બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ભારત / Who is Taranjit Singh Sandhu, former ambassador to America, now join bjp

લોકસભા ચૂંટણી 2024 / કોણ છે તરનજીત સિંહ સંધૂ, જેઓ અમેરિકામાં રહી ચૂક્યાં છે પૂર્વ રાજદૂત, હવે કર્યા કેસરિયા

Megha

Last Updated: 11:38 AM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ભારતના રાજદૂત રહેલા ભૂતપૂર્વ IFS અધિકારી તરનજીત સિંહ સંધુ ભાજપમાં જોડાયા છે અને ભાજપને આશા છે કે સંધુના પાર્ટીમાં સામેલ થવાથી પંજાબમાં પાર્ટી વધુ મજબૂત બનશે.

લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને તમામ પક્ષો ધીમે ધીમે પોતપોતાના પત્તા ખોલી રહ્યા છે. એવામાં ભારતીય જનતા પાર્ટી (BJP) પંજાબમાં પાર્ટીના વિસ્તરણ અભિયાનમાં સતત વ્યસ્ત છે અને મંગળવારે પાર્ટીને વધુ એક સફળતા મળી હતી. 

વાત એમ છે કે અમેરિકામાં ભારતના રાજદૂત રહેલા ભૂતપૂર્વ IFS અધિકારી તરનજીત સિંહ સંધુ ભાજપમાં જોડાયા છે અને ભાજપને આશા છે કે તરનજીત સિંહ સંધુના સામેલ થવાથી પંજાબમાં પાર્ટી વધુ મજબૂત બનશે. જાણીતું છે કે તરનજીત સિંહ સંધુ અમેરિકામાં ભારતનો અવાજ રહ્યા છે અને તેમની પારિવારિક પૃષ્ઠભૂમિ કોંગ્રેસની રહી છે.

અમેરિકામાં પૂર્વ ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ સોમવારે ભાજપમાં જોડાયા હતા અને માનવામાં આવી રહ્યું છે કે ભાજપ તેમને અમૃતસરથી ઉમેદવાર બનાવી શકે છે. બીજેપીમાં જોડાયા પછી, યુએસમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ કહ્યું, "મેં છેલ્લા 10 વર્ષોમાં પીએમ મોદીના નેતૃત્વ સાથે નજીકથી કામ કર્યું છે... પીએમ મોદી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે... આજે ત્યાં ઘણું બધું છે અને ઘણો વિકાસ થઈ રહ્યો છે, હવે જરૂર છે અને આ વિકાસ અમૃતસર સુધી પહોંચવો જોઈએ."

એવી ચર્ચા છે કે ભાજપ અમૃતસરથી તરનજીત સિંહ સંધુને ઉમેદવાર બનાવી શકે છે કારણ કે ભાજપે 2009થી આ સીટ જીતી નથી. પાર્ટીનું માનવું છે કે સંધુ અમૃતસરના છે અને એક સન્માનિત જાટ શીખ પરિવારમાંથી આવે છે. કોંગ્રેસ પાસેથી આ સીટ છીનવવામાં સંધુ તેમના 'હુકુમ કા ઇક્કા' સાબિત થઈ શકે છે. સાથે જ સંધુ મતદારોના વિવિધ વર્ગો સાથે જોડાવા માટે છેલ્લા ઘણા સમયથી આ મતવિસ્તારની મુલાકાત પણ લઈ રહ્યા છે. 

હવે જો આપણે તરનજીત સિંહ સંધુ વિશે વાત કરીએ તો તેઓ 1988 બેચના ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી છે અને આ વર્ષે 1 ફેબ્રુઆરીએ નિવૃત્ત થયા છે. 23 જાન્યુઆરી, 1963ના રોજ જન્મેલા સંધુએ ત્રણ વખત યુએસમાં સેવા આપી છે. તેઓ 1990ના દાયકામાં પોખરણ ટ્રાયલ દરમિયાન જુનિયર રાજદ્વારી હતા અને બાદમાં મિશનના ડેપ્યુટી ચીફ અને એમ્બેસેડર તરીકે કામ કર્યું હતું.  

વધુ વાંચો: ચૂંટણી પહેલા આ રાજ્યમાં થશે ગુજરાતવાળી! CM સહિત 50 ટકા નવા ચહેરાઓને મળશે તક, જાણો પ્લાન

સાથે જ સંધુ અમેરિકન રાજકીય અને વહીવટી માળખામાં પાર્ટી લાઇનમાં તેમના નેટવર્ક માટે જાણીતા છે, પછી તે ડેમોક્રેટ હોય કે રિપબ્લિકન. ગયા વર્ષે જૂનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત અને સપ્ટેમ્બરમાં યુએસ પ્રમુખ જો બાયડનની ભારત મુલાકાતના આયોજનમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. 2014 અને 2016માં પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન સંધુએ સોશિયલ મીડિયાના પ્રભાવનો સારો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ