બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Will there be a settlement in the controversy of insulting Hanumanji? What is the guarantee that another Harshad Gadhvi will not come out?

મહામંથન / હનુમાનજીના અપમાનના વિવાદમાં સમાધાન થશે કે કેમ? બીજા હર્ષદ ગઢવી બહાર નહીં આવે તેની શું ખાતરી?

Vishal Khamar

Last Updated: 08:32 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર મંદિરમાં ભગવાન હનુમાનજીનાં ભીંત ચિત્રોનો વિવાદ દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે હવે આવતીકાલે અમદાવાદ ખાતે સાધુ-સંતોની બેઠક મળનાર છે. જેમાં આ વિવાદનો શાંતિપૂર્ણ માહોલમાં ઉકેલ આવે તે નિર્ણય પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજીના અપમાનનો વિવાદ હજુ શમ્યો નથી. અત્યારે જે ચિત્રો નજર સામે આવી રહ્યા છે તે જોતા આ વિવાદ શમે એવા અણસાર મહદઅંશે ઓછા છે. આપણે સામાન્ય વ્યક્તિ પાસે પણ સમજદારીની અપેક્ષા રાખતા હોઈએ છીએ ત્યારે આ તો બંને પક્ષે સંતો જ છે એટલે સમજદારીની અપેક્ષા વધી જાય. જો કે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી હજુ સુધી સમાધાનની પહેલ થઈ હોય તેવા કોઈ અણસાર નથી ત્યારે અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં સંતોની બેઠક વિવાદના ઉકેલ માટે મળવાની છે.  

  • હનુમાનજીના અપમાનનો વિવાદ શમ્યો નથી
  • સમાધાનને બદલે દિવસે દિવસે વિવાદ વકરે છે
  • હિંદુ ધર્મના અપમાનના દરરોજ નવા દ્રશ્યો સામે આવે છે
  • સાળંગપુર ધામમાં ફરી નવો વિવાદ સામે આવ્યો
  • સાળંગપુર ધામના ભીંતચિત્રને કાળો કલર કરવામાં આવ્યો

બીજી તરફ સાળંગપુર ધામમાં જે ભીંતચિત્ર વિવાદમાં હતું તે જ ભીંતચિત્રને કાળો કલર કરીને અને કુહાડીના પ્રહાર કરીને હર્ષદ ગઢવી નામનો વ્યક્તિ વિવાદમાં આવ્યો જેની અટકાયત પણ કરી લેવામાં આવી. હાલ તો આ એક વ્યક્તિનો રોષ બહાર આવ્યો છે ત્યારે આગામી સમયમાં વધુ ને વધુ વ્યક્તિઓનો રોષ નહીં ભડકે તેની ખાતરી શું?. વિવાદના સમાધાનને બદલે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી પણ ભડકાઉ પ્રકારના જ નિવેદન કેમ આવી રહ્યા છે. હિંદુ ધર્મના સંતોએ પણ ચીમકી ઉચ્ચારી છે કે શસ્ત્ર અને શાસ્ત્ર બંને રીતે અમે સમાધાન શોધીશું. ત્યારે પાયાનો પ્રશ્ન એટલો જ છે કે હનુમાનજીના અપમાનના વિવાદમાં સમાધાન થશે કે કેમ અને થશે તો ક્યારે થશે.

  • જેને કાળો કલર કરવામાં આવ્યો તે જ ભીંતચિત્ર વિવાદમાં છે
  • વિવાદ વધતો જોઈને કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિને કોર્ડન કરી દેવાઈ
  • સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે ખટરાગ વધે છે
  • વધતા વિવાદના સમાધાનમાં કોઈને રસ ન હોય તેવું ચિત્ર ઉપસે છે

હનુમાનજીના અપમાનનો વિવાદ શમ્યો નથી. સમાધાનને બદલે દિવસે દિવસે વિવાદ વકરે છે. હિંદુ ધર્મના અપમાનના દરરોજ નવા દ્રશ્યો સામે આવે છે. સાળંગપુર ધામમાં ફરી નવો વિવાદ સામે આવ્યો. સાળંગપુર ધામના ભીંતચિત્રને કાળો કલર કરવામાં આવ્યો. જેને કાળો કલર કરવામાં આવ્યો તે જ ભીંતચિત્ર વિવાદમાં છે. વિવાદ વધતો જોઈને કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિને કોર્ડન કરી દેવાઈ.  સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે ખટરાગ વધે છે. વધતા વિવાદના સમાધાનમાં કોઈને રસ ન હોય તેવું ચિત્ર ઉપસે છે. 

  • કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિનું ભીંતચિત્ર વિવાદમાં હતું
  • ભીંતચિત્રમાં હનુમાનજી સહજાનંદ સ્વામી સમક્ષ નમસ્કાર મુદ્રામાં ઉભા હતા
  • આ જ ભીંતચિત્રને લઈને હિંદુ ધર્મના સંતો-મહંતોમાં રોષ હતો
  • ઢસાના વતની હર્ષદ ગઢવીએ વિવાદીત ભીંતચિત્રને કાળો કલર કર્યો

સાળંગપુર મંદિર પરિસરમાં શું થયું?
કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિનું ભીંતચિત્ર વિવાદમાં હતું. ભીંતચિત્રમાં હનુમાનજી સહજાનંદ સ્વામી સમક્ષ નમસ્કાર મુદ્રામાં ઉભા હતા. આ જ ભીંતચિત્રને લઈને હિંદુ ધર્મના સંતો-મહંતોમાં રોષ હતો. ઢસાના વતની હર્ષદ ગઢવીએ વિવાદીત ભીંતચિત્રને કાળો કલર કર્યો. ભીંતચિત્ર ઉપર પ્રહાર પણ કરવામાં આવ્યો. પરિસ્થિતિ જોઈને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તત્કાલિન સમય પૂરતો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવાયો હતો. હર્ષદ ગઢવીની અટકાયત કરી લેવામાં આવી હતી. 

  • ભીંતચિત્ર ઉપર પ્રહાર પણ કરવામાં આવ્યો
  • પરિસ્થિતિ જોઈને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો
  • તત્કાલિન સમય પૂરતો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવાયો હતો
  • હર્ષદ ગઢવીની અટકાયત કરી લેવામાં આવી

દાદાના અપમાન પર નેતાઓ શું બોલ્યા?

બાળકૃષ્ણ શુક્લ, દંડક, વિધાનસભા

  • હનુમાનજી માટે કોઈ વિવાદ ન હોવો જોઈએ
  • હનુમાનજી સૌના આરાધ્ય દેવ છે

કુંવરજી બાવળિયા, કેબિનેટ મંત્રી

  • કોઈની લાગણી દુભાય કે વિવાદ થાય તેવા ચિત્ર પોસ્ટ ન કરવા

રામ મોકરિયા, સાંસદ, રાજ્યસભા

  • વિવાદ વધે તે પહેલા વિવાદીત પ્રતિમા હટવી જોઈએ

 

  •  અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં સંતોની બેઠક મળશે
  • બેઠકમાં 150થી વધુ સાધુ-સંતો આવશે
  • વિવાદનું શાંતિપૂર્ણ નિરાકરણ આવે તે માટે પ્રયાસ

હવે સંતો શું કરશે?
અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં સંતોની બેઠક મળશે. બેઠકમાં 150થી વધુ સાધુ-સંતો આવશે. વિવાદનું શાંતિપૂર્ણ નિરાકરણ આવે તે માટે પ્રયાસ કરવામા  આવશે.  આવો વિવાદ ફરી ન થાય તે માટે ઠરાવ બહાર પાડવાની માંગ કરવામાં આવી છે. હનુમાનજી સહજાનંદ સ્વામીના ભક્ત બતાવ્યા તે દૂર કરવાની માંગ કરાઈ છે. 

વિવાદનું સમાધાન ક્યારે? 

સંતોએ શું કહ્યું? (સબ હેડર)

જ્યોર્તિનાથ મહારાજ, ધર્મગુરુ
આજે એક ભક્તે રોષ વ્યક્ત કર્યો, કાલે લાખો ભક્તો આવશે

ઋષી ભારતી બાપુ, મહામંડલેશ્વર
શસ્ત્ર અને શાસ્ત્ર બંને રીતે સમજાવતા આવડે છે

લહેરગીરી બાપુ, મહંત, ગૌધામ આશ્રમ
વારંવાર સનાતન ધર્મનું અપમાન બંધ કરો

ભીમદાસજી મહારાજ, મહંત, બોદાલ અગિયારમુખી હનુમાન મંદિર
હનુમાનજી ખુદ શિવ છે અને તેનું અપમાન નહીં ચાલે

આશુતોષગીરી બાપુ, મહંત, ભીમનાથ મહાદેવ મંદિર
યોગ્ય નિર્ણય નહીં થાય તો ચિત્રો કાઢતા આવડે છે

 

  • સ્વામિનારાયણ સંપ્રદાય અને હિંદુ ધર્મના સંતો વચ્ચે વિવાદ વધે છે
  • સ્વામિનારાયણ સંપ્રદાય પણ લાજવાને બદલે ગાજી રહ્યો છે
  • જેતલપુરના પી.પી.સ્વામીએ હનુમાનજીને ઘનશ્યામ મહારાજના સેવક ગણાવ્યા
  • આણંદના નૌતમ સ્વામીએ પણ હનુમાનજી અંગે વિવાદીત નિવેદન આપ્યું

વિવાદનું સમાધાન થશે?
સ્વામિનારાયણ સંપ્રદાય અને હિંદુ ધર્મના સંતો વચ્ચે વિવાદ વધે છે. સ્વામિનારાયણ સંપ્રદાય પણ લાજવાને બદલે ગાજી રહ્યો છે. જેતલપુરના પી.પી.સ્વામીએ હનુમાનજીને ઘનશ્યામ મહારાજના સેવક ગણાવ્યા. આણંદના નૌતમ સ્વામીએ પણ હનુમાનજી અંગે વિવાદીત નિવેદન આપ્યું. નૌતમ સ્વામીએ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાનની હનુમાનજીએ સેવા કરી છે. સાળંગપુરમાં ભીંતચિત્રને કલર કરનાર હર્ષદ ગઢવીના સમર્થનમાં પણ લોકો આવ્યા. બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંતે હર્ષદ ગઢવીના સમર્થનમાં અરજી આપી છે.  અન્ય સંતો પણ હર્ષદ ગઢવીના સમર્થનમાં આવ્યા છે.  વકરતા વિવાદની વચ્ચે સમાધાન થશે કે કેમ તે અગત્યનો સવાલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Decision Hanumanji wall paintings Salangpur temple dispute Vtv Exclusive monks-saints protest આવતીકાલે બેઠક મળશે સાળંગપુર મંદિર વિવાદ હનુમાનજીનાં ભીંત ચિત્રો Mahamanthan
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ