બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Google Maps કેમ વારંવાર લોકોને બીજી જગ્યાએ પહોંચાડી દે છે? યુઝ કરતા પહેલા જાણી લેજો આ ખાસ વાત

ટેક્નોલોજી / Google Maps કેમ વારંવાર લોકોને બીજી જગ્યાએ પહોંચાડી દે છે? યુઝ કરતા પહેલા જાણી લેજો આ ખાસ વાત

Last Updated: 10:25 AM, 2 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલની નેવિગેશન એપ એટલે કે ગૂગલ મેપનો આપણે બધા જ ઉપયોગ કરતાં હોઈએ છીએ અને હવે તો આ એપ તમે નવો મોબાઈલ લો તેમ પહેલાથી જ ઇન્સ્ટોલ થઈને આવે છે. આ મેપના ઉપયોગથી તમે રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ, સેટેલાઈટ વ્યૂ જેવા ફિચરનો ઉપયોગ કરીને તમારા ડ્રાઈવને એ રીતે મેનેજ કરી શકો છો તો તમને ખબર જ હશે કે ક્યારેક ક્યારેક ગૂગલ મેપ એવી ગરબડ કરી બેસે છે કે ખોટ રસ્તે પહોંચાડી દે છે તો આવું કેમ થાય છે ચાલો જાણીએ.

ગૂગલ નેવિગેશન એપ એટલે કે ગૂગલ મેપ. સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં કોઈ અજાણી જગ્યાએ જવા માટે તેનો વપરાશ કરીએ છીએ. તો તેના સ્માર્ટ ફીચર જેવા કે રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ અને સેટેલાઈટ વ્યૂ જેવા ફિચરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલા સમયમાં પહોંચી શકાશે તેની પણ ચોક્કસ માહિતી આપે છે એટલે પણ તેનો વપરાશ વધારે થાય છે.

જો કે જ્યારે સ્માર્ટ ફોન કે કોઈ નેવિગેશન એપની શોધ નહોતી થઈ ત્યારે આપણે આસપાસના લોકોને પૂછીને જગ્યા વિષે માહિતી મેળવતા હતા ત્યારે જો આગળ રોડ બંધ હોય કે ખરાબ હોય તો તેની પણ જાણકારી તેઓ આપતા આમ તો મેપ્સ એક્યુરેટ કામ કરે છે પણ ઘણીવાર મેપ્સ પણ તમને ઉંધા રવાડે ચડાવી દે છે ક્યારેક એવા રસ્તાઓ બતાવે છે કે જ્યાં ડ્રાઈવ કરવું શક્ય ના હોય કે ડેડ એન્ડ હોય કે પછી રસ્તો બંધ થિયા ગયો હોય ત્યારે સવાલ થાય કે આવું કેમ થાય છે? ચાલો જાણીએ.

  • ડેટા અપડેટનો અભાવ

અમુક વખતે કોઈ રસ્તાનું સમારકામ ચાલી રહ્યું હોય કે કોઈ અન્ય કારણોસર રોડ બંધ હોય તો તેની અપડેટ ગૂગલ મેપના ડેટામાં અપડેટ થઈ હોતી નથી અને જેના કારણે તે ઉંધા રસ્તે લઈ જાય છે.

  • નબળું GPS સિગ્નલ

ઘણીવાર અમુક બિલ્ડિંગ કે અમુક પહાડી કે જંગલ વિસ્તારમાં જીપીએસ સિગ્નલ નબળું પડી જે છે ચોક્કસ લોકેશન ટ્રેક કરી શક્તિ નથી ત્યારે પણ આવું થાય છે.

  • રોંગ ડેટા ફીડ

તો ક્યારેક લોકો ગૂગલ મેપ પર ખોટી જાણકારી નાખે છે, જેમ કે કોઈ જગ્યાનું નામ કે એડ્રેસ. આમ જો માહિતી ખોટી ફીડ કરવામાં આવે તો પણ તે ખોટી જગ્યાએ લાવીને ઊભું રાખી દે છે.

  • ટેકલનીકલ એરર

તો ક્યારેક ગૂગલ મેપના સર્વરમાં તકનીકી ખરાબીના કારણે પણ તે ખોટી જાણકારી આપે છે કે અમુક વખતે મેપ તે રસ્તો બતાવી શકતું નથી.

ઉંધા રસ્તે જતાં કેવી રીતે બચવું?

જે જગ્યાએ તમે જવા માટે નેવિગેશનનો ઉપયોગ કરવા માંગો છો ત્યાં જતાં પહેલા તેના પહેલા રેટિંગ અને રિવ્યુ વાંચી લો જેથી તમે ખોટા માર્ગે જતાં અટકી જશો.

  • લોકોને પૂછો

જો ગૂગલ મેપ તમને સાચું લોકેશન બતાવી રહ્યું છે કે નહીં એ બાબતે શંકા જાય તો આસપાસના લોકલ માણસની પાસેથી સાચો રસ્તો જાણી લો.

વધુ વાંચો: શું PFના રૂપિયા ઇમરજન્સીમાં ઉપાડી શકાય? હા, તો કઇ રીતે, જાણો એપ્લાય પ્રોસેસ

  • સેટેલાઈટ વ્યૂ

તમે જે જગ્યાએ જવા માંગો છો તે એડ્રેસની પુષ્ટિ માટે તેની આજુબાજુની કોઈ જગ્યા કે બિલ્ડિંગ કે તે જગ્યાનો મેપમાં પહેલા સેટેલાઈટ વ્યૂ કે 360 ડિગ્રી વ્યૂ જોઇલો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Real Time View Google Navigation Google Map
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ