બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / what is XE variant of corona how dangerous is this and what are its symptoms

વાયરસનો ખૌફ / શું છે આ કોરોનાનો નવો XE વેરિઅન્ટ? જાણો તેનાં લક્ષણો વિશે અને કેટલો છે ઘાતક

Published By: Dhruv

Last Updated: 02:28 PM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં જ્યારે કોરોનાના કેસો ઘટી રહ્યાં છે ત્યારે કોરોનાના નવા વેરિઅન્ટ XE એ ચિંતામાં વધારો કર્યો છે. ત્યારે શું છે તેનાં લક્ષણો અને કેટલો ખતરનાક છે આ વેરિઅન્ટ?

  • કોરોનાના ઘટતા જતા કેસો વચ્ચે XE વેરિઅન્ટે ચિંતા વધારી!
  • XE વેરિઅન્ટનો પ્રથમ કેસ મુંબઇમાં મળ્યાના રિપોર્ટને કેન્દ્રએ નકાર્યો
  • જાણો શું છે XE વેરિઅન્ટનાં લક્ષણો અને કેટલો છે ઘાતક?

સમગ્ર દેશમાં હવે એક હજારથી ઓછાં કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યાર બાદ બે વર્ષ બાદ દેશમાં કોરોના સંબંધિત તમામ પ્રતિબંધો ખતમ થઈ ગયા છે. જો કે, હજુ પણ ફેસ માસ્કનો ઉપયોગ કરવો આવશ્યક છે. પરંતુ હવે કોરોનાના ઘટતા જતા કેસો વચ્ચે કોરોનાના XE વેરિઅન્ટે ચિંતા વધારી છે. વિશ્વમાં સૌ પ્રથમ તેનો કેસ બ્રિટનમાં નોંધાયો હતો. જ્યારે ભારતમાં મુંબઈમાં દક્ષિણ આફ્રિકન મૂળની એક મહિલા કોસ્ચ્યુમ ડિઝાઈનર XE વેરિઅન્ટથી સંક્રમિત થવાની વિગતો સામે આવી છે. પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસમાં હજુ સુધી તેના કોઈ પુરાવા નથી મળ્યા. ત્યારે અહીં વિગતે જોઇશું કે આખરે શું છે આ XE વેરિઅન્ટ અને કેટલો ખતરનાક છે અને શું છે તેના લક્ષણો?

શું છે આ XE વેરિઅન્ટ અને કેટલો છે જોખમી?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) નાં જણાવ્યાં અનુસાર, નવો XE વેરિઅન્ટ સૌ પ્રથમ યુનાઈટેડ કિંગ્ડમ (UK) માં 19 જાન્યુઆરીએ મળી આવ્યો હતો અને ત્યારથી સેંકડો અહેવાલો અને પુષ્ટિઓ કરવામાં આવી રહી છે. તે બે અન્ય ઓમિક્રોન વેરિઅન્ટ BA.1 અને BA.2 નું મ્યુટન્ટ હાઇબ્રિડ છે અને વૈશ્વિક સ્તરે ફેલાતા કેસ માટે તે જવાબદાર છે. WHO એ કહ્યું કે, નવો મ્યુટન્ટ Omicron નાં BA.2 પેટા વેરિઅન્ટ કરતાં લગભગ 10 ટકા વધારે ટ્રાન્સમીસિબલ (તેજીથી ફેલાનાર) છે. જે કોઈ પણ સ્ટ્રેન કરતાં વધુ ટ્રાન્સમિસિબલ હોઈ શકે છે. નવા ઘટનાક્રમથી આરોગ્ય વર્તુળોમાં ચિંતા વધી રહી છે કારણ કે મહારાષ્ટ્ર હવે પુન:ધબકવા જઇ રહ્યું છે તેમજ ડિસેમ્બર 2021 માં શરૂ થયેલી ત્રીજી લહેર પણ હવે અંતિમ તબક્કામાં છે. પરંતુ તાજેતરમાં જ વિશ્વભરમાં XE નાં થોડા કેસો મળી આવ્યાં છે, પરંતુ તેની અત્યંત ઊંચી ટ્રાન્સમિશન સંભવિતતાનો અર્થ એ હોઇ શકે છે કે તે નજીકના ભવિષ્યમાં સૌથી વધારે પ્રભાવશાળી સ્ટ્રેન બની જાય.

જાણો શું છે XE વેરિઅન્ટનાં લક્ષણો

યુકેનની સ્વાસ્થ્ય પ્રોટેક્શન એજન્સી અનુસાર, XE માં નાક વહેવું, છીંક આવવી અને ગળામાં દુ:ખાવો થવો જેવાં લક્ષણો હોય છે કે જે વાયરસનાં મૂળ સ્ટ્રેનથી વિપરીત હોય છે. કારણ કે મૂળ સ્ટ્રેનમાં સામાન્ય રીતે તાવ આવવો અને ઉધરસ આવવી એટલું જ હોય છે અને સાથે માણસને કોઈ પણ સ્વાદ કે ગંધ નથી આવતી. 22 માર્ચ સુધીમાં ઇંગ્લેન્ડમાં XE નાં 637 કેસ મળી આવ્યા હતાં.

તારણો કાઢવા માટે હાલમાં પુરાવા અપૂરતા

થાઈલેન્ડ અને ન્યુઝીલેન્ડમાં પણ XE વેરિઅન્ટ મળી આવ્યો છે. WHOએ કહ્યું કે, મ્યુટેશન વિશે કંઈ પણ કહેતા પહેલાં વધુ ડેટાને ધ્યાનમાં લેવાની જરૂર છે. UKHSA નાં મુખ્ય તબીબી સલાહકાર સુસાન હોપકિન્સ અનુસાર ફોર્બ્સના એક અહેવાલ અનુસાર સંપૂર્ણ પુષ્ટિ કરવા માટે હજુ વધુ ડેટાની જરૂર છે. હોપકિન્સે કહ્યું કે, સંક્રમણ, તેની ગંભીરતા અથવા તો રસીની અસરકારકતા અંગે કોઈ તારણો કાઢવા માટે હજુ પૂરતા પુરાવા નથી.

XE વેરિઅન્ટનો પ્રથમ કેસ મુંબઇમાં મળ્યાના રિપોર્ટને કેન્દ્રએ નકાર્યો

તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ 'XE' વેરિઅન્ટનો પ્રથમ કેસ મળ્યાનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો છે. નવા વેરિઅન્ટથી એક દર્દી સંક્રમિત થયાનો રિપોર્ટ આવ્યાના કલાકો બાદ મંત્રાલયે કહ્યું કે, આ પુરાવા નવા વેરિઅન્ટની હાજરી તરફ નિર્દેશ નથી કરતા. જો કે, BMCનું આ મુદ્દે કહેવું છે કે આજની INSACOG બેઠકમાં તેઓએ વધુ વિશ્લેષણ માટે NIBMG ને સિક્વન્સિંગ ડેટા મોકલવાનું કહેવામાં આવ્યું છે જેથી XE વેરિઅન્ટની પુષ્ટિ થઈ શકે. INSACOG નાં અધિકારીઓનું કહેવું છે કે, આ મામલે ફરીથી તપાસ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

XE Variant Symptoms XE variant corona new XE variant corona new variant covid 19 XE variant

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ