બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Whose ideology is the protest against Ram Mandir, are the leaders floating in the name of Ram?

મહામંથન / આસ્થાનું 'રાજ'કારણ: રામમંદિરના વિરોધની વિચારધારા કોની, શું રામના નામે નેતાઓ તરે છે?

Vishal Khamar

Last Updated: 09:45 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેતાઓ પાસે રામના નામનો આશરો છે. નેતા રામના નામે તરે એવો ઘાટ. નેતાના કામની નોંધ લેવાય કે ન લેવાય પણ રામનું નામ લેવું જ પડે. તાજેતરમાં કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષ છોડીને ગયા. કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ રામના નામે જ છોડી. સમાજ.જીવન રામમાં આસ્થા ધરાવે છે પણ નેતાઓને કેટલી આસ્થા છે? રામમંદિરનો વિરોધ કરનારા રામના નામે જ કોંગ્રેસ છોડીને ગયા. જનતામાં સારી છાપ હોવી જરૂરી કે રામના નામે તરી જવાશે?

 

રામના નામે પથ્થરો તરે એવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ, ત્રેતાયુગમાં રામના નામે પથ્થરો તરતા હતા અને એ જ સેતુથી ભગવાન શ્રીરામ અસત્યને પરાસ્ત કરવા લંકા સુધી ગયા હતા. હવે રામના નામે પથ્થર તરે છે કે નહીં તેની ખબર નથી પણ રાજનેતાઓ ચોક્કસ તરી જાય છે. કામ બોલે કે ન બોલે પણ નેતાના મુખે રામનું નામ ચોક્કસ છે. સમાજજીવનમાં રામ આસ્થાના કેન્દ્રમાં છે પણ નેતા માટે રામ કદાચ મધલાળ સમાન છે. રામના નામે કદાચ જનતા આપણી નોંધ લેતી હોય તો પહેલા ભલે રામનો વિરોધ કર્યો હોય પણ અત્યારના માહોલમાં રામનું નામ લેવામાં પણ કોઈ વાંધો નથી. 

  • નેતાઓ પાસે રામના નામનો આશરો
  • નેતા રામના નામે તરે એવો ઘાટ
  • નેતાના કામની નોંધ લેવાય કે ન લેવાય પણ રામનું નામ લેવું જ પડે
  • તાજેતરમાં કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષ છોડીને ગયા

તાજેતરની વિચિત્રતા તો કોંગ્રેસના નેતાઓમાં જોવા મળી જેણે પક્ષની વિચારધારાના નામે રામમંદિર કે રામનો વિરોધ કર્યો હોય પણ જ્યારે પક્ષ છોડ્યો ત્યારે ઠાવકા બનીને એમ કહ્યું કે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામા આપેલું આમંત્રણ કોંગ્રેસે ઠુકરાવ્યું એટલે તેઓ ભગવાન રામનું અપમાન સહન નથી કરી શકતા અને એટલે જ કોંગ્રેસ છોડી રહ્યા છે. આપણી સામે એક તરફ એવું વ્યક્તિત્વ છે જે મર્યાદા ખાતર સર્વસ્વ ત્યાગી દે છે અને બીજી તરફ એ જ મર્યાદા પુરુષોતમનું નામ વટાવી ખાતા નેતા છે જેના માટે પોતાની જ વિચારધારા કે નિવેદન ઉપરથી 360 ડિગ્રીના ખૂણે ફરી જવું એ રમત વાત છે. સવાલ એ છે કે આવી રીતે રામનું નામ લઈને રાજકારણની નાવડીમાં તરી જવાય કે નહીં.

  • સમાજ જીવન રામમાં આસ્થા ધરાવે છે પણ નેતાઓને કેટલી આસ્થા છે?
  • રામમંદિરનો વિરોધ કરનારા રામના નામે જ કોંગ્રેસ છોડીને ગયા
  • જનતામાં સારી છાપ હોવી જરૂરી કે રામના નામે તરી જવાશે?

રામના નામે પક્ષ છોડ્યો

રોહન ગુપ્તા
ગૌરવ વલ્લભ
અર્જુન મોઢવાડિયા
અંબરીષ ડેર
ચિરાગ પટેલ
ડૉ.સી.જે.ચાવડા
આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

  • રામમંદિરનું રાજનીતિકરણ કોણે કર્યું એ સમજવાની જરૂર
  • હું કે મારો પક્ષ જન્મ્યા પણ નહતા ત્યારનો આ મુદ્દો છે
  • રામમંદિરનું સમાધાન કોંગ્રેસના હાથની વાત હતી
  • રામમંદિરને કોંગ્રેસે હથિયારની જેમ વાપર્યું

વધુ વાંચોઃ 'રૂપાલા સંભિવત ઉમેદવાર', ધાનાણીએ માર્યો ટોણો, ભાજપે કર્યો વળતો ઘા

કોંગ્રેસના વલણ અંગે પ્રધાનમંત્રીએ શું કહ્યું?
રામમંદિરનું રાજનીતિકરણ કોણે કર્યું એ સમજવાની જરૂર છે. હું કે મારો પક્ષ જન્મ્યા પણ નહતા ત્યારનો આ મુદ્દો છે. રામમંદિરનું સમાધાન કોંગ્રેસના હાથની વાત હતી. રામમંદિરને કોંગ્રેસે હથિયારની જેમ વાપર્યું. વોટબેંકના રાજકારણને કારણે રામમંદિરના મુદ્દાને લટકતો રાખવામાં આવ્યો છે. કોર્ટના માધ્યમથી પણ સમાધાન થઈ શક્યું હોત. કોર્ટના માધ્યમથી પણ કોંગ્રેસ મુદ્દાનું સમાધાન ન લાવી. રામમંદિર બન્યું એટલે કોંગ્રેસના હાથમાંથી મુદ્દો જતો રહ્યો હતો. કોંગ્રેસ પાસે હવે લોકોને ડરાવવા કોઈ મુદ્દો નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ