બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જમ્યા બાદ ઈલાયચી ચાવવાથી શું થાય છે? ડોક્ટરે કહ્યાં ઢગલાબંધ ફાયદાઓ

હેલ્થ / જમ્યા બાદ ઈલાયચી ચાવવાથી શું થાય છે? ડોક્ટરે કહ્યાં ઢગલાબંધ ફાયદાઓ

Nirav Kumar

Last Updated: 02:04 AM, 11 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈલાયચીમાં સિનેઓલ, લિમોનીન, ટેર્પીનીન અને ફ્લેવોનોઈડ્સ જેવા કમ્પાઉન્ડ હોય છે. ઈલાયચી એક કાર્મીનેટીવ અને એન્ટી ફ્લેટયલેન્સ એજન્ટ તરીકે પણ કામ કરે છે. જેનાથી અનેક હેલ્થ બેનિફિટ થાય છે.

ઈલાયચીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. તેમાં ઔષધીય ગુણ પણ હોય છે. અનેક લોકો ભોજન બાદ ઈલાયચી ચાવે છે. આ એક સ્વસ્થ આદત છે જે પાચન અને ઓરલ હાઈજિનમાં મદદ કરી શકે છે. એક સ્ટડી અનુસાર, ઈલાયચીના નેચરલ કુદરતી એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો તમારા શ્વાસને તાજગી આપવામાં મદદ કરે છે.

  • ભોજન બાદ ઈલાયચી ચાવવાના લાભ
    ઈલાયચીમાં સિનેઓલ, લિમોનીન, ટેર્પીનીન અને ફ્લેવોનોઈડ્સ જેવા કમ્પાઉન્ડ હોય છે. આ કમ્પાઉન્ડ સોજો ઘટાડવામાં, પાચન સુધારવામાં, શ્વાસને ફ્રેશ કરવામાં અને હૃદય તથા મેટાબોલિઝ્મને મદદ કરે છે. અને પાચન એન્જાઈમ્સને પણ એક્ટિવ કરે છે. ભોજન બાદ ઈલાયચી ચાવવાથી સ્વાદુપિંડના એન્જાઈમ્સ જેમ કે લિપેઝ, એમીલેઝ અને પ્રોટીઝ એક્ટિવ થાય છે.
  • શ્વાસની દુર્ગંધમાં રાહત
    ઈલાયચીના અનેક બાયોએક્ટિવ કમ્પાઉન્ડ શ્વાસમાં સારી ગંધ આપે છે તેના બીજ ચાવવાથી શ્વાસની દુર્ગંધ ઘટે છે.  મુખની દુર્ગંધનું મૂળ કારણ મોઢું સુકાવાનું હોય છે. ઈલાયચી ચાવવાથી લાળનો પ્રવાહ વધે છે અને તેની રેશેદાર શીંગો દાંતની મિકેનિકલ સફાઈમાં મદદ કરે છે.
vtv app promotion
  • પેટની સમસ્યામાં રાહત
    ઈલાયચી એક કાર્મીનેટીવ અને એન્ટી ફ્લેટયલેન્સ એજન્ટ તરીકે કામ કરે છે. જે પેટનું ફૂલવું, ગેસ અને પેટની સમસ્યામાં રાહત આપે છે.
  • હાર્ટબર્નમાં રાહત
    ઈલાયચીમાં 1,8-સિનેઓલ,સેબીનીન, લિમોનીન અને ટેર્પીનોલ જેવા કમ્પાઉન્ડ હોય છે, જે એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ અસરો ધરાવે છે. એક સાથે આ કમ્પાઉન્ડ પેટના અસ્તરમાં બળતરાને શાંત કરવામાં મદદ કરી શકે છે અને બળતરા ઘટાડે છે.

વધુ વાંચો : નખ રગડવાથી મટી જાય છે આ 5 બીમારીઓ, જાણો હેરતઅંગેજ હેલ્થ બેનિફિટ્સ

  • ભોજન બાદ ઈલાયચીના કેવી રીતે ચાવવી?

પહેલા લીલી ઈલાયચીના કળી લો. તેને હળવેથી તમારા દાંતથી તોડી નાખો અને બીજ ચાવો. સ્વાદને ધીમે ધીમે છૂટો થવા દો. જેમાં તેની છાલને ગળી જવાની જરૂર નથી. ભોજન બાદ એક થી બે કળી ચાવો, પરંતુ તેના ગરમ તાસીરને કારણે તેને વધુ પડતું ખાવાનું ટાળો.

(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી.vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Compounds Cardamom Health Benefits
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ