બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / when govinda left judwaa after salman khan phone call at mid night

મનોરંજન / રાત્રે ત્રણ વાગ્યે સલમાન ખાનનો ફોન આવ્યો અને પછી મેં...: ગોવિંદાએ કેમ અડધી શૂટિંગ પછી છોડી દીધી હતી જુડવા ફિલ્મ?

Manisha Jogi

Last Updated: 08:20 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ‘જુડવા’ સલમાન ખાન પહેલા ગોવિંદાને ઓફર કરવામાં આવી હતી. ગોવિંદાએ આ ફિલ્મ માટે અડધું શુટિંગ પણ કર્યું હતું, અને આ ફિલ્મમાં કરિશ્મા કપૂર અને ગોવિંદાની જોડી જોવા મળવાની હતી.

  • ફિલ્મ ‘જુડવા’ ગોવિંદાને ઓફર કરવામાં આવી હતી
  • સલમાન ખાને ગોવિંદાને અડધી રાત્રે કર્યો ફોન
  • એવું શું થયું કે, ગોવિંદાએ ફિલ્મ છોડી દીધી?

સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં કેટરિનાનો એક્શન અવતાર જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ ‘જુડવા’ સલમાન ખાન પહેલા ગોવિંદાને ઓફર કરવામાં આવી હતી. ગોવિંદાએ આ ફિલ્મ માટે અડધું શુટિંગ પણ કર્યું હતું, અને આ ફિલ્મમાં કરિશ્મા કપૂર અને ગોવિંદાની જોડી જોવા મળવાની હતી. પરંતુ એવું શું થયું કે, ગોવિંદાએ ફિલ્મ છોડી દીધી?

ગોવિંદાને ઓફર કરવામાં આવી હતી આ ફિલ્મ
સલમાન ખાન અને ગોવિંદા સારા મિત્રો છે. ગોવિંદાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જ્યારે ફિલ્મોમાંથી કમબેક કર્યું ત્યારે સલમાન ખાને તેની મદદ કરી હતી. 1997માં રીલિઝ થયેલી ફિલ્મ જુડવા સૌથી પહેલા ગોવિંદાને ઓફર કરવામાં આવી હતી. તે સમયે તે કરિયરની ઉડાનમાં સૌથી ઉપર હતા અને બનારસી બાબુનું શુટીંગ કરી રહ્યા હતા. જેની સાથે ફિલ્મ જુડવાનું શુટિંગ પણ ચાલી રહ્યું હતું.

ગોવિંદા તે પ્રોજેક્ટમાંથી ખસી ગયા
ગોવિંદાએ આ ફિલ્મ વિશે વધુમાં જણાવ્યું કે, 'એક દિવસ રાત્રે લગભગ 2-3 વાગ્યે, સલમાને મને ફોન કર્યો અને પૂછ્યું - ચીચી ભૈયા, તમે કેટલી હિટ ફિલ્મો કરશો? આ સાંભળીને મેં પૂછ્યું– કેમ શું થયું? સલમાને કહ્યું- તમે અત્યારે પ્રોજેક્ટ 'જુડવા'નું શૂટિંગ કરી રહ્યા છો તેમાંથી દૂર ખસી જાઓ અને મને તે પ્રોજેક્ટ આપી દો.' સલમાન ખાનની આ વાત સાંભળીને ગોવિંદા તરત જ તે ફિલ્મથી દૂર થઈ ગયા હતા.

સલમાન-ગોવિંદા સારા મિત્ર છે
ગોવિંદાએ જણાવ્યું કે, 'હું જુડવા ફિલ્મનો ભાગ નહોતો પરંતુ, શરૂઆતમાં આ પ્રોજેક્ટનો ભાગ હતો. સલમાન ખાન હંમેશા મારા માટે પરિવાર જેવો રહ્યો છે. અમારું બોન્ડિંગ સારું છે. તમને જણાવી દઈએ કે ગોવિંદા અને સલમાન ખાન ઘણા સારા મિત્રો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ