બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / સ્પોર્ટસ / Cricket / Who is New Zealand's 'Ken Mama'? Whose important contribution in taking Team India to the WTC finals

સ્પોર્ટ્સ / કોણ છે ન્યૂઝીલેન્ડના 'કેન મામા'? જેનું ટીમ ઇન્ડીયાને WTC ફાઇનલ સુધી પહોંચાડવામાં છે મહત્વનું યોગદાન

Megha

Last Updated: 09:56 AM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની જીતનો હીરો સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન રહ્યો હતો. 32 વર્ષીય કેન વિલિયમસને જે રીતે બેટિંગ કરી તે વિશ્વભરના ક્રિકેટ ચાહકો ભૂલી શકશે નહીં.

  • ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનની યાદગાર ઇનિંગ
  • ભારત માટે તારણહાર બન્યો વિલિયમસન 
  • કેન વિલિયમસનની ક્રિકેટ સફર ઘણી રસપ્રદ રહી છે

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની અમદાવાદ ટેસ્ટ મેચ ડ્રો થવાથી ચૂકી જવા છતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે અને ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં લઈ જવામાં ન્યુઝીલેન્ડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. જણાવી દઈએ કે ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને બે વિકેટથી હરાવ્યું હતું અને એ કારણે શ્રીલંકાની ટીમનું ફાઇનલમાં પહોંચવાનું સપનું તૂટી ગયું હતું અને ભારતને ફાઇનલ મેચમાં એન્ટ્રી મળી હતી. નોંધનીય છે કે હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ 7 જૂનથી ઓવલમાં રમાશે.

ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનની યાદગાર ઇનિંગ
શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની જીતનો હીરો સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન રહ્યો હતો. 32 વર્ષીય કેન વિલિયમસને જે રીતે બેટિંગ કરી તે વિશ્વભરના ક્રિકેટ ચાહકો ભૂલી શકશે નહીં. જણાવી દઈએ કે કેન વિલિયમસને 194 બોલમાં અણનમ 121 રન બનાવ્યા હતા અને આ દરમિયાન એમને ડેરિલ મિશેલ સાથે 142 રનની ભાગીદારી કરીને શ્રીલંકન ટીમને હરાવી હતી. 

ભારત માટે તારણહાર બન્યો વિલિયમસન 
શ્રીલંકા સામે યાદગાર ઇનિંગ દરમિયાન કેન વિલિયમસને મેચના છેલ્લા બોલ પર રન બનાવતા ક્રીઝ પર પહોંચવા માટે ડાઇવ લગાવી પડી હતી જે ખરેખર અદ્ભુત હતી. કેન વિલિયમસનની આ ઇનિંગ અને આ જ સ્ટાઈલ બાકીના ખેલાડીઓથી અલગ બનાવે છે.

કેન વિલિયમસનની ક્રિકેટ સફર ઘણી રસપ્રદ રહી છે
જણાવી દઈએ કે કેન સ્ટુઅર્ટ વિલિયમસનનો જન્મ 8 ઓગસ્ટ, 1990ના રોજ ન્યુઝીલેન્ડના તૌરંગા શહેરમાં થયો છે અને તેમના પિતા નોર્ધન ડિસ્ટ્રિકસ માટે અંડર-17 લેવલ પર રમ્યા હતા અને તેની માતા બાસ્કેટબોલ ખેલાડી હતી. સાથે જ કેન વિલિયમસનની બહેનો વોલીબોલ રમતી હતી પણ કેને ક્રિકેટને પસંદ કર્યું. કેન વિલિયમસને 2004-08 દરમિયાન તૌરંગા બોયઝ કોલેજમાં ભણ્યો હતો અને એવું કહેવાય છે કે તે સ્થાન છોડતા પહેલા તેણે લગભગ 40 સદી ફટકારી હતી. ખાસ વાત એ છે કે કેન વિલિયમસને તેના કોલેજના દિવસોમાં માત્ર 17 વર્ષની ઉંમરે નોર્ધન ડિસ્ટ્રિક્ટ્સ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.

વિલિયમસનની મહેનત રંગ લાવી
આ પછી કેન વિલિયમસને 2008માં મલેશિયામાં આયોજિત અંડર-19 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ ટીમની કેપ્ટનશિપ કરી હતી પણ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ સામે ન્યુઝીલેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો. વિલિયમસનની મહેનત રંગ લાવી અને તેને માર્ચ 2010માં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો. 

કેન વિલિયમસનને માર્ચ 2016માં ત્રણેય ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. કેન વિલિયમસને તેની કપ્તાની હેઠળ ન્યૂઝીલેન્ડને ODI વર્લ્ડ કપ (2019) અને T20 વર્લ્ડ કપ (2021)ની ફાઇનલમાં પહોંચાડ્યું હતું, જોકે બંને મેચમાં ન્યૂઝીલેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે વર્ષ 2021 માં વિલિયમસને તેની કેપ્ટનશીપ હેઠળ સૌથી મોટી સફળતા હાંસલ કરી હતી, જ્યારે ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો.

'કેન મામા' તરીકે પ્રખ્યાત છે વિલિયમસન 
કેન વિલિયમસને થોડા મહિના પહેલા ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી પણ તે ODI અને T20માં ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન છે. આપણએ બધા જાણીએ છીએ કે ટી-20ના આ યુગમાં બેટ્સમેન નવા શોટ્સ શોધે છે. તેનાથી વિપરીત કેન વિલિયમસને તેની કોપી બુક સ્ટાઈલની બેટિંગ શૈલીમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને હંમેશા તેની ટેકનિકમાં વિશ્વાસ છે. સાથી ખેલાડીઓ પણ કેન વિલિયમસનને 'કેન મામા' કહીને બોલાવે છે. ગયા વર્ષે જ્યારે કેન વિલિયમસન બીજી વખત પિતા બન્યો ત્યારે અફઘાન સ્પિનર રાશિદ ખાને તેને આ નામથી સંબોધ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ