ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દિવાળી / જો તમારું વાહન ફટાકડાથી બળીને ખાખ થઈ જાય તો વીમાના પૈસા મળશે? જાણો શું કહે છે નિયમ

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / જો તમારું વાહન ફટાકડાથી બળીને ખાખ થઈ જાય તો વીમાના પૈસા મળશે? જાણો શું કહે છે નિયમ

Last Updated: 09:02 AM, 23 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફટાકડા ફોડતી વખતે અમુક વખત અકસ્માત પણ થતા હોય છે. પણ જો ફટાકડાથી તમારા વાહનને નુકશાન થાય તો તમને વીમાની રકમ મળે કે નહીં? તે જાણીશું.

1/6

photoStories-logo

1. ફટાકડાથી વાહનને નુકશાન

જો દિવાળી પર ફટાકડા ફોડતા દરમિયાન તમારી કારમાં આગ લાગે કે નુકસાન થાય તો સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે શું વીમા કંપની આ પરિસ્થિતિઓમાં ક્લેમ આપે છે કે નહીં? ચાલો તેના નિયમ વિશે સમજવાનો પ્રયાસ કરીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કોમ્પ્રેહેન્સિવ વીમા પોલિસી

જો તમારી કાર કે બાઇક કોમ્પ્રેહેન્સિવ વીમા પોલિસી હેઠળ આવરી લેવામાં આવી હોય તો તમે ફટાકડાથી થયેલા નુકસાનનો ક્લેમ કરી શકો છો. આ પોલિસીમાં આગ, વિસ્ફોટ, વીજળી કે અન્ય કોઈપણ બાહ્ય કારણથી થયેલા નુકસાનને આવરી લેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મળી શકે છે ખર્ચ

મતલબ કે, જો ફટાકડાથી તમારી કારમાં આગ લાગે તો વીમા કંપની રીપેરીંગ કે રિપ્લેસમેન્ટનો ખર્ચ આપી શકે છે. પરંતુ તમે બધા નિયમોનું પાલન કર્યું હોવું જોઈએ. જો તમારી પાસે માત્ર થર્ડ પાર્ટી વીમો હોય તો તમને દિવાળી દરમિયાન તમારી કારને થયેલા પર્સનલ નુકસાન માટે કોઈ ક્લેમ મળશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. થર્ડ પાર્ટી વીમો

થર્ડ પાર્ટી વીમો માત્ર થર્ડ પાર્ટીને થયેલા નુકસાન કે ઈજા માટે હોય છે તે તમારી ગાડી માટે નથી હોતો. આથી જો તમે તમારા વાહનને સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવા માંગતા હોવ તો કોમ્પ્રેહેન્સિવ કવરેજ બેસ્ટ ઓપ્શન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ફોટો અને વીડિયો પુરાવો રાખો

જો તમારી કારને ફટાકડાથી નુકસાન થાય તો તરત ફોટો અને વીડિયો પુરાવો રાખી દો અને તાત્કાલિક તમારી વીમા કંપનીને જાણ કરો. જો કારને વધુ નુકસાન થયું હોય તો FIR કે ફાયર બ્રિગેડ રિપોર્ટ નોંધાવવાની જરૂર પણ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કરાશે તપાસ

જેમાં તપાસ બાદ કંપની નક્કી કરશે કે નુકસાન કેવી રીતે થયું અને તે પોલિસીમાં આવરી લેવાયુ છે કે નહીં. જો તપાસમાં એવું જાણવા મળે કે તમે કારની નજીક ફટાકડા ફોડ્યા હતા કે પાર્કિંગમાં બેદરકારી દાખવી હતી તો, તમારો ક્લેમ રીજેક્ટ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Motor Insurance Insurance Company Firecrackers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ