બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / VIDEO : લાલકૃષ્ણ અડવાણીના ઘેર પહોંચ્યાં PM મોદી, 97મા જન્મદિવસના આપ્યાં અભિનંદન
Last Updated: 08:00 PM, 8 November 2024
ભારત રત્ન અને ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી આજે 97 વર્ષના થયા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સહિત ભાજપના ઘણા નેતાઓ તેમના ઘરે પહોંચ્યા અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. PM અડવાણીને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી અને અન્ય લોકો હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
📌 PM MODI reaches Lal Krishna Advani ji to wish his Birthday 💖
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 8, 2024
L.K.Advani ji turned 97 today. pic.twitter.com/TWuOzYZsTn
આ પહેલા આજે સવારે પ્રધાનમંત્રી મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરતા એ એક્સ પર એક સંદેશમાં લખ્યું હતું, "શ્રી લાલકૃષ્ણ આડવાણીજીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. આ વર્ષ વિશેષ છે કેમકે આપણા રાષ્ટ્ર માટેની તેમની ઉત્કૃષ્ટ સેવા માટે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે."
ADVERTISEMENT
શું હતું વડાપ્રધાન મોદીના સંદેશમાં ?
તેમણે લખ્યું, "ભારતના સૌથી પ્રશંસિત રાજકારણીઓમાંના એક, તેમણે ભારતના વિકાસને આગળ વધારવા માટે પોતાને સમર્પિત કરી દીધા તેમની બુદ્ધિ અને ઊંડાણભર્યા દ્રષ્ટિકોણ માટે તેમનું હંમેશા સન્માન કરવામાં આવ્યું છે. હું સદનસીબ છું કે મને કેટલાય વર્ષો સુધી તેમનું માર્ગદર્શન મળ્યું." પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર જ રેવંત રેડ્ડીને પણ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું, "તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીજીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું."
દેશને સમર્પિત સમગ્ર જીવન
આડવાણીજીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ સિંધ પ્રાંત (પાકિસ્તાન)માં થયો હતો. તેઓ કરાચીના સેન્ટ પેટ્રિક્સ સ્કૂલમાં ભણ્યા છે અને તેમની દેશભક્તિના જજ્બાએ તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફ આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. જ્યારે તેઓ ફક્ત 14 વર્ષના હતા, ત્યારે જ તેમણે પોતાનું જીવન દેશને સમર્પિત કરી દીધું હતું. તેમણે રામ રથ યાત્રા, જનમંડલ યાત્રા, ભારત સુરક્ષા યાત્રા, સ્વર્ણ જયંતી રથ યાત્રા અને ભારત ઉદય યાત્રાનું નેતૃત્વ કર્યું હતું.
આ પણ વાંચોઃ નિવૃત થતાં થતાં મોટી વાત કરતાં ગયા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, માફી પણ માગી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.