બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વના સૌથી ઉંચા રેલવે બ્રિજ પર પીએમ મોદીએ લહેરાવ્યો તિરંગો, પાકિસ્તાન અને ચીનને આપ્યો કડક સંકેત
Last Updated: 01:31 PM, 6 June 2025
વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં બનેલા ચિનાબ પુલનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદી ત્રિરંગો લહેરાવતા જોવા મળ્યા. આ ચીન અને પાકિસ્તાન માટે એક કડક સંદેશ હતો, જેઓ ભારતની સરહદો અને સાર્વભૌમત્વને વારંવાર પડકાર ફેંકે છે. પીએમ મોદી જે રીતે ત્રિરંગો લહેરાવતા ચિનાબ નદી કિનારે ચાલ્યા, તેનાથી પડોશી દેશો ચીન અને પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને સંદેશ મળ્યો કે આ નવા યુગનું ભારત છે.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીએ ચિનાબ નદી પર બરનેલા ચિનાબ આર્ચ બ્રિજ પર લહેરાવ્યો તિરંગો#pmmodi #modi #NarendraModi #worldhighestRailwayBridge #WorldsTallestRailwayBridge #ChenabBridge #railwaybridge #indianrailway #jammukashmir #ChenabRiver #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 6, 2025
Video Source - ANI pic.twitter.com/COkI3NB8AU
ચિનાબ નદી પર બનેલો 1.3 કિમી લાંબો રેલ્વે પુલ 359 મીટર ઊંચો છે. જે પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે. આ પુલ 260 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભૂકંપ ઝોન-V માં પણ સ્થિર રહી શકે છે. તેના નિર્માણમાં 30000 ટન સ્ટીલ અને અડધા ફૂટબોલ મેદાન જેટલો પહોળો પાયો વાપરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અંજી બ્રિજ એ દેશનો પહેલો રેલ્વે બ્રિજ છે જેમાં કેબલ-સ્ટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ ટેકનોલોજીનો ઉપયોગ હાઇવે પર થાય છે. પરંતુ અહીં તેને ખાસ કરીને 4,000 ટન સુધીના ટ્રેનના ભારને સહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીએ જમ્મુમાં ચિનાબ નદી પર બનેલા ચિનાબ આર્ચ બ્રિજનું કર્યું ઉદ્ઘાટન#pmmodi #modi #NarendraModi #worldhighestRailwayBridge #WorldsTallestRailwayBridge #ChenabBridge #railwaybridge #indianrailway #jammukashmir #ChenabRiver #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 6, 2025
Video Source - ANI pic.twitter.com/BnkecfovAC
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરને વંદે ભારત ટ્રેનની ભેટ આપી, જે આ પ્રદેશના વિકાસને વેગ આપશે. આ રેલ લિંક જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસનને મોટા પ્રમાણમાં વેગ આપશે.
વડાપ્રધાન મોદીએ કટરા-શ્રીનગર વંદે ભારતને લીલી ઝંડી બતાવી, કાશ્મીર સુધી દોડનારી પ્રથમ ટ્રેન#Katra #jammukashmir #Srinagar #NarendraModi #Modi #PMModi #flagsoff #VandeBharatExpress #KatraSrinagar #KatraRailwayStation #KashmirOnTrack #VTVDigital pic.twitter.com/8tLuSxkgdr
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 6, 2025
ADVERTISEMENT
આ પણ વાંચોઃ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.