બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / What to do to avoid heart attack and stress during festivals like Navratri?

મહામંથન / હાર્ટ એટેક..નવરાત્રી જેવા તહેવાર સમયે હૃદય તાણ ન અનુભવે તે માટે શું કરવું? ખાણી-પીણીમાં કેટલી કાળજી રાખવાની જરૂર?

Vishal Khamar

Last Updated: 09:18 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નવ યુવાનોમાં હાર્ટ એટેકનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. નવરાત્રિમાં ધ્યાન રાખવા માટે સાંસદે લોકોને અપીલ કરી છે. હાર્ટ એટેકનાં વધતું જતું જોખમ હવે શું લોકોને ખાણી-પીણીમાં ફેરફાર કરવા તરફ દોરી જશે ખરૂ?

બહારથી એકદમ સ્વસ્થ દેખાતો વ્યક્તિ છે જેને અચાનક જ ચક્કર આવે છે અથવા ગભરામણ થાય છે અને જોતજોતામાં તે ઢળી પડે છે અને હંમેશ માટે મૃત્યુ શૈયામાં પોઢી જાય છે. ગુજરાતમાં નાની ઉમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. તબીબોનું માનીએ તો હૃદય અચાનક બંધ પડી જાય એ વાત નવી નથી પણ ટેકનોસેવી યુગમાં આવી ઘટનાની ચર્ચા વધી છે અને એટલે જ આવા કિસ્સા તરફ સમાજ કદાચ વધુ સંવેદનશીલ બન્યો છે.

  • રાજ્યમાં હૃદયરોગના હુમલાના કિસ્સા વધ્યા
  • એક જ દિવસમાં હાર્ટઅટેકથી મૃત્યુના 3 બનાવ
  • રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ પણ ચિંતા વ્યક્ત કરી

રાજ્યમાં ફરી એકવાર એક દિવસની અંદર 3 બનાવ એવા બન્યા જેમાં નાની ઉમરે વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા. આ પહેલા એવી ઘટનાઓ બની જેમાં ગરબા રમતા રમતા યુવાનો અચાનક ઢળી પડ્યા હોય અને તેના મૃત્યુ થયા હોય. હૃદયરોગના હુમલાના બનાવના પડઘાથી રાજ્યસભા સાંસદ રામ મોકરિયા પણ ચિંતિત બન્યા અને નવરાત્રિના તહેવારને લઈને સાંસદે તો ત્યાં સુધી કહી દીધું કે કલેક્ટર એવા જ ગરબા આયોજકોને પરમિશન આપે કે જેમાં ગરબા રમવાના સ્થળે એમ્બ્યુલન્સ, CPR, હેલ્પ ડેસ્ક, તથા અન્ય મેડિકલ ટીમ હાજર હોય. આમ પણ 15 ઓક્ટોબરથી નવરાત્રિનો તહેવાર શરૂ થશે ત્યારે હૃદયરોગના હુમલાના વધતા બનાવ ચિંતા ઉપજાવે તેવા છે. 

  • કોરોના પછી યુવાવયે હૃદયરોગના હુમલાના કિસ્સા વધ્યા
  • શરીર મેદસ્વી ન હોય છતા હૃદયરોગનો હુમલો આવે છે
  • નવરાત્રિના સમયે ખેલૈયાઓ કોઈ તણાવ ન અનુભવે

નવરાત્રિના તહેવારમાં ખેલૈયાઓ પૂરજોશમાં ગરબે ઘૂમશે પણ હવે બદલાતા સમયમાં એ ધ્યાન પણ રાખવાનું છે કે ખેલૈયાઓના હૃદયને થાક ન લાગે. પહેલા નંબરે કે ઈનામની લાલચમાં ગરબા રમનારા એવો શ્રમ ન કરી બેસે કે જે તેનું હૃદય સહન જ ન કરી શક્તું હોય. આવા સમયે હૃદયને તણાવમુક્ત રાખવા શું કરવું જોઈએ.

  • CPR માટેની વ્યવસ્થા કરવામાં આવે
  • ગરબા સ્થળે હેલ્પ ડેસ્ક ઉભું કરવામાં આવે
  • ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવે
  • જો અજુગતિ ઘટના બને તો સ્થળ પર જ પ્રાથમિક સારવાર મળે

રાજ્યમાં હૃદયરોગના હુમલાના કિસ્સા વધ્યા છે.  એક જ દિવસમાં હાર્ટઅટેકથી મૃત્યુના 3 બનાવ બન્યા છે.  રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ પણ ચિંતા વ્યક્ત કરી છે.  સાંસદે હૃદયરોગના વધતા કેસ મુદ્દે આરોગ્ય મંત્રી સાથે વાત કરી છે. નાની વયે હાર્ટઅટેકનું વધતું જોખમ ચિંતાજનક છે.  હૃદય ધબકારો કેમ ચૂકી જાય છે તે મહત્વનો સવાલ છે. હૃદયરોગના હુમલા વધવા પાછળના કારણોનો અભ્યાસ થઈ રહ્યો છે.

  • સતત 3-4 કલાક ગરબા રમવા છે તો પહેલા હેલ્થ ચેકઅપ કરાવો
  • બ્લડપ્રેશર, સુગર, ડાયાબિટીસ મપાવી લેવું
  • ઘરનો સ્વચ્છ ખોરાક લેવો
  • સતત જંકફૂટ-પેકેટેડ ફૂડ ન ખાવું

એક દિવસ, હાર્ટઅટેકથી 3 મૃત્યુ

દાહોદ

  • થિયેટર આર્ટિસ્ટ ભાસ્કર ભોજકનું હાર્ટઅટેકથી મૃત્યુ
  • નાટક પૂર્ણ થયા બાદ આવ્યો હૃદયરોગનો હુમલો

સુરત

  • કીમ ગામના 35 વર્ષીય વ્યક્તિનું ચાલુ ફરજે મૃત્યુ
  • અંકલેશ્વરમાં નોકરી દરમિયાન અંકુર ધોડિયા નામના વ્યક્તિનું મૃત્યુ

જેતપુર

  • ચાઈનીઝ રેસ્ટોરામાં કામ કરતા વ્યક્તિનું મૃત્યુ
  • કેસર ખત્રી નામના યુવકને આવ્યો હાર્ટઅટેક

સાંસદ રામ મોકરિયાએ શું કહ્યું?
કોરોના પછી યુવાવયે હૃદયરોગના હુમલાના કિસ્સા વધ્યા છે.  શરીર મેદસ્વી ન હોય છતા હૃદયરોગનો હુમલો આવે છે. નવરાત્રિના સમયે ખેલૈયાઓ કોઈ તણાવ ન અનુભવે છે.  નવરાત્રિના તહેવારને આનંદ-ઉલ્લાસથી ઉજવો. નવરાત્રિના તહેવારને તીવ્ર સ્પર્ધાની દ્રષ્ટિએ ન જુઓ. પહેલા નંબર કે ઈનામની લાલચે વધુ શ્રમ પડે તેવા સ્ટેપ્સ ન કરવા. તેમજ નવરાત્રિનું આયોજન હોય ત્યાં પ્રાથમિક સારવાર ઉપલબ્ધ બને તેવી CPR માટેની વ્યવસ્થા કરવામાં આવે. ગરબા સ્થળે હેલ્પ ડેસ્ક ઉભું કરવામાં આવે. ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવે. જો અજુગતિ ઘટના બને તો સ્થળ પર જ પ્રાથમિક સારવાર મળે છે. 

  • ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લો
  • ગરબા રમતા સમયે ચક્કર આવે તો તરત જ એકબાજુ બેસી જાઓ
  • ચક્કર આવે કે ગભરામણ થાય તો તરત જ ઉંડા શ્વાસ લો

ગરબા રમતા પહેલા આટલું કરો
સતત 3-4 કલાક ગરબા રમવા છે તો પહેલા હેલ્થ ચેકઅપ કરાવો. બ્લડપ્રેશર, સુગર, ડાયાબિટીસ મપાવી લેવું. તેમજ  ઘરનો સ્વચ્છ ખોરાક લેવો. સતત જંકફૂટ-પેકેટેડ ફૂડ ન ખાવું. અને નવરાત્રિના તહેવારમાં ઉજાગરા કરવાનું ટાળો. પૂરતી ઉંઘ ન થાય તો પણ ધબકારા અને પ્રેશર વધે છે. તમાકુ, સિગારેટ, આલ્કોહોલ જેવા માદક દ્રવ્યોથી દૂર રહો. જે દિવસે માંદગી હોય તે દિવસે ગરબા રમવાનું ટાળો.

ગરબા રમતી વખતે શું ધ્યાન રાખશો?
ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લો. ગરબા રમતા સમયે ચક્કર આવે તો તરત જ એકબાજુ બેસી જાઓ. ચક્કર આવે કે ગભરામણ થાય તો તરત જ ઉંડા શ્વાસ લો. આસપાસ જે વ્યક્તિ હોય તેને તમારી તકલીફ જણાવો. ગરબા દરમિયાન ચક્કર આવે કે ગભરામણ થાય તો કાર્ડિયાક અરેસ્ટ હોય શકે છે. ગરબા રમ્યા બાદ ફળ કે ડ્રાયફ્રૂટ લઈ શકો છો.

હૃદયને તણાવમુક્ત કેમ રાખવું?

  • ખાનપાનની આદત બદલવી
  • લીલા શાકભાજી, ફળ, ડ્રાયફ્રૂટ્સ વધારે ખાવા
  • જંકફૂડ, એસિડિક ફૂડ ઓછું ખાવુ
  • શારીરીક શ્રમ કરવો જેથી હૃદય અને મગજ બંનેને ફાયદો થાય
  • પ્રકૃતિ મુજબ બાયોલોજિકલ ક્લોક રહે તો આરોગ્ય સારુ રહે
  • મનને પણ શાંત બનાવવું
  • ધ્યાન ધરવું, વાંચન કરવું, મનને એકાગ્ર કરવું
  • પોતાની જાતમાં અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ