ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:41 PM, 5 August 2025
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજે પોતાની રમતથી કરોડો લોકોના દિલ જીત્યા છે. આજે તેઓ ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓમાં ગણાય છે. હવે જો તેમની કમાણીની વાત કરીએ, તો છેલ્લા કેટલાંક વર્ષોમાં તેમાં વધારો થયો છે. આજે અમે તમને જણાવીએ કે મોહમ્મદ સિરાજ કેટલા કરોડ રૂપિયાના માલિક છે. તેમની પાસે લક્ઝુરિયસ ઘરથી લઈને કાર્સ સુધી છે. BCCI તરફથી તેમને કરોડોની રકમ મળતી હોય છે અને IPL દ્વારા પણ મોટી કમાણી થાય છે. આ ઉપરાંત તેઓ અનેક જાણીતી બ્રાન્ડ્સ સાથેની ડીલો દ્વારા પણ કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.
ADVERTISEMENT

મોહમ્મદ સિરાજે ઇંગ્લેન્ડ સામેની 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે કુલ 23 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો હતો. માત્ર છેલ્લી ટેસ્ટ મેચમાં જ તેમણે 9 વિકેટ લીધી હતી. આ બાદ તેમની બ્રાન્ડ વેલ્યુમાં પણ વધારો થવાની શક્યતા છે. હવે અમે તમને જણાવીએ કે તેઓ કેટલી સંપત્તિના માલિક છે અને BCCI તથા IPLમાંથી કેટલી સેલેરી મળે છે.
ADVERTISEMENT

BCCIના 2024-2025ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મુજબ મોહમ્મદ સિરાજ ગ્રેડ A માં છે. આ કેટેગરીમાંના ખેલાડીઓને વર્ષના રૂ. 5 કરોડ મળે છે. આ ઉપરાંત દરેક મેચ માટે પણ અલગથી ફી મળે છે. એક ટેસ્ટ મેચ માટે ખેલાડીઓને રૂ. 15 લાખ, ODI માટે રૂ. 7 લાખ અને T20 માટે રૂ. 3 લાખ ફી આપવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પણ વાંચો : હવે ભારતની મેચ કોની સામે? T20 વર્લ્ડકપ સુધી કંઇક આવો હશે આગામી શેડ્યૂલ
ADVERTISEMENT
મોહમ્મદ સિરાજે 2017માં ન્યૂઝીલેન્ડ સામે T20 મેચથી આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ, 2019માં ODI અને 2020ના ડિસેમ્બર મહિને ટેસ્ટ ડેબ્યૂ કર્યો હતો. એક અહેવાલ અનુસાર તેમની કુલ સંપત્તિ રૂ. 57 કરોડ હોવાનું જણાય છે. સિરાજ પાસે અનેક મિલકતો છે. હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ સ્થિત ફિલ્મસીટી વિસ્તારમાં તેમનું આલીશાન ઘર છે, જેની અંદાજિત કિંમત રૂ. 13 કરોડ છે. તેઓ આ જ ઘરમાં રહેવા માટે શિફ્ટ થયા છે. તેઓ વિવિધ બ્રાન્ડ્સ સાથે જોડાયેલા છે, જેમાં My11Circle, Be O Man, CoinSwitchKuber, MyFitness, SG, Nippon Paint, ThumsUp જેવી જાણીતી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT