ફેસબુક / વોટસએપના પૂર્વ સહસ્થાપક બ્રાયન એકટને આ કારણોથી લોકોને ફેસબુક ડિલીટ કરવાની અપીલ કરી

 WhatsApp Ex Co Founder Brian Acton asks people to delete Facebook

કમ્પ્યૂટર પ્રોગ્રામર અને વોટસએપના સહ-સ્થાપક બ્રાયન એક્ટને લોકોને ફેસબુક ડિલીટ કરવાનું કહીને સનસનાટી મચાવી છે. બ્રાયન એકટન ફેસબુકની પ્રાઇવેસીની સમસ્યા અને એન્ક્રિપ્શન મામલે નારાજ છે. બ્રાયને ફરી એકવાર ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગથી અલગ અભિપ્રાય આપ્યો છે અને યુઝર્સને ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવાની અપીલ કરી છે. ટેક્નોલોજી ઇનોવેશન અને કમ્પ્યૂટર્સના ભાવિ સંશોધન માટે સાન ફ્રાન્સિસ્કોમાં આયોજિત કોન્ફરન્સમાં બ્રાયન એક્ટને કહ્યું હતું કે જો યુઝર્સને તેમના ફેસબુક પેજ પર થતાં જાહેરખબરના મારાથી કોઇ પ્રોબ્લેમ નથી તેઓ ખુશીથી ફેસબુક પર રહી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ