બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / | Where and to what extent will the storm affect Gujarat? What kind of preparedness is needed in coastal areas?

મહામંથન / આખરે ગુજરાત પર વાવાઝોડું ક્યાં અને કેટલા અંશે અસર કરશે? દરિયાકાંઠાના વિસ્તારોમાં કેવી સજ્જતાની જરૂર?

Vishal Khamar

Last Updated: 10:45 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરબ સાગરમાં સર્જાયેલા અત્યંત શક્તિશાળી વાવાઝોડા બિપોરજોયેને લઈ વહીવટી તંત્ર એલર્ટ થયું છે. વાવાઝોડું હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.

બિપોરજોય વાવાઝોડું ગુજરાત ભણી આગળ વધી રહ્યું છે. અનેક તર્ક વિતર્કો વચ્ચે આખરે બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે અડીને પસાર થશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. પણ વાવાઝોડાને પગલે વહીવટીતંત્ર અને લોકોના મનમાં અનેક સવાલ હોય છે કે આખરે ગુજરાત પર વાવાઝોડું ક્યાં અને કેટલા અંશે અસર કરશે. વાવાઝોડા સામે તંત્ર કેટલું અલર્ટ છે.  અને સજ્જતા માટે કેવા પગલા લેવામાં આવ્યા છે.

અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોએ ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર થાય તેવું અનુમાન છે. હવે બિપોરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે. વાવાઝોડાનો માર્ગ બદલાતાં ફરી ચિંતા વધી ગઈ છે. આ સંભવિત બિપોરજોય વાવાઝોડાને કારણે હાલમાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.  

 

બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.   વાવાઝોડું ઝડપભંર આગળ વધી રહ્યું છે. પોરબંદરનાં દરિયાકાંઠેથી વાવાઝોડું 570 કિમી દૂર છે. જ્યારે વાવાઝોડાના લેન્ડફોલની દિશા આવતીકાલે ખબર પડશે. આગામી 24 કલાકમાં વાવાઝોડું મજબૂત બનશે. પોરબંદરથી 570 કિમી દૂર છે વાવાઝોડું. જ્યારે ગોવાથી 690 કિમી દૂર છે. વાવાઝોડું.  મુંબઈથી 610 કિમી દૂર વાવાઝોડું છે. જ્યારે કરાંચીથી 880 કિમી દૂર છે.  ત્યારે વાવાઝોડાને લઈ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે પવન અને વરસાદી માહોલ જોવા મળી શકે છે. 

સ્કાઈમેટે શુ આગાહી કરી
સ્કાઈમેટએ જણાવ્યું કે, વાવાઝોડામાં પવન પશ્ચિમ તરફ જઈ રહ્યો છે અને જે વાવાઝોડાની દિશા કરાંચી તરફ છે અને તે કરાંચી તરફ ધીરે ધીરે આગાળ વધી રહ્યું છે, જેના કારણે હવામાનમાં ફેરફાર થશે અને ટેમ્પ્રેચર પણ વધ-ઘટ થશે તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. વધુમાં જણાવ્યું કે, જેના કારણે તટીય વિસ્તારોમાં આજ રાત્રેથી જ સામાન્ય વરસાદ પણ થઈ શકે છે.

સોનગઢ , વ્યારા અને ડોલવણ તાલુકામાં વરસાદ
વાવાઝોડાને પગલે તાપી જીલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સોનગઢ, વ્યારા અને ડોલવણ તાલુકામાં વરસાદ પડ્યો છે. દક્ષિણ સોનગઢનાં ગામોમાં ધીમીધારે વરસાદર શરૂ થયો છે.  વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.  

વાવાઝોડાની કેટલીક એક્ટિવિટી આજ રાત્રેથી જ જોવા મળશે
ગુજરાતના દરિયા વિસ્તારમાં વાવાઝોડાની કેટલીક એક્ટિવિટી આજ રાત્રેથી જ જોવા મળશે અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં હવાની ગતિ 70થી 80 કિલો મીટર રહેશે તેમજ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં આવતીકાલથી હવાની ગતિ વધશે. નલિયા, દ્વારકા, ઓખા અને વેરાવળ સહિતના કેટલાક વિસ્તારોમાં હવાની ગતિ આવતીકાલથી વધશે અને જેની ગતિ 80થી લઈ 120 કિમી સુધી રહી શકે છે તેમજ 12થી લઈ 15 તારીખ સુધી પવનની ગતિ વધશે તમે સ્કાઈમેટે જણાવ્યું છે. 

NDRFની ટીમ વલસાડ પહોંચી
વલસાડમાં બિપોરજોય વાવાઝોડાની અગાહીને પગલે વલસાડનું તંત્ર સતર્ક થયું છે તેમજ NDRFની ટીમ વલસાડ પહોંચી છે તેમજ રાહત અને બચાવના સાધનો એલર્ટ મોડમાં છે, અત્રે ઉલ્લેખનીય છે કે, તિથલ અને નારગોલનો દરિયા કિનારો બંધ કરાયો છે. દરિયા કિનારાના 28 ગામોને એલર્ટ કરાયા છે અને જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં NDRFની ટીમ તૈનાત રહેશે. 

તેજ પવન સાથે દરિયામાં કરંટ 
દ્વારકામાં સંભવિત વાવાઝોડાને પગલે દ્વારકાના દરિયામાં અસર જોવા મળી છે. તેજ પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો છે, 12થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છે. ગોમતીઘાટ,ભડકેશ્વર અને ગાયત્રી મંદિર તેમજ લાઇટહાઉસ સહિત દરિયાઇ વિસ્તારમાં ઉંચા મોજા ઉછળ્યા છે તેમજ ઓખા બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે, આવતીકાલથી અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરાયો
બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં તંત્ર સતર્ક બન્યું છે. કોસ્ટ ગાર્ડે આઉટરીચ પ્રોગ્રામ શરૂ કર્યું છે. દરિયા નજીક માછીમારો ન જાય તે માટે આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરાયો છે અને દરિયામાં રહેલા જહાજ અને બોટોને કોસ્ટ ગાર્ડે સૂચના આપી તેમજ કોસ્ટ ગાર્ડે જહાજ, વિમાન અને રડારથી જહાજોને માહિતી મોકલી છે. 

4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી 
હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદ થઈ શકે છે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. જ્યારે 13 જૂને પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ