બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, ગંભીર અને ગિલ ભૂલાયા, પોસ્ટ સો.મીડિયા પર વાયરલ

સ્પોર્ટ્સ / વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, ગંભીર અને ગિલ ભૂલાયા, પોસ્ટ સો.મીડિયા પર વાયરલ

Published By: Pravin Joshi

Last Updated: 05:33 PM, 5 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલ મેદાન પર રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત સાથે ઇતિહાસ રચી દીધો છે.

ભારતીય ટીમે ફરી એકવખત ઈંગ્લેન્ડમાં ધૂમ મચાવી દીધી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલ મેદાન પર રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત સાથે ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઇન્ડિયાના આ વિજય બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. ક્રિકેટ ચાહકો અને અનેક પૂર્વ ક્રિકેટરો શુભમન ગિલ અને ભારતીય ટીમના ખેલાડીઓના પ્રદર્શનના વખાણ કરી રહ્યા છે.

5મી ટેસ્ટના છેલ્લા દિવસે ભારતને જીતવા માટે 4 વિકેટની જરૂર હતી જ્યારે ઈંગ્લેન્ડને 35 વધુ રન બનાવવાના હતા. જેમાં મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી તે પહેલાં ચોથા દિવસે પ્રસિદ્ધ કૃષ્ણાએ મેચ પૂર્ણ થાય તે પહેલાં જો રૂટની મોટી વિકેટ ઝડપી લીધી હતી. મોહમ્મદ સિરાજને 5મી ટેસ્ટનો મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો, તેણે બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી અનેે પ્રથમ ઇનિંગમાં પણ 4 વિકેટ લીધી હતી. ભારતે છેલ્લી ટેસ્ટ 6 રનથી જીતી અને શ્રેણી 2-2 થી ડ્રો કરી હતી. શુભમન ગિલને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ગિલે 4 સદીની મદદથી કુલ 754 રન બનાવ્યા.

વિરાટ કોહલીએ પણ ટીમ ઇન્ડિયાને આ મોટી સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ખાસ કરીને બોલર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાના વખાણ કર્યા હતા. કોહલીએ લખ્યું હતું કે, સિરાજ અને પ્રસિદ્ધે ધીરજ સાથે શાનદાર બોલિંગ કરી ભારતને વિજય અપાવ્યો છે. સિરાજનું નામ ખાસ લેવું પડે કારણકે તે હંમેશા ટીમ માટે પોતાનું સંપૂર્ણ આપી દે છે. વિરાટ કોહલીની આ પોસ્ટમાં કોચ ગૌતમ ગાંભીર અને કેપ્ટન શુભમન ગિલનો કોઈ ઉલ્લેખ ન કર્યો હતો, જે બાદ તેમની પોસ્ટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

યુઝર્સે પ્રશ્નો પૂછ્યા

વિરાટની પોસ્ટ અંગે ચર્ચા એટલી વધી છે કે ક્રિકેટ રસિયાઓ એ પણ આ મામલે પોતાની પોતપોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. વિરાટ કોહલીની પોસ્ટ પછી કેટલાક યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યું કે કોહલીએ ગિલની કેપ્ટનશીપની પ્રશંસા કેમ કરી નહીં? તો બીજાએ કહ્યું કે, ગૌતમ ગાંભીરના યોગદાનનો પણ ઉલ્લેખ થવો જોઈએ હતો.

વધુ વાંચો : મોહમ્મદ સિરાજને એક મેચ રમવાના આટલા રૂપિયા આપે છે BCCI, નેટવર્થ કરોડોમાં

વિરાટ કોહલી અને ગૌતમ ગાંભીર વચ્ચેના સંબંધો અગાઉ પણ ચર્ચામાં રહ્યા છે અને હવે ફરી એકવાર તેમને લઈને ક્રિકેટ જગતમાં ચર્ચા જાગી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GautamGambhir IndiaEnglandTestMatch ViratKohli

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ