બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:36 PM, 9 January 2025
હિન્દુ ધર્મમાં કુંભ મેળાનું ખૂબ મહત્વ છે. કુંભ મેળાનું આયોજન પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકના સ્થળોએ વારાફરતી કરવામાં આવે છે. વર્ષ 2025માં પણ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે મહાકુંભ 144 વર્ષ બાદ યોજાઈ રહ્યો છે. મહાકુંભ 13 જાન્યુઆરી 2025, પોષ પૂનમના રોજ શરૂ થશે. અહીંયા ભક્તો, સંતો અને નાગા સાધુઓ શાહી સ્નાન કરીને પવિત્ર ડૂબકી લગાવશે. આપણે અહીંયા જાણીશું મહાકુંભમાં શાહી સ્નાન અને તેની સાથે જોડાયેલ મહત્વપૂર્ણ બાબતો વિશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
5. માઘ પૂનમ - 12 ફેબ્રુઆરી 2025
6. મહાશિવરાત્રી - 26 ફેબ્રુઆરી 2025
ADVERTISEMENT

ADVERTISEMENT
મહાકુંભ: મહાકુંભ દર 144 વર્ષે યોજાય છે. એવું માનવામાં આવે છે કે મહાકુંભ 12 પૂર્ણ કુંભ મેળા બાદ આવે છે અને તે ફક્ત પ્રયાગરાજમાં જ યોજાય છે.
4. માઘ મેળો: દર વર્ષે માઘ મેળાનું આયોજન કરવામાં આવે છે. તેને નાનો કુંભ પણ કહેવાય છે. તે માગશર મહિનામાં પ્રયાગરાજમાં યોજાય છે. મોટા ભાગે તે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં આવે છે.
ધાર્મિક ગ્રંથો મુજબ સતયુગથી કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ પુરાણોમાં તેનું વિગતવાર વર્ણન જોવા નથી મળતું. તેથી કુંભ સૌપ્રથમ ક્યાં અને ક્યારે યોજાયો હતો તે હજુ સ્પષ્ટ નથી થયું.
કેટલાક ગ્રંથોમાં કુંભ મેળાનું આયોજન 850 વર્ષ જૂનું હોવાનો ઉલ્લેખ મળે છે. મહાકુંભની શરૂઆત આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. કેટલીક કથાઓ મુજબ કુંભનું આયોજન સમુદ્ર મંથનના બાદથી થઈ રહ્યું છે. તો અમુક વિદ્વાનોના મતે કુંભ મેળાની શરૂઆત ગુપ્તકાળ દરમિયાન થઈ હતી, જેનો પુરાવો સમ્રાટ હર્ષવર્ધનના કાર્યમાં જોઈ શકાય છે. આ બાદ જ શંકરાચાર્ય અને તેમના શિષ્યો દ્વારા સંગમના કિનારે શાહી સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.