બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પવનની દિશા બદલતા ગરમીમાં રાહત, હવામાન વિભાગ અને અંબાલાલની એક સરખી આગાહી

હવામાન વિભાગ / પવનની દિશા બદલતા ગરમીમાં રાહત, હવામાન વિભાગ અને અંબાલાલની એક સરખી આગાહી

Last Updated: 10:27 PM, 13 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા રાહતની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉનાળો શરૂ થતાની સાથે જ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા શહેરીજનો માટે રાહતની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં પવનની દિશા બદલતા તાપમાન ઘટશે. તેમજ પશ્ચિમથી ઉત્તર તરફ પવનો ફૂંકાતા ગરમીમાં ઘટાડો થશે. તેમજ તાપમાન ઘટતા શહેરજનો ગરમીથી આંશિક રાહત મેળવશે. તેમજ મોટાભાગનાં જીલ્લામાં 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે.

રાજ્યનાં આ જીલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ગરમીનું અલર્ટ આપ્યું છે. તેમજ કેટલાક જીલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનાં પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, કચ્છમાં ગરમીનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. તેમજ આગામી સમયમાં અમદાવાદમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરી છે. અમદાવાદમાં આગામી સમયમાં 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ શકે છે. પશ્ચમથી આવતા પવનોમાં ભેજ આવતા તાપમાન ઘટી શકે છે.

રાજ્યમાં ગરમીનું જોર ઘટશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈ રાહતની આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી તા. 15 માર્ચથી રાજ્યમાં ગરમીનું જોર ઘટશે. તેમજ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છમાં 36 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી રહેશે. જ્યારે જૂનાગઢમાં 34 થી 36 ડિગ્રી વચ્ચે તાપમાન રહે તેવી સંભાવના છે.

વધુ વાંચોઃ ઉમેદવારો થઈ જાઓ તૈયાર! શિક્ષણ વિભાગમાં 94353 જગ્યાઓ પર ભરતીનું આયોજન

એપ્રિલ માસમાં હવામાનમાં પલ્ટો આવશે

અમરેલી જીલ્લામાં પણ ગરમીનો તાપમાનનો પારો ગગડશે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ નોંધાય તેવી શક્યતાઓ છે. તેમજ 20 માર્ચ પછી ફરી કાળઝાળ ગરમી પડશે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવશે. તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એપ્રિલ માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે હવામાનમાં વધઘટ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Department Heat Forecast Summer Ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ