બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાને ઝટકો! આ સ્ટાર ખેલાડી એશિયા કપમાંથી બહાર, આ ટેસ્ટ સિરીઝ પણ નહીં રમે
Last Updated: 05:09 PM, 7 August 2025
ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો. ફાસ્ટ બોલર ક્રિસ વોક્સનો એક બોલ તેના જૂતામાં વાગ્યો હતો, જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આ પછી, તે 6 અઠવાડિયા માટે ટીમ ઈન્ડિયાની બહાર હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે ઋષભ પંત 9 સપ્ટેમ્બરથી યોજાનારા એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. આ ઉપરાંત, તે ડોમેસ્ટીક સીરીઝ માંથી પણ બહાર થઈ શકે છે. પંતે ઈંગ્લેન્ડમાં બેટથી ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને બે સદી અને બે અડધી સદી ફટકારી હતી, પરંતુ હવે તે થોડા દિવસો માટે મેદાનથી દૂર રહેશે.
ADVERTISEMENT
ઋષભ પંત પણ આ ટેસ્ટ સીરીઝમાંથી બહાર!
એશિયા કપ 9 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઈજાના કારણે આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ ઉપરાંત, તે ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝમાંથી પણ બહાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયા 2 ઓક્ટોબરથી ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સીરીઝ રમશે.
ADVERTISEMENT
Rishabh Pant's Injury and his braveness 💪👌👍 pic.twitter.com/Jlq9UysYHm
— Ranjana Singh 🇮🇳 (@RajputRanjanaa) July 27, 2025
આ ટેસ્ટ સીરીઝમાં ઋષભ પંતના રમવાની શક્યતા પણ ખૂબ ઓછી લાગે છે. ડોક્ટરોનું કહેવું છે કે પંતની ફ્રેક્ચર થયેલી આંગળીને સાજા થવામાં 6 અઠવાડિયા લાગશે. જોકે, તેના માટે કોઈ સર્જરી થશે નહીં. માન્ચેસ્ટરમાં ઈજા હોવા છતાં, પંત બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો.
ADVERTISEMENT
વધુ વાંચો: RCBના ખેલાડીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, હવે જશે જેલમાં, ધરપકડ પર સ્ટેનો HCનો ઈન્કાર
ઈજાગ્રસ્ત થયા પછી પણ પંતે બેટિંગ કરી
ADVERTISEMENT
માન્ચેસ્ટર ટેસ્ટ મેચના પહેલા દિવસે પંત ઈજાગ્રસ્ત થયો હતો . ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેના પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હોવાની પુષ્ટિ થઈ. આમ છતાં, શાર્દુલ ઠાકુરના આઉટ થયા પછી તે મેચના બીજા દિવસે બેટિંગ કરવા આવ્યો અને શાનદાર અડધી સદી ફટકારી.

ADVERTISEMENT
પંતે ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 4 ટેસ્ટ મેચની 7 ઇનિંગ્સમાં 68.42 ની સરેરાશથી 479 રન બનાવ્યા છે. આ દરમિયાન પંતે 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે. આ ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે છઠ્ઠા સ્થાને હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.