બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Whether it is a house or a car, all loans are expensive! Find out how much EMI you have to pay now

મિડલ ક્લાસને ફરી ઝટકો / ઘર હોય કે કાર તમામ લોન થઈ મોંઘી! જાણો હવે કેટલી ભરવી પડશે EMI

Priyakant

Last Updated: 11:13 AM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રીઝર્વ બેંકના રેપો રેટમાં વધારો કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તમામ બેંકોની લોન મોંઘી થશે

  • SBI એ તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો 
  • રીઝર્વ બેંકના રેપો રેટમાં વધારો કર્યા બાદ નિર્ણય
  • SBI એ લોનના વ્યાજદરમાં વધારો કરીને કરોડો ગ્રાહકોને ઝટકો આપ્યો 

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. વાત જાણે એમ છે કે, રિઝર્વ બેંકના રેપો રેટમાં વધારો કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તમામ બેંકોની લોન મોંઘી થશે. જેને લઈ હવે SBI એ લોનના વ્યાજદરમાં વધારો કરીને તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. આ પહેલા પણ ઘણી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોએ તેમના વ્યાજદરમાં વધારો કર્યો છે. હવે SBI એ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં 0.25 ટકાનો વધારો કર્યો છે.

SBI ની વેબસાઈટ અનુસાર તમામ મુદતની લોન પરના વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે. હવે બેંકનો એક વર્ષનો MCLR વધીને 8.30 ટકા થઈ ગયો છે. બેંક આ MCLRના આધારે હોમ, ઓટો સહિત તેની મોટાભાગની લોનના વ્યાજ દરો નક્કી કરે છે. અગાઉ RBI એ રેપો રેટને અસરકારક 6.25 ટકા બનાવવા માટે રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો હતો. RBI ના આ નિર્ણયના એક સપ્તાહ બાદ જ SBIએ પણ પોતાની લોન મોંઘી કરી દીધી છે.

આ સાથે બેંકે શોર્ટ ટર્મ લોનના વ્યાજદરમાં પણ વધારો કર્યો છે. આમાં ઓવર નાઈટથી લઈને 6 મહિના સુધીનો સમય શામેલ છે. મુદતની લોન માટે MCLR હવે 7.85 ટકાથી 8.30 ટકાની રેન્જમાં છે. આ સિવાય બે વર્ષની લોન માટે ખર્ચ આધારિત ધિરાણ દર વધીને 8.50 ટકા થયો છે, જ્યારે ત્રણ વર્ષની લોનનો દર 8.60 ટકા પર પહોંચી ગયો છે.

મહત્વનું છે કે, SBI એ આ વર્ષે જૂનથી MCLR માં 1.10 ટકાનો વધારો કર્યો છે, જેમાં ડિસેમ્બરમાં વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો પણ સામેલ છે. બેંક દ્વારા વિતરિત કરવામાં આવેલી લોનના 75% પર ફ્લોટિંગ વ્યાજ દરો લાગુ થાય છે. તેમાંથી 41 ટકા લોન હજુ પણ MCLR સાથે જોડાયેલી છે. બાકીની 59 ટકા લોન પર એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ લાગુ થાય છે. એક્સટર્નલ બેન્ચમાર્ક એટલે રેપો રેટ અથવા ટ્રેઝરી બિલ રેટ. MCLR એ બેંકના આંતરિક ખર્ચ સાથે જોડાયેલ દર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ