બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / પીવી સિંધૂના મનનો માણીગર વેંકટ દત્તા સાઈ છે કોણ? IPL ટીમ સાથે કનેક્શન, એક આઈડિયાએ બદલી દુનિયા
Last Updated: 11:36 AM, 3 December 2024
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ પોતાનો જીવનસાથી પસંદ કરી લીધા છે. સિંધુ ઉદયપુરમાં વેંકટ દત્તા સાઈ સાથે લગ્નના સાત ફેરા લેશે. 20મી ડિસેમ્બરથી લગ્નની રસમો શરૂ થશે. આ કપલનું 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં રિસેપ્શન થશે. તાજેતરમાં પીવી સિંધુએ સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટનું ટાઈટલ જીત્યું હતું.
ADVERTISEMENT
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરશે. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુએ તાજેતરમાં લખનૌમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતીને તેના ટાઇટલના દુષ્કાળને સમાપ્ત કરીને દેશવાસીઓને ખુશ કર્યા હતા. સિંધુએ ચાહકોની ખુશી બમણી કરી અને કહ્યું કે તે આવતા મહિને લગ્ન કરશે.
ADVERTISEMENT
પીવી સિંધુએ હૈદરાબાદ સ્થિત વેંકટ દત્તા સાઈને હમસફર તરીકે પસંદ કર્યા છે. જેઓ પોસિડેક્સ ટેક્નોલોજીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. ન્યુઝ એજન્સી સાથે વાત કરતા સિંધુના પિતા પીવી રમને કહ્યું, “બંને પરિવાર એકબીજાને ઓળખે છે, પરંતુ લગ્નની તમામ બાબત ગયા મહિને ફાઈનલ થઈ હતી. સિંધુનું જાન્યુઆરીથી ખૂબ જ ચુસ્ત શેડ્યુલ છે, જેને જોતા લગ્ન માટે આ શ્રેષ્ઠ સમય લાગી રહ્યો છે.
તેમણે આગળ કહ્યું, "સિંધુની ટ્રેનિંગને ધ્યાનમાં રાખીને બંને પરિવારોએ નક્કી કર્યું કે લગ્ન 22 ડિસેમ્બરે અને લગ્નનું રિસેપ્શન 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં યોજાશે. ટૂંક સમયમાં સિંધુ આગામી સિઝન માટે તેની તાલીમ શરૂ કરશે, જે મહત્વપૂર્ણ છે. 20 ડિસેમ્બરથી લગ્ન સંબંધિત કાર્યક્રમો શરૂ થશે.
કોણ છે વેંકટ દત્તા સાઈ?
વેંકટ દત્તા સાઈ ફાઉન્ડેશન ઓફ લિબરલ એન્ડ મેનેજમેન્ટ એજ્યુકેશનમાંથી લિબરલ આર્ટસ એન્ડ સાયન્સ/લિબરલ સ્ટડીઝમાં ડિપ્લોમા કર્યુ છે. તેણે 2018 માં ફ્લેમ યુનિવર્સિટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી બીબીએ એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ પૂર્ણ કર્યું. આ પછી તેણે ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, બેંગ્લોરમાંથી ડેટા સાયન્સ અને મશીન લર્નિંગમાં માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કરી. વેંકટ દત્તા સાઇએ જેએસડબલ્યુ સાથે ઇન્ટર્ન અને ઇન-હાઉસ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું.
આઇડીયાએ કર્યુ કમાલ
2019 થી વેંકટ દત્તા સાઈ સોર એપલ એસેટ મેનેજમેન્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે જ્યારે પોસીડેક્સમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે તેની લિંકડીન પ્રોફાઇલ પર પોસ્ટ કર્યું છે, "લોન 12 સેકન્ડમાં ઉપલબ્ધ લોન અને ક્રેડિટ કાર્ડ તાત્કાલિક ક્રેડિટ સ્કોર મેચિંગને કારણે ઉપલબ્ધ છે?" માલિકીની એન્ટિટી રિઝોલ્યુશન સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને હું કેટલીક જટિલ સમસ્યાઓ હલ કરું છું. મારા સોલ્યુશન્સ અને પ્રોડક્ટ્સ એચડીએફસીથી આઇસીઆઇસીઆઇ સુધીની કેટલીક સૌથી મોટી બેંકોમાં નિર્ણાયક કાર્યોમાં તૈનાત કરવામાં આવ્યા છે.”
આ પણ વાંચોઃ ચિત્તાની ઝડપે પાછળ છલાંગ લગાવી લપકી લીધો કેચ! ક્રિકેટ જગતના જાદુઇ કેચનો વીડિયો જોવા જેવો
સિંધુની ઉજ્જવળ કારકિર્દી
પીવી સિંધુ ભારતની સર્વકાલીન શ્રેષ્ઠ બેડમિન્ટન ખેલાડીઓમાંની એક છે. તેમણે પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા, જેમાં 2019માં ગોલ્ડનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીત્યા હતા. સિંધુએ રિયો અને ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હતા. 2017 માં સિંધુએ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ વિશ્વ રેન્કિંગમાં બીજા સ્થાને હાંસલ કરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT