બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsApp New Secret Code Feature For Locked Chats In Web Version
Arohi
Last Updated: 11:10 AM, 19 February 2024
WhatsApp પોતાના યુઝર્સની સિક્યોરિટીને લઈને ખૂબ જ એક્ટિવ રહે છે. આજ કારણ છે કે છેલ્લા થોડા મહિનામાં સિક્યોરિટી અને પ્રાઈવસી સાથે જોડાયેલા ઘણી ફિચર્સની એન્ટ્રી થઈ છે. આ કડીમાં કંપની હવે લોક્ડ ચેટ્સને અને સિક્યોર બનાવવા માટે સીક્રેટ કોડ નામનું ફિચર લાવવાની તૈયારી કરી રહી છે. કંપની આ ફિચરને WhatsApp વેબ માટે લાવવાની છે. જેથી ચેટ્સની સિક્યોરિટી અને પ્રાઈવસીને વધારે સારી કરી શકાય.
ADVERTISEMENT
ચેટ લોક ફિચર પર પહેલાથી કામ કરી રહ્યું WhatsApp
WhatsApp પોતાના વેબ ક્લાઈન્ટ્સ માટે ચેટ લોક ફીચર લાવવાનું છે. હવે આ ફિચરને ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે લોક્ડ ચેટ્સ માટે સીક્રેટ કોડ વાળા ફિચરની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. વેબ વર્ઝન માટે WhatsAppનું આ ફિચર ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
WhatsApp is working on a secret code feature to secure locked chats for the web client!
— WABetaInfo (@WABetaInfo) February 19, 2024
WhatsApp is developing a secret code feature to protect locked chats for the web client, providing an added layer of security and privacy for conversations.https://t.co/BUuSE2OclO pic.twitter.com/kS482NbJ7Y
મોબાઈલ ડિવાઈસ વાળા સીક્રેટ કોડની પડશે જરૂર
વેબમાં લોક્ડ ચેટ્સને ઓપન કરવા માટે તે સીક્રેટ કોડની જરૂર પડશે જે યુઝરે પોતાના મોબાઈલ ડિવાઈસમાં સેટ કર્યો છે. આ ફિચર વેબ ક્લાઈન્ટ્સના વોટ્સએપ એકાઉન્ટની સેફ્ટીને મજબૂત બનાવશે. આ ફિચર તે યુઝર્સને કામ આવશે જેમના લેપટોપ કે પીસીને તેમના ઉપરાંત કોઈ બીજુ વ્યક્તિ પણ એક્સેસ કરે છે.
વધુ વાંચો: 15 માર્ચ પછી દુકાનો પર Paytm ચાલશે કે નહીં? અન્ય સર્વિસીઝનું શું થશે? જાણો વિગતવાર
યુઝર પોતાની સીક્રેટ વાતચીત વાળી ચેટ્સને લોક્ડ ચેટની મદદથી લોક અને સીક્રેટ કોડ ફિચરની મદદથી વધારે સિક્યોર બનાવી શકે છે. કંપની આ ફિચરને હાલ ડેવલોપ કરી રહી છે. જલ્દી જ તેમના ગ્લોબલ રોલઆઉટની આશા રાખવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.