ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / welcome 3 new surprising entry munnabhai sanjay dutt arshad warsi pair in lead with akshay kumar

બોલીવુડ / હેરાફેરી જ નહીં વેલકમ-3 પણ બનાવવાની તૈયારીઑ શરૂ: અક્ષય કુમાર સાથે દેખાશે આ સુપરસ્ટાર

Published By: Premal

Last Updated: 02:26 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમારની હેરાફેરી ફ્રેન્ચાઈજીની આગામી ફિલ્મ કન્ફર્મ થઇ ગઇ છે. ફિલ્મના ટાઈટલમાં પણ ભારે હેરાફેરીના સમાચાર છે. ચર્ચા છે કે આ ફિલ્મનુ ટાઈટલ હેરાફેરી 4 થશે. રાજુના આઈકોનિક પાત્રને એક વખત ફરીથી મોટા પડદે જોવાને લઇને પ્રશંસકો ખૂબ ઉત્સાહિત છે.

ADVERTISEMENT

  • અક્ષય કુમારની હેરાફેરી ફ્રેન્ચાઈજીની આગામી ફિલ્મ કન્ફર્મ
  • આ ફિલ્મનુ ટાઈટલ હેરાફેરી 4 થશે
  • અક્ષય કુમારે ફિલ્મનુ શુટિંગ પણ શરૂ કર્યુ 

હેરા ફેરી ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ 'હેરા ફેરી 4' હશે

આ દરમ્યાન અક્ષય કુમારની વેલકમની સિક્વલની પણ ચર્ચા શરૂ થઇ છે. આ ઉપરાંત વેલકમ 3 સાથેના એવા સમાચાર સામે આવ્યાં છે, જેને જાણીને તમે પણ ખુશ થઇ જશો. એવામાં હેરાફેરીમાં જનતા હવે રાજુના પાત્રને ફરીથી મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે. હેરા ફેરી ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મના ટાઈટલને લઇને ચર્ચા છે કે તેનુ ટાઈટલ હેરા ફેરી 3, પરંતુ હેરાફેરી 4 હશે. અક્ષય કુમારે પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની સાથે ફિલ્મનુ શુટિંગ પણ શરૂ કર્યુ છે. પરંતુ અક્ષય કુમારના પ્રશંસકો માટે વધુ એક સારા સમાચાર છે. ચર્ચા છે કે અક્ષય કુમારની વેલકમ ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ પર પણ કામ શરૂ થયુ છે. 

વેલકમ 3ને હિટ કરાવવાની પણ નિર્માતાએ પૂરી તૈયારી કરી

ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અક્ષય કુમાર હેરા ફેરી સાથે વેલકમ અને અવારા પાગલ દીવાનાની સિક્વલ પર પણ કામ શરૂ થયુ છે. વેલકમ 3ને હિટ કરાવવાની પણ નિર્માતાએ પૂરી તૈયારી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે વેલકમ 3માં એક નવી ત્રિપુટી દેખાશે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે મુન્નાભાઈ એમબીબીએસની જોડી એટલેકે સંજય દત્ત અને અરશદ વારસી પણ જોવા મળશે. 

વેલકમ 3માં અક્ષય કુમારની સાથે સંજય દત્ત અને અરશદ વારસી દેખાશે 

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વેલકમ 3માં અક્ષય કુમારની સાથે સંજય દત્ત અને અરશદ વારસી જોવા મળશે. અરશદ વારસી અને સંજય દત્તે એકસાથે મુન્નાભાઈ MBBS જેવી બ્લોકબસ્ટર આપી છે. આ જોડી ધમાલમાં પણ સાથે આવી ચૂકી છે. પ્રશંસકો પણ લાંબા સમયથી અશરદ વારસી અને સંજય દત્ત એકસાથે દેખાય તેની રાહ જોઈ રહ્યાં છે. એવામાં વેલકમ 3માં આ જોડી દેખાય તો દર્શકો માટે કોઈ ટ્રીટથી ઓછુ નહીં હોય. 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Hera Pheri 4 Welcome 3 paresh rawal suniel shetty Hera Pheri 4

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ