બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:57 AM, 24 July 2021
ADVERTISEMENT
જ્યાં કોરોનાનો સંક્રમણ દર ઓછો ત્યાં ફરી સ્કૂલો ખુલશે
દેશમાં જેમ જેમ કોરોનાની લહેર નબળી પડી રહી છે રાજ્ય સરકારો છુટમાં વધારો કરી રહ્યા છે. આ દરમિયાન અનેક રાજ્યોએ સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાઓ પણ સ્કૂલો ખોલવાની તરફેણ કરી છે. તેમણે શુક્રવારે કહ્યું કે જે વિસ્તારોમાં કોરોનાનો સંક્રમણ દર ઓછો છે. ત્યાં ફરી સ્કૂલો ખોલી શકાય છે. તેમણે કહ્યું કે સ્કૂલો ખોલવી જરુરી છે. આ બાળકોના સમાજીકરણની દ્રષ્ટિએ પણ જરુરી છે. ત્યારે જાણો ક્યા કયા રાજ્યોમાં સ્કૂલો ખોલવામાં આવશે.
ADVERTISEMENT
હિમાચલ પ્રદેશ
કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા 2 ઓગસ્ટથી 10માં અને 12માં ધોરણ સુધી રેજિડેન્શિયલ અને આંશિક રુપથી રેજિડેન્શિયલ સ્કૂલોને ફરી ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ ધો. 5 અને 8ના વિદ્યાર્થીઓને આ તારીખથી અભ્યાસ સંબંધિત આ વસ્તુઓ અંગે પુછવા માટે સ્કૂલને પરવાનગી આપવામાં આવી છે.
ADVERTISEMENT
છત્તીસગઢ
અહીં ઉચ્ચત્તમ માધ્યમિક સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓને 2 ઓગસ્ટથી ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ દરમિયાન ફક્ત 50 ટકા હાજરીને પરવાનગી આપવામાં આવી છે. આ સાથે ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રહેશે. તેમજ જે પણ વિદ્યાર્થી સ્કૂલે આવે છે તેમને માતાપિતાનો લેખિત પરવાનગી પત્ર આપવાનો રહેશે.
ADVERTISEMENT

દિલ્હી
ADVERTISEMENT
કેજરીવાલ સરકારે કહ્યું કે સ્કૂલોને ખોલવા માટે આર્દશ સ્થિતિ તો રસીકરણ બાદ જ છે. બીજા રાજ્યોમાં સ્કૂલોખુલી રહી છે અનુભવ સારો રહ્યો તો થોડાક દિવસોમાં સ્કૂલો ખોલવાનું વિચારવામાં આવશે.
ગુજરાત
ADVERTISEMENT
અહીં 26 જુલાઈથી 9-11માં સુધીની સ્કુલોને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ દરમિયાન ફક્ત 50 ટકા વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાની પરવાનગી આપવામાં આવી છે. જે પણ વિદ્યાર્થી સ્કૂલે આવે છે તેમને માતાપિતાનો લેખિત પરવાનગી પત્ર આપવાનો રહેશે.
પંજાબ
અહીં સરકારે 26જુલાઈથી 10-12 સુધી સ્કુલો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલોમાં તે જ શિક્ષકોને આવવાની પરવાનગી રહેશે જેમણે રસીના બન્ને ડોઝ લીધા છે. જે પણ વિદ્યાર્થી સ્કૂલે આવે છે તેમને માતાપિતાનો લેખિત પરવાનગી પત્ર આપવાનો રહેશે.

મધ્ય પ્રદેશ
26 જુલાઈથી સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.11-12 માં સુધીની સ્કૂલો ખુલી રહી છે. કોરોનાની સ્થિતિને જોયા બાદ પણ નીચલી કક્ષાની સ્કૂલો ખોલવાની તૈયારી કરવામાં આવશે. જો કે એક દિવસ છોડીને વિદ્યાર્થીઓ સ્કૂલે આવશે.
પશ્ચિમ બંગાળ
કોઈ પણ સ્તરની સ્કુલો ખોલવાનો નિર્ણય નથી લેવામાં આવ્યો. જ્યારે સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવામાં આવશે ત્યારે સિનિયર ક્લાસ ખોલવામાં આવશે. આવનારા દિવસોમાં સરકાર નિર્ણય કરી શકે છે.
આંધ્રપ્રદેશ
આ રાજ્યમાં16 ઓગસ્ટે સ્કૂલો ખોલવાની તૈયારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.