બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / RCBના ખેલાડીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, હવે જશે જેલમાં, ધરપકડ પર સ્ટેનો HCનો ઈન્કાર
Last Updated: 09:50 AM, 7 August 2025
ક્રિકેટના મેદાનમાં પોતાની બોલિંગથી ખ્યાતિ મેળવનાર RCBના પ્લેયર યશ દયાલ પર એક ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના પર મુકાયેલા આ આરોપમાં પ્લેયર યશ દયાલ દલદલની જેમ ફસાતા જાય છે. તેમના ઉપર જયપુરમાં રેપની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદને પગલે રાજસ્થાન હાઇ કોર્ટ દ્વારા તેમની ધરપકડ પર કોઈ જ રાહત આપવામાં આવી નથી, જેથી તેમની હાલની પરિસ્થિતિ વધુને વધુ મુશ્કેલ બની ગઈ છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર ઘટના?
યશ દયાલ પર નોંધાયેલ આ કોઈ સામાન્ય FIR નથી, પરંતુ આ ફરીયાદ એક સગીર છોકરી દ્વારા કરવામાં આવી છે, જેમાં POCSO એક્ટ હેઠળ કડક કલમો પણ લાગુ કરવામાં આવી છે. ઘટના કઇંક એવી છે કે જયપુરની એક છોકરીએ ક્રિકેટર યશ દયાલ પર આરોપ મૂક્યો છે કે યશ દલાલે છોકરીને ક્રિકેટ કરિયરમાં આગળ લાવવાની લાલચ આપીને બે વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું છે. ફરિયાદ મુજબ, આ શોષણ ત્યારે થયું હતું જ્યારે છોકરીની ઉંમર 17 વર્ષથી ઓછી હતી.
ADVERTISEMENT

કોર્ટે શું કહ્યું?
ADVERTISEMENT
જયપુરના સંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી આ FIR બાદ, યશ દયાલે પોતાની ધરપકડને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તેમના વકીલએ કોર્ટ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં ઇલાહબાદ હાઇ કોર્ટે ધરપકડ પર એક્શન લેવાની ના પાડી હતી. પરંતુ જયપુર કેસમાં, કોર્ટનું વલણ સખત રહ્યું. કોર્ટએ સ્પષ્ટ રીતે કહ્યું કે,
"આ ઘટના એક સગીર છોકરી સાથે જોડાયેલી છે, તેથી કઈપણ પ્રકારની તાત્કાલિક રાહત આપવામાં આવશે નહીં."
ADVERTISEMENT
અદાલતએ કડક રીતે પોલીસને પણ આદેશ આપ્યો છે કે આગામી સુનાવણી પહેલા કેસ ડાયરી રજૂ કરવામાં આવે. હવે આ કેસની આગળની સુનાવણી 22 ઓગસ્ટના રોજ આવશે. પરંતુ આ દરમિયાન, યશ દયાલને ધરપકડ પણ થઈ શકે છે.
ક્રિકેટર પર એક જ મહિનામાં બે કેસ
ADVERTISEMENT
તમને જાણીને આશ્ચર્ય થશે પણ ક્રિકેટર યશ દયાલ પર એક મહિનામાં બીજીવાર યૌન શોષણનો કેસ લાગ્યો છે. આ પહેલા પણ 8 જુલાઈએ ઉત્તરપ્રદેશની એક છોકરી દ્વારા યશ પર લગ્નની લાલચ આપીને પાંચ વર્ષ સુધી શારીરિક સબંધ બાંધવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તે ફરિયાદમાં યશની હાલ પૂરતી ધરપકડ કરવામાં આવી નથી.
વધુ વાંચો: વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, ગંભીર અને ગિલ ભૂલાયા, પોસ્ટ સો.મીડિયા પર વાયરલ
ADVERTISEMENT
યશના વકીલનો કોર્ટમાં દાવો છે કે આ બધું પ્લાનિંગથી કરવામાં આવી રહ્યું છે. કોર્ટમાં વકીલે દલીલ કરી છે કે એક પ્રતિષ્ઠ વ્યક્તિને નિશાન બનાવીને બ્લેકમેલિંગ માટે આવા ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ, કોર્ટએ આ દલીલને હાલ પૂરતું કોઈ મહત્વ આપ્યું નથી. હવે જોવું રહ્યું કે આવનાર સુનાવણીમાં કોર્ટ શું ન્યાય કરે છે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.