બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / What to do to overcome the problem of piles and chronic constipation
Sanjay Vibhakar
Last Updated: 01:00 PM, 29 February 2024
કેટલીક વાર લોકોને કબજિયાતની સમસ્યા થઈ જતી હોય છે. તેના કારણે ફેટ ફૂલી જાય છે અને મળ ત્યાગ કરવામાં સમસ્યા થાય છે. જો સતત 5-6 દિવસ આ સમસ્યા રહે તો તમને ક્રોનિક કબજિયાત થઈ શકે છે. કબજિયાતને કારણે મળ ત્યાગ સમયે લોહી પણ નીકળી શકે છે. આ બવાસીર છે. કેટલીક વાર ટૉયલેટમાં બેસવાની રીત પણ કબજિયાતની સમસ્યા વધારી શકે છે. યોગ્ય રીતે બેસવામાં ન આવે તો મળ ત્યાગ કરવામાં સમસ્યા સર્જાય છે. જો તમને બવાસીર, પાઇલ્સ અને જૂની કબજિયાતની સમસ્યા હોય તો જાણો તમારે શું કરવું જોઈએ.
ADVERTISEMENT
વેસ્ટર્ન ટૉયલેટ
જે લોકોને બવાસીર, પાઇલ્સ અને જૂની કબજિયાતની સમસ્યા હોય તેણે વેસ્ટર્ન ટૉયલેટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અથવા બેસવાની રીતને સુધારવી જોઈએ. વેસ્ટર્ન ટૉયલેટનો ઉપયોગ શરીર માટે અકુદરતી છે. જેના કારણે મળ ત્યાગ સરળતાથી થઈ શકતું નથી. વેસ્ટર્ન ટૉયલેટ તમારા પ્યુબોરેક્ટાલિસ સ્નાયુઓ પર દબાળ નાખે છે. તમારું Anorectal Angle પણ યોગ્ય નથી હોતું. જેના કારણે તમને કબજિયાતની સમસ્યા સર્જાઇ શકે છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: શું તમે પણ આંગળીના ટચાકાઓ પાડો છો? તો આ વાતને હળવાશમાં ન લેતા, વિશેષજ્ઞની સલાહ માનજો
Squatting Position
કેટલાક દેશોમાં Squatting Position નો ઉપયોગ કરવામાં આવે છે. જેમકે ભારત, ફ્રાંસ, તુર્કી વગેરે. તેનાથી કેટલાક ફાયદાઓ પણ થાય છે. Squatting Position એટલે તમે જે રીતે ભારતીય ટૉયલેટમાં બેસો છો તે રીત. આ રીતે બેસવાથી સ્નાયુઓને આરામ મળે છે. આમાં Anorectal Angle 180 ડિગ્રી બને છે. આ બેસવાની રીત મળ ત્યાગ માટે ખૂબ સારી છે. આ રીતે બેસવાથી તમને વધુ આરામ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.