બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / why do some people talk in their sleep

Sleep Talking / શું તમારા ઘરમાં પણ કોઈને છે ઊંઘમાં બોલવાની આદત? જાણો શું છે કારણ અને કઈ રીતે કરશો ઉપાય

Bijal Vyas

Last Updated: 05:26 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો ઊંઘમાં વાત કરે છે તેમને તે વાતની ખબર જ નથી હોતી અને બીજા દિવસે તેમને તે વાત યાદ પણ રહેતી નથી.

  • લગભગ 3 વર્ષથી 10 વર્ષની વચ્ચેના બાળકો ઊંઘમાં પોતાની વાત પૂરી કરે છે
  • ઊંઘમાં બબડનારા વ્યક્તિ એક સમયમાં 30 સેકેન્ડથી વધારે બોલતા નથી
  • સાઇકોથેરાપિસ્ટની મદદ લઇ શકો છો

Sleep Talking: શું તમે તમારા પાર્ટનરને રાત્રે સુતી વખતે બબડવાની આદત છે? શું તમારી ઊંઘ પણ પાર્ટનરની ઊંઘમાં વાત કરવાની આદતથી તૂટી જાય છે, જો જવાબ હા છે તો જાણી લો આ છે સૂતી વખતે સપના જોતી વખતે વાત કરવી સામાન્ય નહીં પણ પરંતુ એક પ્રકારનો પૈરા સોમનિયા છે. જેનો અર્થ છે કે સૂતી વખતે અસ્વભાવિક વ્યવહાર કરવો. જો કે ડોક્ટર આ સમસ્યાને બીમારી માનતા નથી, તેઓ તેને સામાન્ય જ ગણે છે. જે લોકો ઊંઘમાં વાત કરે છે. તેઓને તે વાતની જાણ જ નથી હોતી. તેઓને બીજા દિવસે આ વાત યાદ જ નથી રહેતી. ઊંઘમાં બબડનારા વ્યક્તિ એક સમયમાં 30 સેકેન્ડથી વધારે બોલતા નથી અને થોડી વાર બોલ્યા પછી ચૂપ થઇ જાય છે. તેવામાં જાણીએ કે આખરે કેમ ઊંઘતી વખતે વ્યક્તિ બબડે છે, સાથે જાણો ઉપાય? 

કયા લોકોને હોય છે ઊંઘમાં બબડવાની આદત?
એક રિસર્ચ મુજબ, લગભગ 3 વર્ષથી 10 વર્ષની વચ્ચેના બાળકો ઊંઘમાં પોતાની વાત પૂરી કરે છે. ત્યાં જ 5 ટકા જેટલા મોટા લોકો પણ પોતાની વાતને ઊંઘમાં પૂરી કરે છે. એટલુ જ નહીં શોધમાં જાણવા મળ્યું છે કે છોકરાઓ કરતાં છોકરીઓ ઊંઘમાં વધારે બબડે છે. 

આનંદો ! સારી ઊંઘનો મળી ગયો ઉપાય, સાવ મફતમાં આખી રાત આવી જશે મીઠી ઊંઘ I  sunbath can help for sleep

ઊંઘમાં વાત કરવાનું કારણ 
તણાવ, ડિપ્રેશન, ઊંઘની ઉણપ, થાક, દારુ કે દવાના કારણે, તાવના કારણે પણ વ્યક્તિ ઊંઘમાં બબડી શકે છે. તે ઉપરાંત કોઇ વ્યક્તિના પરિવારમાં કોઇ ઊંઘમાં બોલવાની આદત હોય તો આ કારણ છે સ્લિપ ડિસઓર્ડરની સમસ્યા થઇ શકે છે. 

ઊંઘમાં બબડવાની સમસ્યાનો ઉપચારઃ 
તણાવઃ ઊંઘમાં બબડવાની પાછળ સૌથી મોટુ કારણ તણાવ બની શકે છે. જો કોઇ વાતને લઇ સતત તમે ચિંતામાં રહેતા હોય તો આ સમસ્યા થઇ શકે છે. તેનાથી બચવા માટે તમારા મગજને આરામ આપો. જો તમે બહુ વધારે વ્યસ્ત રહેતા હોય તો પોતાના માટે થોડો સમય કાઢો અને ફરવા જાઓ. 

આરઇએમ સ્લીપ બિહેવિયર ડિસઓર્ડરઃ
સુતી વખતે બુમો પાડવી કે હાથ પગ ચલાવવાની આદત ડિમેંશિયા અથવા પાર્કિસન જેવી બીમારીઓના લક્ષણ પણ હોઇ શકે છે. આ બીમારીને આરઇએમ સ્લીપ બિહેવિયર ડિસઓર્ડર કહેવામાં આવે છે. આરઇએમ ઊંઘનુ તે સ્ટેજ છે જ્યાં ઊંઘ દરમિયાન કે સપનામાં જે કંઇ પણ થઇ રહ્યું છે તેને સમજી શકે છે. આરઇએમ ઉપરાંત, દવાનું રિએક્શન, તણાવ, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાના કારણ પણ લોકો ઊંઘમાં બબડવા લાગે છે. 

Topic | VTV Gujarati

સમય પર સુવોઃ
સમય પર સુવા અને જાગવાથી ઊંઘમાં બબડાટની આદતથી છુટકારો મળી શકે છે. આમ કરવાથી તમારી ઊંઘ પૂરી થાય છે. ધ્યાન રાખો કે ઊંઘમાં બબડવાથી ઊંઘ પૂરી ના થવાની સમસ્યા રહે છે. 

એક્સરસાઇઝ
ઘણી વખત શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઠીક ના હોવાના કારણે ઊંઘમાં વ્યક્તિ બડબડાટ કરવા લાગે છે. તેવામાં આ સમસ્યાથી રાહત મેળવવા અને બ્લડ સર્ક્યુલેશનને નિયમિત રાખવા માટે યોગ અને એક્સરસાઇઝ કરો. 

સાઇકોથેરાપિસ્ટની મદદ લો
જો આ ઉપાયો અજમાવ્યા બાદ પણ તમારી સમસ્યા યથાવત છે તો કોઇ સારા સાઇકોથેરાપિસ્ટને મળીને તેમની સલાહ જરુરથી લો. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ