બ્રેકિંગ ન્યુઝ
હરિયાણાના મુખ્યમંત્રી બનેલા નયાબ સિંહ સૈનીએ પદ સંભાળ્યાના એક અઠવાડિયા પછી તેમના કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. હવે કેબિનેટમાં મુખ્યમંત્રીએ આઠ ધારાસભ્યોને મંત્રી બનાવ્યા છે. જાણીતું છે કે હરિયાણામાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 14 મંત્રીઓ હોઈ શકે છે અને મુખ્યમંત્રી સૈની અને 5 મંત્રીઓએ ગયા અઠવાડિયે શપથ લીધા હતા.
ADVERTISEMENT
आज घरौंडा की धरती पर 'लोकसभा चुनावी शंखनाद' और मुख्यमंत्री श्री @NayabSainiBJP जी का अभिनंदन समारोह आयोजित किया गया।
— Haryana BJP (@BJP4Haryana) March 19, 2024
उमड़े जनसमूह का उत्साह देखकर ये पूर्ण विश्वास हो गया कि हरियाणा में 10 के 10 कमल मजबूती से खिलेंगे और हम सब मिलकर मोदी जी के 400 पार के संकल्प को पूरा करेंगे।
इस… pic.twitter.com/BfSsnl1eoj
ADVERTISEMENT
ટૂંકમાં ગઇકાલે આઠ ધારાસભ્યોએ શપથ લીધા અને ગત વખતે 5 કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ રીતે હવે ડેપ્યુટી કેબિનેટમાં કુલ 13 મંત્રી બનાવવામાં આવ્યા છે. એવામાં હરિયાણામાં સીએમ સહિત કુલ 14 લોકોમાંથી આઠ નવા ચહેરા છે, જે કેબિનેટમાં 50 ટકાથી વધુ છે. આ જોઇને એમ લાગે છે કે હરિયાણામાં ગુજરાત જેવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
મોદી સરકારે લોકસભા અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા હરિયાણામાં ગુજરાત ફોર્મ્યુલાનું પુનરાવર્તન કર્યું હોય એવું લાગી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા, મોદી-શાહની જોડીએ ગુજરાતમાં આવો જ મોટો ફેરફાર કરીને એક મોટો રાજકીય પ્રયોગ કર્યો હતો. એ સમયે મોદી સરકારે ગુજરાતમાં વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાનો પ્રયોગ કર્યો હતો.
ADVERTISEMENT
"हरियाणा एक हरियाणवी एक" के भाव से प्रदेश में विकास की गाथा को एक नई ऊंचाई पर ले जाने के लिए प्रदेश मंत्रिमंडल में शामिल हुए सभी मंत्रियों को बहुत बहुत बधाई !
— Manohar Lal (मोदी का परिवार) (@mlkhattar) March 19, 2024
मुझे विश्वास है कि आप सभी जनहित को समर्पित रहते हुए प्रधानमंत्री श्री @narendramodi जी के #ViksitBharatAmbassador… pic.twitter.com/58JXOMA8bs
ADVERTISEMENT
આટલું જ નહીં ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં 24 નવા ચહેરાઓને મંત્રી બનાવવામાં આવ્યા હતા. એ વાત તો જાણીતી જ છે કે ગુજરાતમાં 2017ની ચૂંટણી વિજય રૂપાણીના ચહેરા પર લડવામાં આવી હતી પરંતુ 2022ની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલને આગળ કરવામાં આવ્યા હતા.
વધુ વાંચો : લોકસભા ચૂંટણીમાં નાણાની હેરફેર પર પહેરો, IT વિભાગે શરૂ કર્યો કંટ્રોલ રૂમ, નોંધી લો નંબર
ADVERTISEMENT
હવે જો ભાજપના આ પ્રયોગના પરિણામ વિશે વાત કરીએ તો ભા2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ 156 બેઠકો જીતી હતી, જ્યારે 2017માં આ આંકડો માત્ર 115 હતો.હવે હાલની પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે ગુજરાતની જેમ હરિયાણામાં પણ મુખમાંત્રી અને મોટાભાગના મંત્રીઓને બદલીને ભાજપ ગુજરાત જેવો ચૂંટણી રેકોર્ડ ઈચ્છે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.