બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:44 PM, 11 January 2026
વૈદિક જ્યોતિષમાં ગ્રહોના વિશેષ સંયોગ ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. વર્ષ 2026 માં મકરસંક્રાંતિ ફક્ત એક તહેવાર સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ ત્યારબાદ બનતો એક દુર્લભ પંચગ્રહી યોગ અમુક રાશિઓના જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે. 14 જાન્યુઆરી, 2026ના રોજ, સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને થોડા દિવસો પછી, 19 જાન્યુઆરીએ, સૂર્યની સાથે, મંગળ, બુધ, શુક્ર અને ચંદ્ર પણ મકર રાશિમાં ભેગા થઈને પંચગ્રહી યોગ બનાવશે. આ સંયોજન શક્તિ, સંપત્તિ, બુદ્ધિ, ભાવનાઓ અને સૌભાગ્યનો અદ્ભુત સંગમ માનવામાં આવે છે, જે ખાસ કરીને ત્રણ રાશિઓ માટે અત્યંત શુભ પરિણામો આપશે.
ADVERTISEMENT
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ યોગ સૌથી વધારે પ્રભાવશાળી રહેશે કારણ કે આ પોતાના લગ્ન ભાવમાં બની રહ્યો છે. તેમા આત્મવિશ્વાસ નેતૃત્વ ક્ષમતા અને વ્યક્તિત્વમાં જબરદસ્ત નિખાર આવશે. સૂર્ય અને મંગળની ઉપસ્થિતિ તમને સાહસી અને નિર્ણય લેવામાં સક્ષમ બનાવશે, ત્યાં જ બુધ અને શુક્ર તમારી વાણી, વિચાર અને સામાજિક છબીને મજબૂત કરશે. ચંદ્રના પ્રભાવથી તમારા માનસિક સંતુલનમાં સુધારો થશે. તમને તમારા કરિયરમાં નવી જવાબદારીઓ મળી શકે છે, અને પ્રમોશન અથવા નવી નોકરી મળવાની શક્યતા છે. વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે, આ સમય વિસ્તાર અને લાભનો છે. સ્વાસ્થ્યમાં સુધાર થશે, લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે.
ADVERTISEMENT

તુલા રાશિ
ADVERTISEMENT
તુલા રિશિના જાતકો માટે પંચગ્રહી યોગ તમારા ચતુર્થ ભાવમાં બનશે, જે સુખ-સુવિધા, ઘર, વાહન અને પારિવારિક જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. આ યોગના પ્રભાવથી ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા વધશે. લાંબા સમયથી પ્રોપર્ટી, મકાન કે વાહન ખરીદવાની ઇચ્છા પૂરી શકે છે. માતાના સ્વાસ્થ્ય માં સુધાર થશે. પારિવારીક સંબંધોમાં વધુ મધુરતા આવશે. શુક્ર અને બુધના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરી કરતા લોકોને તેમની પસંદગીના સ્થળે સ્થળાંતર કરવાની અથવા કામ કરવાની તક મળી શકે છે.
વૃષભ રાશિ
ADVERTISEMENT
વૃષભ રાશિના જાતકો માટે આ યોગ ભાગ્ય ભાવમાં બની રહ્યો છે, જે તેને અત્યંત શુભ બનશે. આ દરમિયાન કિસ્મત તમારો સાથ પૂરો કરશે. અટકેલા કામ પૂરા થઇ શકે છે. શિક્ષા, પ્રતિયોગી પરીક્ષા, વિદેશ યાત્રા અને ઉચ્ચા પદથી જોડાયેલા મામલામાં સફળતા મળવાના પ્રબોળ યોગ છે. ધન લાભના નવા સ્ત્રોત બનશે અને રોકાણના ફાયદા થશે. ગુરુજનો અને વડિલોને સહયોગ મળશે. ધાર્મિક અને આધ્યાત્મિક રુચી વધશે, જેનાથી તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.