બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / When Quinton Dickock fell for a cheerleader love story began falling into the deep

ક્રિકેટ / આ દિગ્ગજ ક્રિકેટર જ્યારે ચીયરલીડર પાછળ થયો પાગલ, અજબ પ્રેમની ગજબ લવ સ્ટોરી

Pravin Joshi

Last Updated: 08:24 PM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આફ્રિકાના સ્ટાર બેટ્સમેન ક્વિન્ટન ડિકોકની લવ સ્ટોરી એક ફિલ્મી કહાનીથી કમ નથી. તે જ્યારે તેની પત્ની સાશા હાર્લીને પહેલીવાર મળ્યો ત્યારે સાશા તે મેચમાં ચીયરલીડર તરીકે આવી હતી. જ્યાં ડિકોકને તેની સાથે લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ ગયો હતો.

IPL 2024માં લખનઉની ટીમમાં રમતા સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન ક્વિન્ટન ડિકોકની લવ સ્ટોરી ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે. તેની અને તેની પત્નીની લવ સ્ટોરીની શરુઆત વર્ષ 2012માં યોજાયેલી એક મેચ વખતે થઈ હતી. તે મેચમાં ડિકોકની પત્ની સાશા  ચીયરલીડર હતી. જ્યાં સાશા હર્લીની અદાઓ પર ડિકોક ફિદા થઈ ગયો હતો.

મેચ જીતીને દિલ હારી બેઠો IPLનો તોફાની ખેલાડી, ચાલુ ઈનિંગમાં પડ્યો  ચીયરલીડરના પ્રેમમાં, પરણીને ઘેર પણ લઈ ગયો I quinton de kock love story  cheerleaders sasha hurly

વર્ષ 2012માં યોજાયેલા ચેમ્પિયન્સ લીગ T20માં આ બંન્નેની પહેલી મુલાકાત થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ VS હાઈવેલ્ડ લાયન્સની તે મેચમાં ડિકોક લાયન્સની ટીમનો હીસ્સો હતો. ડિકોકે મુંબઈ સામેની તે મેચમાં 51 રન મારી તેની ટીમને જીતાડી હતી. સાશા તે મેચમાં ચીયરલીડર હતી. જીત બાદ સાશા તેને કોન્ગ્રેચ્યૂલેશન કહેવા આવી હતી. 

મેચ જીતીને દિલ હારી બેઠો IPLનો તોફાની ખેલાડી, ચાલુ ઈનિંગમાં પડ્યો  ચીયરલીડરના પ્રેમમાં, પરણીને ઘેર પણ લઈ ગયો I quinton de kock love story  cheerleaders sasha hurly

ક્વિન્ટન ડિકોકને સાશા સાથે પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. પછી આ બંન્ને ફેસબુક મારફતે વધુ નજીક આવ્યા હતા. જેમ જેમ તેઓ બન્ને વચ્ચે વાતચીત વધતી ગઈ તેમ તેમ ડિકોક સાશાના ડિપ લવમાં પડવા લાગ્ય હતો. લાંબા રીલેશન બાદ ડિસેમ્બર 2015માં બંન્નેએ સગાઈ કરી અને ત્યાર બાદ 19 સપ્ટેમ્બર 2016માં મોરેશિયસમાં લગ્ન કરી દીધા હતા.

મેચ જીતીને દિલ હારી બેઠો IPLનો તોફાની ખેલાડી, ચાલુ ઈનિંગમાં પડ્યો  ચીયરલીડરના પ્રેમમાં, પરણીને ઘેર પણ લઈ ગયો I quinton de kock love story  cheerleaders sasha hurly

સાશા અને ડિકોકના મેરેજમાં ડિવિલિયર્સ, ફાફ, ડેવિડ મિલર સહિતના અનેક સ્ટાર પ્લેયર્સ હાજર રહ્યા હતા. આ ક્યૂટ કપલ 2022માં માતા-પિતા બન્યુ હતુ. સાશા હર્લીએ જાન્યુઆરી 2022માં એક દિકરીને જન્મ આપ્યો હતો. જેનું નામ કિયારા રાખ્યુ છે. 

મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીએ ચીયરલીડર સાથે કર્યા લગ્ન, મેચ બાદ થયો હતો પ્રેમ  | Mumbai Indians player Quinton De Cock married cheerleader

વધુ વાંચો : 'હાર્દિક પંડ્યા, આ રીતે ટીમમાં સન્માન નહીં મળે..!' મેચ બાદ ઇરફાન પઠાણે ઓલરાઉન્ડર પર સાધ્યું નિશાન

ઉલ્લેખનીય છે કે, 31 વર્ષના ક્વિન્ટ ડિકોકે 2021માં જ ટેસ્ટમાંથી રીટાયરમેન્ટ લઈ લીધુ હતુ. તેને પરિવાર સાથે સમય પસાર કરવા આ નિર્ણય લીધો હતો. તેને નાની વયે ટેસ્ટમાંથી રીટાયરમેન્ટ લીધુ હોવાથી વિશ્વભરના ક્રિકેટ ચાહકો તેના નિર્ણયથી ચોંકી ગયા હતા.
 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket De kock Love Story South Africa sasha hurly ક્વિન્ટન ડિકોક સાશા હાર્લી Quinton Dickock
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ