ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:56 AM, 9 November 2024
ADVERTISEMENT
આ વર્ષે ઠંડી થોડી મોડી આવશે એવું લાગી રહ્યું છે કારણ કે દિવાળી અને છઠ જેવા મોટા તહેવારો વીતી ગયા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના સ્થળોએ લોકોએ ગરમ કપડાં બહાર કઢાવાની જરૂર પડી નથી. હવામાન વિભાગનું કહેવું છે કે મોટાભાગના રાજ્યો એ હજુ થોડા દિવસો રાહ જોવી પડશે, પરંતુ પહાડી વિસ્તારોમાં ઠંડી ચોક્કસ વધી ગઈ છે.
ADVERTISEMENT

શુક્રવારે દક્ષિણ કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદ પછી, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યના ત્રણ જિલ્લાઓ માટે 'ઓરેન્જ' ચેતવણી જારી કરી છે. IMDએ તિરુવનંતપુરમ, કોલ્લમ અને પથાનમથિટ્ટા જિલ્લાઓ માટે 'ઓરેન્જ' એલર્ટ જારી કર્યું છે.
ADVERTISEMENT

સાથે જ કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં વરસાદની અસર દેશના બાકીના ભાગોમાં ઠંડીના રૂપમાં જોવા મળી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાતની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં મિશ્ર હવામાન ચાલી રહ્યું છે. બપોરે ગરમી હોય છે જ્યારે રાત્રે અને સવારે ઠંડી હોય છે. હવામાન વિભાગનું માનવું છે કે, આગામી 4-5 દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી. IMD અનુસાર 15 નવેમ્બર પછી ધુમ્મસ વધશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો