ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / why men should not shave daily

કારણ / શું તમને ક્લીન શેવ રહેવાનું પસંદ છે, તો જાણો દરરોજ શેવિંગ કરવાના નુકસાન

Published By: vtvAdmin

Last Updated: 01:31 PM, 30 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઇજીન અને મેન્ટેન રાખવાથી તમે ખુદને સ્વસ્થ રાખી શકો છો. પરંતુ ક્યારેક ક્યારેક પોતાને ચોખ્ખા રાખવા પણ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. જેમ કે ઘણા લોકોને લાગે છે કે દરરોજ શેવિંગ કરવું એક જેન્ટલમેન માટે સ્વચ્છતાનું પ્રતીક હોય છે, પરંતુ વાસ્તવમાં આ એકદમ ખોટું છે.

ADVERTISEMENT

જો તમને દરરોજ શેવિંગ કરવાની આદત છે તો તમારે આ સમાચાર વાંચવા જોઇએ. અહીંયા અમે તમને કેટલીક એવી ભૂલો માટે જણાવી રહ્યા છીએ જે શેવિંગ કરતી વખતે મોટાભાગે દરેક પુરુષ કરે છે. જે ચહેરાની સ્કીનને નુકસાન પહોંચાડે છે. ચલો તો જાણીએ દરરોજ શેવિંગ કરવાથી કેવી રીતે ચહેરાને નુકસાન પહોંચે છે. 

જો તમે દરરોજ શેવિંગ કરો છો તો તમને ખબર હોવી જોઇએ કે શેવિંગ તમારા ચહેરાનું નેચરલ ઓઇલ ખતમ કરે છે. જેના કારણે તમારો ચહેરો ડ્રાય થઇ શકે છે. દરરોજની જગ્યાએ તમારે સપ્તાહમાં 5 દિવસ જ શેવિંગ કરવું જોઇએ. માત્ર 2 દિવસ તમારે તમારી સ્કીનને રેઝરથી દૂર રાખવાની છે. 

જો તમે શેવિંગ કરી રહ્યા છો તો મોં ધોવા માટે માત્ર નવશેકા પાણીનો ઉપયોગ કરો. તમારે શેવિંગ દરમિયાન નવશેકા પાણીનો જ ઉપયોગ કરવો જોઇએ. તમારે ક્યારેય તમારો ફેસ ધોવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઇએ નહીં. કારણ કે એના કારણે તમારા ચહેરા પરના છિદ્રો સંકોચાઇ જાય છે. જેના કારણે તમને શેવિંગ કરવામાં ખૂબ જ સમસ્યા થવા લાગે છે. 

નવશેકા પાણીથી મોઢું ધોયા બાદ તમારા ચહેરા પર મોઇશ્ચરાઇઝર જરૂરથી લગાવવું જોઇએ, જેમાં ગ્લિસરીનના ગુણ હોય, સ્મૂથ શેવિંગ થશે અને સ્કીનમાં ઇરિટેશન અને બળતતરા થશે નહીં. 

હંમેશા તમારી દાઢીને સાચી અને એક જ દિશામાં શેવ કરો. જો તમે વિપરીત દિશામાં શેવ કરો છો તો આ હેર ફોલિકલને નુકસાન પહોંચાડવાની સાથે ચહેરા પર એના કારણે દાણા થઇ શકે છે. શેવ હંમેશા હલ્કા હાથથી જ કરો. 

સમયાંતરે બ્લેડ ચેન્જ કરો. જો બ્લેડ પર ગ્રીન, બ્લૂ સ્ટ્રિપ જોવા મળી રહી છે તો નવી બ્લેડનો ઉપયોગ કરો. દરેક સ્ટ્રોક બાદ બ્લેડ પાણીમાં ડુબાડવી જોઇએ, કેમ કે આગળનો સ્ટ્રોક સ્મૂથ રહે. 

શેવિંગ બાદ તહેરા પર લોશન નહીં શેવ બામનો પ્રયોગ કરો. આ અલ્કોહોલ ફ્રી છે અને એમાં સાઇડ ઇફેક્ટ્સ પણ ઓછી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Men beauty lifestyle shave નુકસાન શેવ Reason

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ