બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ રદ થશે? UAE ક્રિકેટ બોર્ડે આપ્યો જવાબ

સ્પોર્ટ્સ / એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ રદ થશે? UAE ક્રિકેટ બોર્ડે આપ્યો જવાબ

Last Updated: 08:56 PM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મહાન મેચ એશિયા કપ 2025 માં રમાશે કે નહીં તે અંગે UAE તરફથી એક મોટી અપડેટ આવી છે.

એશિયા કપ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 9 સપ્ટેમ્બરથી 8 દેશો વચ્ચે UAE ની ધરતી પર ટુર્નામેન્ટ શરૂ થવાની છે. ટીમ ઈન્ડિયા 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાનું અભિયાન શરૂ કરશે. બીજી તરફ, 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી મેચ રમાનારી છે. જોકે, વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં, ચાહકોને ડર છે કે એશિયા કપમાં પણ ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરી શકે છે.

આ મામલે અમીરાત ક્રિકેટ બોર્ડનું તાજેતરનું નિવેદન બહાર આવ્યું છે. ધ નેશનલ સાથે વાત કરતા, અમીરાત ક્રિકેટ બોર્ડના એક્ઝિક્યુટિવ ઓફિસર સુભાન અહેમદે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ-વોલ્ટેજ મેચ થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે એશિયા કપમાં ભાગ લેતા પહેલા, ટીમો તેમની સરકાર પાસેથી પરવાનગી લે છે. આ પછી જ શેડ્યૂલ જાહેર કરવામાં આવે છે

vtv app promotion

તો શું ભારત-પાકિસ્તાન મેચ રદ થશે ?

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ પછી ઘણા ભારતીય ચાહકો માને છે કે, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે ન રમવું જોઈએ. જોકે હવે અમીરાત ક્રિકેટ બોર્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસરનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિગતો મુજબ ઓફિસર સુભાન અહેમદે જણાવ્યું હતું કે, એશિયા કપમાં આ બંને ટીમો વચ્ચે મેચ રમાશે. સુભાનને કહ્યું, અમે કોઈ ગેરંટી આપી શકતા નથી, પરંતુ એશિયા કપની તુલના WCL જેવી ખાનગી ઇવેન્ટ સાથે કરવી યોગ્ય નથી. આ સાથે તેમણે કહ્યું કે, જ્યારે એશિયા કપ રમવાનો નિર્ણય લેવામાં આવે છે, ત્યારે સરકારની પરવાનગી અગાઉથી લેવામાં આવે છે. તેથી આશા છે કે, આપણે WCL જેવી પરિસ્થિતિમાં નહીં આવીએ.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાને ઝટકો! આ સ્ટાર ખેલાડી એશિયા કપમાંથી બહાર, આ ટેસ્ટ સિરીઝ પણ નહીં રમે

પહેલગામ હુમલા બાદ મેચને લઈ અનેક ચર્ચા

તમે બધા જાણતા જ હશો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ હંમેશા ઉત્તેજના અને લાગણીઓનો સંગમ રહ્યો છે. જોકે અહીં એક વાત ખાસ નોંધનીય છે કે, તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરથી બંને દેશો વચ્ચે તણાવ સતત વધ્યો છે. પહેલાગામ હુમલામાં 26 નાગરિકો માર્યા ગયા હતા, ત્યારબાદ ભારતે પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ સામે લશ્કરી કાર્યવાહી કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 India-Pakistan match Emirates Cricket Board
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ