બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / પાઈપલાઇનનો વાલ્વ તૂટતા રાજકોટના રસ્તા પર તો જાણે નદી વહી, એમાંય પાછો પાણીકાપ
Last Updated: 01:55 PM, 7 February 2026
રાજકોટમાં પાણીકાપ વચ્ચે પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. મહાનગર પાલિકાએ આજે 5 વોર્ડમાં પાણીકાપ મુક્યો હતો. બીજી બાજુ મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થવા પામ્યો હતો. સાંઢીયા પુલથી કોઠારિયા તરફ જતી પાણીની પાઈપનો વાલ્વ તૂટ્યો હતો. વાલ્વ તૂટતા આસપાસના વિસ્તારમાં પાણી ફેલાઈ જવા પામ્યું હતું. સ્થાનિકો દ્વારા તાત્કાલીક ધોરમે વાલ્વ રિપેર કરવાની માંગ કરી હતી.
ADVERTISEMENT
ક્યાં ક્યાં પાણી વિતરણ બંધ રહેશે
ઉલ્લેખનીય છે કે રાજકોટ પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના વોર્ડ નં. 8.10,11,12,13 માં આવેલ મવડી ( પુનિત નગર) , રામધામ, ગુરુદેવ પાર્ક, જય પાર્ક, મારૂતિ સોસાયટી, શિવમ પાર્ક, ગોવિંદ રત્ન બંગલો, અર્જુન પાર્ક , બેકબોન, રામ પાર્ક , શાસ્ત્રી અજમેરા નગર,ગ્રીન પાર્ક , આલાપ રોયલ પાર્ક, બંશી પાર્ક, કડિયા નગર, માધવ પાર્ક , હિમાલય પાર્ક, અમૃત વાટિકા, રોયલ પાર્ક, શ્રીનાથજી સોસાયટી , અંકુરનગર મેઇન રોડ વિસ્તર, આંબેડકરનગર, ગોકુલ નગર સહિતના વિસ્તારમાં આજે પાણી વિતરણ બંધ રહેશે.
ADVERTISEMENT
9થી 10 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યાં
ADVERTISEMENT
રાજકોટ શહેરમાં ફરી એકવાર પાણીના વેડફાટની ગંભીર ઘટના સામે આવી છે. ગોંડલ ચોકથી કોઠારીયા તરફ જતી મુખ્ય પાણીની પાઇપલાઇનમાં આજે વહેલી સવારના સમયે વાલ્વમાં ખામી સર્જાતા ભારે પ્રમાણમાં પાણી બહાર વહી ગયું હતું. વાલ્વ ફાટવાના કારણે લગભગ 9થી 10 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઊઠતા જોવા મળ્યા હતા, જેના કારણે સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયું હતું. પરિણામે શિયાળાની ઋતુમાં વરસાદી માહોલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થવા છતાં અનેક કલાકો સુધી પાણીનો વેડફાટ ચાલુ રહ્યો હતો, ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સિંહોની સુરક્ષા માટે ગીરમાં બનશે 5 અંડરપાસ, AI સિસ્ટમને પણ મંજૂરી, MP પરિમલ નથવાણીને રેલવેમંત્રીનો જવાબ
ADVERTISEMENT
ક્યાં વોર્ડમાં પાણી કાપ
રાજકોટ દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં આવતા વોર્ડ નં. 8,10,11,12 અને 13 નાં અંદાજીત 150 જેટલા વિસ્તારમાં પાણી કાપ છે. પુનિતનગર પમ્પિંગ સ્ટેશન ખાતે GSR ની સફાઈની કામગીરી તેમજ જેટકો ફિલ્ટર પ્લાન્ટથી આવતી પાઈપ લાઈનની જોડાણની કામગીરી ચાલી રહી છે. જેના કારણે મનપા દ્વારા આ વોર્ડમાં પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.