા ડેમમાં પાણી, ખેતરમાં કેનાલ અને ખેડૂતો પાસે પોતાની જમીન હોવા છતાં અહીં સિંચાઈ માટે પાણી નહીં મળતા સ્થાનિકોને મજબુર વશ થઈ રોજગારી માટે સ્થળાંતર કરવું પડે છે. 

20 વર્ષથી નથી આવ્યું પાણીનું ટીપું
અહીંના ત્રણ ગામના ખેડૂતોના દાવા મુજબ, કેનાલ નિર્માણ બાદ માંડ બે કે ત્રણ વર્ષ પ્રારંભિક તબક્કામાં કેનાલમાં પાણી આવ્યું હતું. જે બાદ આજે 20 વર્ષ થયાં પાણીનું ટીપું કેનાલમાં આવ્યું નથી અને જાળવણીના અભાવે કેનાલ તદ્દન જર્જરિત બની ગઈ છે. જેથી સરકારના સંલગ્ન વિભાગના જવાબદારો કેનાલની યોગ્ય મરામત કરી અથવા નવીનીકરણ કરી સિંચાઈ સુવિધા પૂરી પાડે તો ઘર આંગણે સ્થાનિકો ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી શકે એમ છે.

કેનાલ બનતા હરખાઈ ગયા હતા ખેડૂતો
ઘોઘંબા તાલુકાના તરવારીયા ખાતે આવેલા ડેમમાંથી ગોયાસુંડલ, કાંટાવેડા, ગુણેશિયા અને ભોજપુરા મળી કુલ પાંચ ગામમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવા સરકાર દ્વારા એક યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ યોજના થકી ખેતરમાં સિંચાઈ માટે પાણી મળવાની આશાથી ખેડૂતો હરખાઈ ગયા હતા. માત્ર ચોમાસાની ખેતી આધારિત જીવન નિર્વાહ ચલાવતાં ખેડૂતોએ શિયાળા અને ઉનાળામાં પણ ખેતી થઈ શકશે એવા ભાવ સાથે હોંશે હોશે પોતાની મહામૂલી જમીનમાંથી કેનાલ બનાવવા જમીન પણ આપી દીધી હતી.

ઠેર-ઠેર કેનાલમાં જાળી-ઝાંખરા ઉગ્યા

સિંચાઈ માટે પાણી મળતા ખુશ થઈ ગયા હતા ખેડૂતો
અંદાજીત 20 વર્ષ અગાઉ સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી અંદાજિત 400 હેક્ટર જમીનને સિંચાઈ પાણી ખેતરોમાં પાણી પહોંચાડવા માટે અંદાજીત આઠ કિલોમીટર લાંબી કેનાલ બનાવવામાં આવી હતી. પ્રારંભિક તબક્કામાં આ કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ પાણી મળતાં જ ખુશ થઈ ગયા હતા. પરંતુ ખેડૂતોની આ ખુશી માંડ બે કે ત્રણ વર્ષ બાદ જાણે દિવા સ્વપ્ન સમી સાબિત થઈ અને આજદિન સુધી એજ સ્થિતિમાં રહી છે.

કેનાલ તદ્દન જર્જરિત હાલતમાં
સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ, '20 વર્ષમાં માંડ એક કે બે વાર કેનાલમાં પાણી આવ્યું છે, જે બાદ કેનાલમાં આજદિન સુધી પાણી આવ્યું નથી. તરવારીયા ડેમ આધારિત સિંચાઈ કેનાલ હાલ તદ્દન જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે.' 

સ્થાનિક ખેડૂત

જર્જરિત કેનાલનું યોગ્ય સમારકામ કરાવવાની માંગ
ખેડૂતોની માંગ છે કે, અહીં કોતરમાં બંને કુવાનું જોડાણ ઓવરહેડ બનાવવામાં આવે અને જર્જરિત કેનાલનું યોગ્ય સમારકામ કરવામાં આવે. જોકે, આ સિંચાઈ યોજના મારફતે છેવાડાના ખેડૂતો સુધી પાણી મળી રહે એ માટે સરકાર દ્વારા કેનાલ નવીનીકરણ સહિતની કામગીરી બાબતે સરવે કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્યારે હવે જોવું રહ્યું કે સરકારના લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ હાલ તળાવે ઉભા હોવા છતાં તરસ્યા જેવી દયનિય સ્થિતિમાં જીવન વ્યતીત કરી રહેલા ખેડૂતોને ક્યારે સિંચાઈ પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.

સળગતા સવાલો 
- ધોધંબામાં બનેલી કેનાલમાં પાણી કેમ નથી આપવામાં આવતું?
- પાણી જ નહીં આપવામાં આવે તો ખેડૂતો ખેતી કેવી રીતે કરશે?
- ખેડૂતો માટે જ કેનાલ બની તો કેનાલમાં પાણી કેમ નથી છોડાતું?
- શું માત્ર કામગીરી કરવા માટે જ કેનાલ બનાવવામાં આવી હતી?
- જનપ્રતિનિધિઓને ખેડૂતોની સમસ્યા દેખાતી કેમ નથી?
- જનપ્રતિનિધિઓ કેનાલમાં પાણી અપાવવાની કામગીરી કેમ નથી કરતા?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ