બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'Why Can't You Talk to Sunil Gavaskar?': Kapil Dev Says Indian Cricketers Have Become Arrogant With More Money

સાચું કે ખોટું / કપિલ દેવ ગુસ્સે થયા, ખેલાડીઓની આ વાત પસંદ ન પડી, BCCIને વિચાર કરવો પડે તેવી કરી વાત

Hiralal

Last Updated: 03:30 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ દિગ્ગજ ક્રિેકેટર કપિલ દેવ ક્રિકેટરો પણ બરાબરના બગડ્યાં છે અને બીસીસીઆઈને પણ વિચાર કરવો પડે તેવી વાત કરી નાખી છે.

  • પૂર્વ ક્રિકેટર કપિલ દેવે ભારતીય ખેલાડીઓની ઝાટકણી કાઢી
  • વધારે પૈસા આવવાથી ખેલાડીઓમાં આવી ગયો છે ઘમંડ 
  • ઘમંડને કારણે ખેલાડીઓ માનવા લાગ્યાં કે તેમને બધું આવડે છે 

ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વનું સૌથી ધનાઢ્ય બોર્ડ છે. છેલ્લા કેટલાક સમયથી બોર્ડે જબરજસ્ત પ્રગતિ કરી છે. બોર્ડની પ્રગતિની સાથે સાથે ખેલાડીઓની કમાણીમાં પણ સારો એવો વધારો થયો હતો. બોર્ડ વાર્ષિક કોન્ટ્રાક્ટમાં કરોડો રુપિયા ખેલાડીઓને આપે છે. આ સાથે જ ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ અને 1983ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે ભારતીય ખેલાડીઓની ઝાટકણી કાઢી છે.

વધારે પૈસા આવવાથી ઘમંડ આવી જાય છે 
કપિલ દેવનું માનવું છે કે જ્યારે વધુ પૈસા આવે છે ત્યારે ખેલાડીઓમાં ગુમાન આવી જાય છે. ભારતીય ટીમે છેલ્લે 2013માં આઈસીસી ટ્રોફી જીતી હતી. કપિલ દેવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા મતે ક્યારેક વધારે પૈસા હોવાને કારણે લોકોને ઘમંડનો અહેસાસ થાય છે અને તેમને એવું લાગવા લાગે છે કે તેઓ બધું જ જાણે છે. 

કેટલાક ખેલાડીઓને મદદની જરુર પણ તેમનામાં અહંકાર છે 
કપિલ દેવે કહ્યું કે, આ ખેલાડીઓની નકારાત્મક વાત એ છે કે તેમને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. તમારે કોઈને કશું પૂછવાની જરૂર નથી. કોઈ અનુભવી વ્યક્તિ તમારી મદદ કરી શકે છે. પરંતુ વધુ પૈસાથી ઘમંડ થાય છે. આ ક્રિકેટરોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે અને તે જ તફાવત છે. મને લાગે છે કે ઘણા ખેલાડીઓને મદદની જરૂર હોય છે. સુનીલ ગાવસ્કર ત્યાં છે, તો તમે તેમની સાથે વાત કેમ નથી કરતા. કામમાં વળી અહંકાર શું કામ રાખવો પડે. 

ઘરઆંગણે વર્લ્ડ કપ જીતવાની ભારત માટે તક 
ઉલ્લેખનીય છે કે 5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતની પોતાની જમીન પર રમાનાર વર્લ્ડ કપ જીતવાની ભારત માટે તક છે કારણ કે છેલ્લે 2011માં ટીમ ઈન્ડીયાએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપ જીત્યો હતો. તે ઉપરાંત ટીમ ઈન્ડીયા તાજેતરમાં પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હારી ગઈ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ