ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Which zodiac sign will have bright future today and who will be disadvantaged? Know what today's horoscope says?

ભવિષ્ય દર્શન / કઇ રાશિનું આજે ભવિષ્ય ચમકશે અને કોને થશે ગેરલાભ? જાણો શું કહે છે આજનું રાશિફળ?

Published By: Premal

Last Updated: 11:35 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

ADVERTISEMENT

આજનું પંચાંગ
22 02 2023 બુધવાર
માસ ફાગણ
પક્ષ શુક્લ
તિથિ ત્રીજ
નક્ષત્ર ઉત્તરભાદ્રપદ
યોગ સાધ્ય
કરણ તૈતિલ સવારે 11.05 પછી ગર
રાશિ મીન (દ.ચ.ઝ.થ.)

આજનું દિન વિશેષ

મેષ (અ.લ.ઈ.)  

મેષ રાશિના જાતકોને આજે કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. આજના દિવસે તમને સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે. વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે. આ રાશિના જાતકોને પરિવારના સુખમાં વધારો થશે. 

વૃષભ (બ.વ.ઉ.) 

વૃષભ રાશિના જાતકોને આજે સહકારી સરકારી કામમાં સફળતા મળશે. નવા કરેલા કાર્યો ફળદાયી બનશે. આ રાશિના જાતકોને નોકરી બાબતે સારા સમાચાર મળશે તથા ધંધામાં લાભ મેળવી શકશો. 

મિથુન (ક.છ.ઘ.) 

આ રાશિના જાતકોને આજે કામમાં નિરાશાનો અનુભવ થશે. સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. ખાસ કરીને તમને ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે. મિથુન રાશિના જાતકોને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે. 

કર્ક (ડ.હ.) 

આ રાશિના જાતકોને જીદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતા જણાશે. તેમજ આર્થિક બાબતોમાં સારો સુધારો જણાશે. ખાસ કરીને આજે સેવાકિય પ્રવૃત્તિથી મન પ્રસન્ન જણાશે. તો કર્ક રાશિના જાતકોને વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે. 

સિંહ (મ.ટ.) 

આ રાશિના જાતકોને આજે દામ્પત્ય જીવનમાં અણબનાવોથી તકલીફ જણાશે. સંતાનોને માટે નવુ કરવાની ઉત્તમ તક મળશે. સિંહ રાશિના જાતકોને શુભ કાર્યોમાં સફળતા મળશે તેમજ નોકરીમાં બઢતીની તકો મળશે. 

કન્યા (પ.ઠ.ણ.) 

કન્યા રાશિના જાતકોને ધંધાકીય કામકાજમાં સફળતા મળશે. તેમજ પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો. તમારા આત્મવિશ્વાસમાં નિરંતર વધારો થશે. આ રાશિના જાતકોને ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે. 

તુલા (ર.ત.) 

તુલા રાશિના જાતકોને આજે ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાશે. તેમજ નોકરીમાં નવી તકો મળશે. ખાસ કરીને આજના દિવસે આ રાશિના જાતકોને સંતાનપક્ષે શુભ સમાચાર મળશે. 

વૃશ્ચિક (ન.ય.) 

વૃશ્ચિક રાશિના જાતકોને આજે પરિશ્રમ કર્યા પછી પણ કામ અધૂરું જણાશે. તમારે જૂના સંબંધો ખાસ સાચવી લેવા જરૂરી છે. નોકરીમાં તમને સહયોગીઓનો સહકાર મળશે. આ રાશિના જાતકોને વ્યવસાયમાં સાધારણ ધનલાભ થશે. 

ધન (ભ.ધ.ફ.ઢ.) 

આ રાશિના જાતકોને ભાગ્યબળથી અધૂરાં કામ પૂરાં થશે. ખાસ કરીને આજે રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. તો જવાબદારીવાળા કાર્યોમાં ગતિ આવશે. ધન રાશિના જાતકોને આજે મન પ્રસન્ન અને દિવસ આનંદમાં પસાર થશે. 

મકર  (ખ.જ.) 

મકર રાશિના જાતકોને આજે વાદ-વિવાદવાળા કામથી બચવું જરૂરી છે. ખાસ કરીને આજના દિવસે આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. તેમજ ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે. આ રાશિના જાતકોને પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે. 

કુંભ (ગ.શ.ષ.સ.) 

કુંભ રાશિના જાતકોને ભાઈભાંડુના સહકારથી કામમાં સફળતા મળશે. ખાસ કરીને નવા કામની ઓફર અને પૈસા કમાવવાની તક મળશે. તમે સંતાનો સાથે સમય વિતાવી શકશો. આ રાશિના જાતકોએ પાડોશી સાથેના સંબંધોમાં શાંતિ રાખવી. 

મીન (દ.ચ.ઝ.થ.) 

મીન રાશિના જાતકોને આજે માનસિક તણાવ રહેવાની સંભાવના છે. તમને કામમાં સાધારણ સફળતા મળશે. તમારે પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું. આ રાશિના જાતકોએ આજના દિવસે નિરાશાથી દૂર રહી ખર્ચ બાબતે સંભાળવું. 

કેવું રહેશે આપનું આગામી વર્ષ ?
શું કરવાથી થશે લાભ ?
શું કરવાથી આવશે ખોટા પરિણામો ?
જાણો આપના માટે ખાસ ઉપાય

કેવા પ્રકારના થશે લાભ ?
કોના દ્વારા મળશે સુખ ?
શું કરવાથી મળશે સફળતા ?
શું કરવાથી અનુભવાશે તકલીફો ?
જાણો આપના માટે ખાસ ઉપાય

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Dainik Rashifal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ