william shakespeare The world's first person to receive the corona vaccine has died.
Corona Vaccine /
દુનિયામાં સૌથી પહેલી કોરોના વેક્સિન લેનાર વ્યક્તિનું નિધન, જાણો મોતનું કારણ શું હતું?
Team VTV02:44 PM, 26 May 21
| Updated: 03:56 PM, 26 May 21
વિલિયમ શેક્સપિયરે ડિસેમ્બર, 2020માં કોન્વેટ્રી હોસ્પિટલમાં કોરોનાની પહેલી વેક્સિન લીધી હતી. તે દુનિયામાં વેક્સિન લેનાર સૌથી પહેલા પુરુષ હતા.
દુનિયામાં સૌથી પહેલા કોરોના વેક્સિન લેનાર પુરુષનું મોત
વિલિયમ શેક્સપિયરે ડિસેમ્બર, 2020માં લીધી હતી વેક્સિન
81 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
દુનિયામાં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લેનાર વિલિયમ સેક્સપિયરનું મોત થઈ ગયું છે. 81 વર્ષના વિલિયમ શેક્સપિયર ઉર્ફે બિલ શેક્સપિયરે મંગળવારે અંતિમ શ્વાસ લીધા. પરિવારે જણાવ્યા અનુસાર શેક્સપિયરનું મોત કોઈ આડઅસરના કારણે નથી થયું.
2020માં શેક્સપિયરે લીધી હતી કોરોના વેક્સિન
81 વર્ષના શેક્સપિયરે ડિસેમ્બર, 2020માં કોન્વેટ્રી હોસ્પિટલમાં કોરોનાની પહેલી વેક્સિન લીધી હતી. તે દુનિયામાં વેક્સિન લેનાર સૌથી પહેલા પુરુષ હતા. તેની અમુક મિનિટો પહેલા જ 91 વર્ષના માર્ગરેટ કીનને ડોઝ લીધો હતો.
એક રિપોર્ટ અનુસાર શેક્સપિયરના નજીકના લોકોએ અપીલ કરી છે કે તેમને સાચી શ્રદ્ધાંજલી એજ હશે કે તમે કોવિડની વેક્સિન લગાવો. બિલ શેક્સપિયરે સતત ત્રણ દશક સુધી સમાજસેવા કરી હતી.
વેક્સિન લીધા બાદ આખી દુનિયાને કરી આ અપીલ
તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં દુનિયામાં કોવિડે દસ્તક આપી હતી. તેના એક વર્ષ બાદ એટલે કે પાછલા વર્ષે ડિસેમ્બરમાં 2020માં વેક્સિન ઉપલબ્ધ થઈ ગઈ હતી. સૌથી પહેલા Pfizer-BioNTechની વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા હતા. વેક્સિન લગાવ્યા બાદ તેમણે આખી દુનિયાને વેક્સિન લેવાની અપીલ કરી હતી. ખાસ વાત એ છે કે તેમનું નામ ઈતિહાસ દાખલ થઈ ગયુ અને વેક્સિનની ચર્ચા અલગ-અલગ જગ્યાઓ પર થવા લાગી.
મહત્વનું છે કે હવે દુનિયામાં ઘણા પ્રકારની વેક્સિન આવી છે. અમેરિકામાં તો 50 ટકા વસ્તીને વેક્સિન લગાવી લેવામાં પણ આવ્યા છે. જ્યારે યુકેમાં પણ આબાદીના એક મોટા ભાગને વેક્સિન લગાવી લેવામાં આવી છે. જો ભારતની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી 20 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. પરંતુ જનસંખ્યાના હિસાબથી તે ખૂબ ઓછું છે.