બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / બધી સંક્રાંતિમાં મકર સંક્રાંતિ કેમ છે ખાસ? જાણો મહત્વ

ધર્મ / બધી સંક્રાંતિમાં મકર સંક્રાંતિ કેમ છે ખાસ? જાણો મહત્વ

Last Updated: 06:50 PM, 11 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ જોઈએ તો વર્ષમાં 12 વખત સંક્રાંતિ આવે છે પરંતુ આ બધામાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ કેમ છે? ચાલો તેના વિષે જાણીએ.

જ્યારે કોઈ પણ રાશિમાંથી સૂર્ય ગોચર કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે. સૂર્ય દર મહિને રાશિ બદલે છે. આથી એક વર્ષમાં 12 સંક્રાંતિઓ હોય છે. તેમાં જો સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે તો તેને મેષ સંક્રાંતિ કહેવાય છે. દરેક સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. પણ બે સંક્રાંતિઓ ખાસ મહત્વની છે. પહેલી મકરસંક્રાંતિ અને બીજી કર્ક સંક્રાંતિ. પરંતુ સવાલ એ છે કે સંક્રાંતિઓમાં મકરસંક્રાંતિ શા માટે ખાસ છે?

જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિથી અગ્નિ તત્વની શરૂઆત થાય છે. આ દિવસે સૂર્યની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન સૂર્ય દેવ પણ ઉત્તરાયણમાં હોય છે. આ દરમિયાન  જપ, સ્નાન અને દાન માટે સૌથી ખાસ છે. તે દેવતાઓ માટે પણ શુભ મનાય છે. આ દિવસે, સૂર્યની પૂજા કરવી જોઈએ.

  • ક્યારે છે મકરસંક્રાંતિ 2026 ?

આ વર્ષે એટલે કે 2026માં સૂર્ય બપોરે મકર રાશિમાં પ્રવેશ કરશે. આથી મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિ માટે સ્નાન અને દાન 14 જાન્યુઆરીએ કરવામાં આવશે. મહાપુણ્ય કાળ બપોરે 3:13 થી 4:58 વાગ્યા સુધીનો રહેશે. તેનો પુણ્ય કાળ બપોરે 3:13 થી 5:46 વાગ્યા સુધીનો રહેશે.

vtv app promotion
  • મકરસંક્રાંતિનું મહત્વ
    જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકરને શનિની રાશિ માનવામાં આવે છે. તેથી સૂર્ય અને શનિ વચ્ચે જોડાણ છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ કરવાનો મતલબ એ કે શનિની રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આથી આ તહેવાર સૂર્ય અને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેનાથી તેનું મહત્વ વધે છે. પૌરાણિક કથાઓ મુજબ સૂર્ય દિવસ પર શાસન કરે છે જ્યારે શનિ રાત્રિ પર શાસન કરે છે. થઆ  જ્યારે બંને એકબીજાના પ્રભાવ હેઠળ આવે છે, ત્યારે ખાસ પરિણામો જોવા મળે છે. 'કમુર્તા' પણ આ દિવસે સમાપ્ત થાય છે.
  • પિતા-પુત્રનો સંબંધ
    મકર રાશિ પર શનિદેવ શાસન કરે છે અને સૂર્યનો પુત્ર શનિદેવ છે. મતલબ કે શનિદેવ અને સૂર્ય વચ્ચે પિતા-પુત્રનો સંબંધ છે, અને આગામી મહિના માટે, સૂર્ય તેમના પુત્ર શનિદેવના ઘર મકર રાશિમાં રહે છે. આ બાબત મકરસંક્રાંતિને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.

વધુ વાંચો : મકર સંક્રાંતિ પર બનશે પાવરફુલ પંચગ્રહી યોગ, આ રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ

  • શું કરવું
    જો પોસીબલ હોય તો મકરસંક્રાંતિ પર કોઈ તીર્થસ્થળ પર જાઓ. ભગવાન સૂર્યને જળ અર્પણ કરો. ભાસ્કર પ્રણામ કરતી વખતે ओम घृणि सूर्याय नमः મંત્રનો 108 વાર જાપ કરો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sun Transits Sankranti Makar Sankranti
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ