બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'પાકિસ્તાન જ્યારે-જ્યારે ઓપરેશન સિંદૂરનું નામ સાંભળશે, તેને ભારતની તાકાત યાદ આવશે'

જમ્મુ-કાશ્મીર / 'પાકિસ્તાન જ્યારે-જ્યારે ઓપરેશન સિંદૂરનું નામ સાંભળશે, તેને ભારતની તાકાત યાદ આવશે'

Last Updated: 03:39 PM, 6 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ કહ્યું હવે જ્યારે પણ પાકિસ્તાન ' ઓપરેશન સિંદૂર'નું નામ સાંભળશે , ત્યારે તેને ભારતની તાકાત યાદ આવશે. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે ભારત તેના ઘરમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરશે.

જ્યારે પીએમ મોદીએ ચેનાબ નદી પર વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ પર ત્રિરંગો ફરકાવ્યો, ત્યારે તે ફક્ત ઉદ્ઘાટન સમારોહ નહોતો. તે એક પ્રતીક હતું - ભારતની સાર્વભૌમત્વ, આત્મનિર્ભરતા અને વ્યૂહાત્મક શક્તિનું. ઉદ્ઘાટન સમારોહમાં, પ્રધાનમંત્રી મોદીએ તેને વિકાસ અને વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું અને કહ્યું કે આ પુલ દેશની એકતા, પ્રગતિ અને સંકલ્પનું પ્રતીક છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "જમ્મુ અને કાશ્મીર ભારત માતાનો મુગટ છે. આ મુગટ સુંદર રત્નોથી જડિત છે. આ વિવિધ રત્નો જમ્મુ અને કાશ્મીરની તાકાત છે. આ રત્નો છે, અહીંની પ્રાચીન સંસ્કૃતિ, અહીંની પરંપરાઓ, અહીંની આધ્યાત્મિક ચેતના, પ્રકૃતિની સુંદરતા, અહીંની ઔષધિઓની દુનિયા, ફળો અને ફૂલોનો વિસ્તાર, અહીંના યુવાનોની કુશળતા.. જેને કારણે મુગટ ચમકે છે.

'વિકસિત ભારતનું સ્વપ્ન જેટલું મોટું છે તેટલું જ તે મજબૂત'

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રમાં ભાજપ સરકારના 11 વર્ષ પૂર્ણ થયા છે અને આ વર્ષો ગરીબ કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણ માટે સંપૂર્ણપણે સમર્પિત રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું, "વિકસિત ભારતનું સ્વપ્ન જેટલું મોટું છે તેટલું જ તે મજબૂત છે. આજનો કાર્યક્રમ ભારતની એકતા અને તેની અતૂટ ઇચ્છાશક્તિની એક વિશાળ ઉજવણી છે." પીએમએ કહ્યું, "આજે 46,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે તે જમ્મુ અને કાશ્મીરના વિકાસને નવી ગતિ આપશે."

આતંકવાદ ફક્ત નિર્દોષ લોકોને જ નિશાન બનાવે છે

પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરતા , પીએમ મોદીએ પાકિસ્તાન પર સીધો હુમલો કર્યો. તેમણે કહ્યું કે આ હુમલા દ્વારા પાકિસ્તાને માત્ર માનવતા જ નહીં પરંતુ કાશ્મીરીયત પર પણ હુમલો કર્યો છે.પીએમ મોદીએ કહ્યું, "પાકિસ્તાનનો ઈરાદો ભારતમાં અશાંતિ ફેલાવવાનો અને રમખાણો ભડકાવવાનો હતો. તે દેશના પર્યટન ઉદ્યોગને નબળો પાડવા માંગે છે જેથી જમ્મુ અને કાશ્મીરના ગરીબ લોકોની આજીવિકા પ્રભાવિત થાય."તેમણે કહ્યું કે આતંકવાદીઓએ આદિલ નામના એક સ્થાનિક વ્યક્તિને પણ મારી નાખ્યો, જે પોતાના પરિવાર માટે સખત મહેનત કરી રહ્યો હતો. આ સાબિતી છે કે આતંકવાદ ફક્ત નિર્દોષ લોકોને જ નિશાન બનાવે છે.

જમ્મુ અને કાશ્મીરના લોકો પાકિસ્તાનના કાવતરાઓ સામે એક થયા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે જમ્મુ અને કાશ્મીરના લોકો પાકિસ્તાનના આ કાવતરાઓ સામે એક થયા છે. તેમણે કહ્યું, "ખીણના લોકોએ આતંકવાદને યોગ્ય જવાબ આપવાનો સંકલ્પ કર્યો છે. એટલું જ નહીં, આતંકવાદીઓએ અહીં શાળાઓને પણ બાળી નાખી હતી, પરંતુ હવે જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ નફરતના એજન્ડાને સ્વીકારશે નહીં."પીએમ મોદીએ એ પણ પુનરોચ્ચાર કર્યો કે તેમની સરકાર દરેક પ્રકારના આતંકવાદનો નિર્ણાયક જવાબ આપશે અને જમ્મુ અને કાશ્મીરને વિકાસ અને શાંતિની નવી ઊંચાઈઓ પર લઈ જશે.

આ પણ વાંચોઃ વિશ્વના સૌથી ઉંચા રેલવે બ્રિજ પર પીએમ મોદીએ લહેરાવ્યો તિરંગો, પાકિસ્તાન અને ચીનને આપ્યો કડક સંકેત

પાકિસ્તાન ' ઓપરેશન સિંદૂર'નું નામ સાંભળશે , ત્યારે તેને ભારતની તાકાત યાદ આવશે.

પીએમ મોદીએ કહ્યું કે આજની તારીખ 6 જૂન આપણને એ ઐતિહાસિક રાતની યાદ અપાવે છે જ્યારે ભારતે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું, "યાદ કરો કે 6 મેની રાત્રે શું થયું હતું. હવે જ્યારે પણ પાકિસ્તાન ' ઓપરેશન સિંદૂર'નું નામ સાંભળશે , ત્યારે તેને ભારતની તાકાત યાદ આવશે. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે ભારત તેના ઘરમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરશે." પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના આ સર્જિકલ પ્રતિભાવથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું અને તેણે જમ્મુ ક્ષેત્રના સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા. તેમણે કહ્યું, "આખી દુનિયાએ જોયું કે પાકિસ્તાને મંદિરો, મસ્જિદો અને શાળાઓ પર કેવી રીતે ગોળીબાર કર્યો,"

ભોગ બનનારા લોકોને મદદ

તેમણે કહ્યું કે આ હુમલામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને તાજેતરમાં સરકારી નોકરીઓ આપવામાં આવી છે. ઉપરાંત, જેમના ઘરો નાશ પામ્યા હતા તેમને આર્થિક મદદ પણ આપવામાં આવી છે. હવે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે આ અસરગ્રસ્ત પરિવારોને વધુ મદદ આપવામાં આવશે. જેમના ઘરોને આંશિક નુકસાન થયું છે તેમને એક લાખ રૂપિયા મળશે. જ્યારે, જે ઘરોને ગોળીબારથી ઘણું નુકસાન થયું છે તેમને બે લાખ રૂપિયા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jammu And Kashmir PM Modi Operation Sindur
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ