બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / સિંહોની સુરક્ષા માટે ગીરમાં બનશે 5 અંડરપાસ, AI સિસ્ટમને પણ મંજૂરી, MP પરિમલ નથવાણીને રેલવેમંત્રીનો જવાબ
Last Updated: 12:06 PM, 7 February 2026
ગીર જંગલમાં વન્યજીવોની, ખાસ કરીને એશિયાટિક સિંહોની સુરક્ષા માટે રેલવે અને વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ કાર્યરત બે અંડરપાસ ઉપરાંત સિંહોની સલામત અવરજવર સુનિશ્ચિત કરવા માટે વધુ પાંચ અંડરપાસનું બાંધકામ ચાલુ છે. સાથે સાથે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને સિંહ વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાંથી પસાર થતા પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝનના દામનગર–પીપાવાવ સેક્શનના 115 કિમી રેલવે ટ્રેક પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ (IDS) અમલમાં મૂકવાની મંજૂરી અપાઈ છે. આ સિસ્ટમ દ્વારા લોકો પાઇલટ, સ્ટેશન માસ્ટર અને કંટ્રોલ રૂમને રેલવે ટ્રેકની નજીક સિંહોની હાજરી અંગે તાત્કાલિક એલર્ટ મળશે, જેથી અકસ્માતોને અટકાવી શકાય. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે 6 ફેબ્રુઆરી, 2026ના રોજ આ માહિતી જાહેર કરી હતી.
ADVERTISEMENT
The Government has now sanctioned the construction of 5 additional wildlife underpasses in Gir forest, along with the implementation of an AI-based Intrusion Detection System covering 115 km in the Damnagar-Pipavav section of Bhavnagar railway division to monitor lion movement… pic.twitter.com/kyMtomsOL9
— Parimal Nathwani (@mpparimal) February 7, 2026
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર ગીર જંગલ વિસ્તાકમાંથી પસાર થતા રેલ્વે માર્ગ જે હાલ મીટરગેજ છે. સિંહોની ગતિવિધિવાળા કોરિડોર પર તેઓની સલામતી માટે ટ્રેન ધીમી ગતિએ દોડાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT

વન વિભાગ તેમજ રેલવે વિભાગ દ્વારા સંકલન માટે સર્કલ લેવલ કમિટી, ડિવિઝનલ લેવલ કમિટી અને રેન્જ લેવલ કમિટીની સ્થાપના કરવામાં આવી છે. આ કમિટીઓ દર ત્રણ મહિના, બે મહિને અને દર મહિને બેઠકો યોજે છે. તેમજ આ બેઠકમાં મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે. અને ઝડપથી તેનો ઉકેલ આવે તેવા પ્રયત્ન પણ કરવામાં આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભારત રત્ન અટલજીના વિઝન સાથે આધુનિક AI ગવર્નન્સના સમન્વય મુદ્દે સ્પીપામાં યોજાયું વિશેષ વ્યાખ્યાન
પરિમલ નથવાણીએ સરકારને પૂછ્યું હતું કે એશિયાટિક સિંહોના સંરક્ષણના હેતુસર ગીર જંગલ વિસ્તારમાં કોઈ એલિવેટેડ રેલ કોરિડોર બનાવવાની યોજના છે કે નહીં. જો આવી કોઈ યોજના અસ્તિત્વમાં હોય, તો તેના શક્યતાદર્શી અભ્યાસ (ફિઝિબિલિટી સ્ટડી), ફન્ડિંગની વ્યવસ્થા અને પ્રોજેક્ટ પૂર્ણ થવાની અપેક્ષિત સમયરેખા વિશે, આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ શું છે. આ ઉપરાંત, ગીર જંગલની નજીકથી પસાર થનારા રેલ કોરિડોરને કારણે સિંહોની સલામતી અને સંરક્ષણ માટે કયા પગલાં લેવામાં આવશે તે અંગે પણ સંબંધિત પ્રશ્નો ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.